________________
ભાષામાં પણ જવાબ ન આપવો - તે મૌન નથી. એક વાર આચાર્યભગવંતે કહેલું કે શુભયોગમાં પણ વચનને પ્રવર્તાવવું નહિ : આવા પ્રકારનું મૌન તો એકેન્દ્રિયમાં સારામાં સારું પાળી શકાય છે. આવા મૌનની કોઇ કિંમત નથી. મૌનપૂર્વક તપ કરવો એનો અર્થ એ નથી કે ગુર્વાદિક વડીલની સાથે પણ ઇશારાથી કે લખીને વાત કરવી. અશુભ યોગમાં વચનને ન પ્રવર્તાવવું અને શુભ યોગમાં વચનને પરોવવું - એ જ મૌન છે. અહીં જણાવે છે કે - જ્યારે પણ બોલવાનો પ્રસંગ આવે ત્યારે મૃષાભાષાનો ત્યાગ કરવો. બોલવું હોય તો સત્ય ભાષાનો પ્રયોગ ક૨વો, પણ અસત્ય ભાષાનો પ્રયોગ ન કરવો. તેમ જ અવધારણી ભાષા પણ ન બોલવી. અર્થાર્ ‘આ આમ જ છે, આમાં કોઇ ફેરફાર નથી, મેં સગી આંખે જોયું છે, સગા કાને સાંભળી છે...' આવું આવું ન બોલવું. કારણ કે સગી નજરે જોયેલું કે સગા કાને સાંભળેલું પણ ખોટું હોઇ શકે છે. માટે જે પરિણામે ખોટું હોય, નુકસાનકારી હોય - એવું સાધુ ન બોલે. ત્યાર બાદ જણાવે છે કે ભાષાના દોષો ન સેવવા. વ્યાકરણના દોષ ટાળવા, અસ્પષ્ટ ન બોલવું, વ્યંગમાં ન બોલવું... એનું નામ ભાષાના દોષો ટાળવા. તે જ રીતે જણાવે છે કે માયાનો ત્યાગ કરવો. ભાષાના દોષો મોટાભાગે માયાવી સેવતા હોય છે. તેથી માયાનો ત્યાગ કરવો. વિદ્વત્તા જણાવવા માટે કે પાંડિત્ય બતાવવા માટે ભારેખમ શબ્દનો પ્રયોગ કરવો - એ પણ એક પ્રકારનો ભાષાદોષ છે. ઘણા કહે છે કે સાધુસાધ્વીએ સંસ્કૃતમાં બોલવું જોઇએ. આપણે કહેવું પડે કે સંસ્કૃતમાં બોલીને પાંડિત્ય બતાવવાની જરૂર નથી. ભગવાને દેશના પ્રાકૃતભાષામાં આપી છે. કારણ કે પ્રકૃતિની (પ્રજાની) જે ભાષા તેનું નામ પ્રાકૃતભાષા. તેથી જે ભાષા પ્રકૃતિની ન હોય તેને વ્યવહારનો વિષય બનાવીને વિદ્વત્તા જણાવવાનું યોગ્ય નથી. શબ્દનો પ્રયોગ સામા માણસને સમજાવવા માટે કરવાનો છે, સામો સમજે નહિ એવી ભાષામાં બોલવાનો કોઇ અર્થ જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જે ભાષાનું વ્યાકરણ ન આવડે તે ભાષામાં વ્યાખ્યાન ન આપવું. કારણ કે તે વખતે જો વ્યાકરણમાં ખોટો પ્રયોગ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૦
કરીએ તો તેવા વખતે તે ભાષાના જાણકારો માટે આપણે હાંસીપાત્ર બનીએ. આચાર્યભગવંતની ઠેકડી ન ઉડાડે, તેઓ ઉપહાસપાત્ર ન બને તેની કાળજી શાસ્ત્રકારોએ રાખી છે. જેવું હોય તેવું જણાવવાની તૈયારી હોય તો ખોટું બોલવાનો વખત ન આવે. જેવું હોય તેવું જણાઇ ન જાય અને જેવું નથી તેવું જણાવવું હોય ત્યારે તો ખોટું બોલવાનું બને છે. આપણે સારા ન હોવા છતાં સારા દેખાવાની વૃત્તિ એ માયા છે અને સાથે આપણે ખરાબ હોવા છતાં ખરાબ ન દેખાવાની વૃત્તિ એ પણ એક પ્રકારની માયા છે. માત્ર માયા જ નહિ, લોભ, માન અને ક્રોધ પણ જૂઠું બોલવાનું કારણ છે.શિષ્યનો લોભ હોય છતાં કહે કે મેં ઘણું સમજાવ્યું, પણ મારું માનતો નથી, મારા માટે જ એનો આગ્રહ છે.... આ પણ મૃષાભાષા છે. જો લોભ ન હોય તો ચોખ્ખું કહી દેવું કે ‘મારા ગુરુ એ તારા ગુરુ...' આ બધું તમે ધારો છો - એટલું સહેલું નથી. મરીચિજેવા પણ ચેલાના લોભે જૂઠું બોલવા તૈયાર થઇ ગયા ને ? માટે લોભ ઘણી બૂરી ચીજ છે. લોભના કારણે ને માનના કારણે જ માયા થાય છે. માન માંગવા માટે કહેવું કે “મને માન નથી જોઇતું'... આ
ય એક માયાપૂર્વકનું જૂઠ છે. આથી જ મૃષાનો ત્યાગ કરવા માટે માયાનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. આજે નિયમ લેવો છે કે એક કલાક માટે તો જૂઠું નથી બોલવું. ચોવીસ કલાક જૂઠું ન બોલવું પડે તે માટે કલાકનો અભ્યાસ પાડવો છે... આટલું પણ કપરું છે. કયો સમય રાખવો છે ? રાત્રે ઊંઘના દસથી પાંચના સમયમાંથી એક કલાક રાખવો છે ? સ૦ તેમાં ય કોઇએ જગાડ્યા પછી ‘નથી સાંભળ્યા'નો ડોળ કરી પડ્યા રહીએ !
એટલે ઊંઘમાં પણ જૂઠનો ત્યાગ કરવાનું કામ કપરું છે. પ્રતિક્રમણમાં પણ આ નિયમ પળાય એવો નથી. કારણ કે એમાં પણ સૂત્રો ખોટાં બોલે. અતિચારમાં પણ બોલીએ ને કે સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડો કહ્યો, તદુભય કૂંડા કહ્યા... એટલે એમાં પણ મૃષાભાષાનો દોષ લાગે છે - એટલું યાદ રાખવું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫૧