________________
આપવો, જૂઠું ન બોલવાનો નિયમ આપવો છે. કોઇ સંયોગોમાં સાચું બોલવાનું પોસાય એવું ન હોય, પાલવે એવું ન હોય તો ન બોલીએ, પણ જૂઠું તો ન જ બોલવું. આટલું બને ને ? સાચું બોલવામાં તો જોખમ હોય પણ જૂઠું ન બોલવામાં જોખમ નથી ને ? તો આટલો નિયમ લેવા તૈયાર થયું છે. આ નિયમ પાળવો હશે તો મૌન પાળતાં શીખી લેવું પડશે. આ નિયમ પાળતી વખતે એટલું તો ચોક્કસ થશે કે આ વ્યવહારનો ત્યાગ કરી જંગલમાં જઈને જ જીવવું પડશે, સાધુ થઇ જવું પડશે.
न लवेज्ज पट्टो सावज्जं न निरट्रं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा उभयस्सन्तरेण वा ॥१-२५॥
સ0 પ્રતિક્રમણ ભાવ વિના કરીએ તો મૃષાવાદ લાગે ?
ભાવ વિના કરીએ એટલામાત્રથી મૃષાવાદ ન લાગે, ભાવ લાવવાનો ભાવ પણ ન હોય તો મૃષાદોષ લાગવાનો જ, ભાવ નથી માટે ક્રિયાને કાઢી નાંખવાની જરૂર નથી, ભાવ કેળવી લેવાની, ભાવ લાવવાનો ભાવ પેદા કરવાની જરૂર છે. પરંતુ સૂત્ર પ્રત્યે કે ક્રિયા પ્રત્યે ભાવ જ નથી. ગણધરભગવંતોએ બનાવેલાં સૂત્રો બહુમાનપૂર્વક બોલવાના બદલે ઉપેક્ષાપૂર્વક બોલાય છે તેથી ભાષાદોષ લાગે છે. અજ્ઞાનના કારણે જ જૂઠું બોલાય છે એવું નથી, ઉપેક્ષાના કારણે પણ ખોટું બોલાય છે. તમે જેનો ભાવ ન જાણતા હો તે ભાવ જાણી-જોઇને ખોટો કહો ? કે ભાવનો જાણકાર આવે તેની રાહ જોવાનું કહો ? એમ અહીં પણ આપણાં સૂત્રો ચોખ્ખાં નથી એવું જાણવા છતાં બોલીએ તો જાણી-જોઇને ખોટું બોલ્યા કહેવાય ને? એવા વખતે તો કહી દેવું કે જેનું સૂત્ર શુદ્ધ હશે તે બોલશે, મારું અશુદ્ધ છે, માટે નહિ બોલું, શુદ્ધ કરીને પછી બોલીશ.’ આ તો મોટો થઇને બેઠો હોય અને ખોટું બોલ્યા જ કરે, અમે પણ અટકાવી ન શકીએ ! મૃષાવાદના પાપથી બચવું હોય તો પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોની શુદ્ધિ કરવા માંડો. કાઉસ્સગ્ગ પણ ક્યાં કયો કેટલો આવે છે - તેનો અભ્યાસ પાડીને પ્રતિક્રમણ કરવા આવવાનું પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગ કહેવો શા માટે પડે ? ઉપયોગ રાખવો ન પડે – એવી અનુકૂળતા આપવાની ન હોય, જે ક્રિયા ઉપયોગપૂર્વક કરવાની હોય, એ ક્રિયામાં ઉપયોગ ન રાખવો પડે – એવી સુવિધા કરી આપવી, તેને વિધિ ન કહેવાય. બધું જ શીખી લેવું છે. મૃષાવાદ સૂત્રમાં પણ લાગે છે. માટે આપણે શુદ્ધિ કરી લેવી છે. પર્યુષણના આઠ દિવસ આવ્યા છે તે સંવત્સરીના પ્રતિક્રમણની તૈયારી માટે આવ્યા છે. સાધુને લગભગ બીજું જૂઠું બોલવાનો વખત ન આવે. તેથી આ રીતે ભાષાદોષસંબંધથી, સૂત્ર સંબંધી જૂઠું બોલવાનો નિષેધ કર્યો છે. આ મૃષાના દોષથી બચવા માટે માયાનો ત્યાગ કરવો છે અને ઉપયોગપૂર્વક જીવવા માંડયું છે. તમારે પણ એક કલાકનો અભ્યાસ પાડવો છે ને ? એ કલાકમાં સાચું બોલવાનો નિયમ નથી
સાધુભગવંતને ભાષાનો વિવેક રાખીને બોલવાનું જણાવ્યું છે. આપણે જોઇ ગયા કે સાધુ ભાષાદોષનો પરિહાર કરે. તેની સાથે જણાવે છે કે સાધુભગવંતો સાવદ્યભાષા ન બોલે. ગૃહસ્થપણાની ભાષા સાધુ ન બોલે. સામાન્યથી સગાસ્વજનોને જે રીતે માતા, પિતા, કાકા, મામા વગેરેના સંબંધથી બોલાવવાનું કામ ગૃહસ્થપણામાં કરાતું હતું એવો જ વ્યવહાર સાધુપણામાં ન કરાય. માત્ર તેમના નામ સાથે ભાઇ અને બહેન જોડીને સંબોધન કરવું. મોટાભાગે તો આ રીતે સંબોધન કરવાનો વખત ન આવે એ રીતે વર્તવું. સગાસંબંધી સાથે વાર્તાલાપ કરવો જ નથી. જરૂર પડતી વાત કરી લેવી. આ મારા માતુશ્રી છે, પિતાશ્રી છે વગેરે સાધુ ન બોલે. કારણ કે એના કારણે ભૂતકાળનું મૂકી દીધેલું સગપણ પાછું ઊભું થાય છે. આથી રાગાદિને ઉત્તેજિત કરનારી આ ભાષા સાવદ્ય કહેવાય છે. સ0 શ્રાવકો તો આ મારા ભાઇ મહારાજ છે એમ કહે ને ?
ના કહે. મહારાજ છે એમ કહે, પણ ભાઇ મહારાજ કે કાકા મહારાજ વગેરે ન કહે. સ, લાગણી તો તેમના પ્રત્યે હોય જ ને ?
જ્યાં લાગણી હોય ત્યાં ધર્મ ન હોય. જયાં આજ્ઞા હોય ત્યાં જ ધર્મ હોય. આપણે ધર્મનું કામ છે, સંબંધનું નહિ. કદાચ પરિચય આપવાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૩