________________
નથી માનતા. તેથી જ ધર્મ કરવા છતાં ધર્મની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પામી શકતા નથી. ધર્મશ્રવણ પછી શ્રદ્ધા કેમ નથી જાગતી તેમાં સૌથી પહેલો હેતુ એ બતાવ્યો છે કે કુબોધના કારણે સમ્યકત્વ નથી મળતું. કુબોધ એટલે અસ્પષ્ટ જ્ઞાન અને મિથ્યાત્વ એટલે ઊંધું જ્ઞાન. કુબોધ અને મિથ્યાત્વના કારણે જ સમ્યગ્દર્શન પામી શકાતું નથી અને પામ્યા પછી પણ ટકાવી શકાતું નથી. ધર્મદેશના સાંભળવી હોય તો જ્યાં વીતરાગપરમાત્માનું વચન સાંભળવા મળે ત્યાં જવું. કુબોધ, મિથ્યાત્વની સાથે ત્રીજો હેતુ અભિનિવેશ બતાવ્યો છે. આ હેતુ નિદ્ભવ આદિને નડે છે. ભગવાનની વાત સમજાયા પછી પણ પોતે માનેલા અર્થને પકડી રાખવો એ એક પ્રકારનો અભિનિવેશ છે. રોહગુપ્તને સાચું સમજાવા છતાં પણ એ સાચું સ્વીકારવા માટે કે લોકો આગળ સાચું બોલવા માટે તૈયાર ન થયો તો તે અભિનિવેશના કારણે. એ જ રીતે સાચું સમજાયા પછી પણ કુશાસ્ત્રના પરિચયના કારણે કે પાખંડીઓના પરિચયના કારણે ભગવાનના શાસન પ્રત્યે શ્રદ્ધા જાગતી નથી. ગમે તેટલું સાચું સમજાયા પછી પણ પોતે જેને ગુરુ માની લીધા હોય તેવા પાખંડીઓને છોડવા તૈયાર ન થાય તેથી શ્રદ્ધા દુર્લભ છે. આના ઉપરથી સમજાય છે કે કેટલા કોઠા પસાર કરીએ ત્યારે શ્રદ્ધા સુધી પહોચાય છે !
આ શ્રદ્ધા મળ્યા પછી સંયમમાં પરાક્રમ કરવાનું કામ દુર્લભ છે. અહીં પણ ગ્રંથકારશ્રીએ કમાલ કરી છે. શ્રવણ ધર્મનું કરવાનું, શ્રદ્ધા ધર્મની કરવાની અને પરાક્રમ ધર્મમાં નહિ, સંયમમાં કરવાનું જણાવ્યું છે. કારણ કે ધર્મમાં શ્રદ્ધા થયા પછી પણ અવિરતિના કારણે, વિષયોની લાલચના કારણે સંયમમાં પરાક્રમ થઇ શકતું નથી. નિકાચિત કોટિની અવિરતિ (ચારિત્રમોહનીય) હોવા છતાં તે ઉપાદેય ન લાગવાથી સમ્યક્ત્વ ટકી રહે છે. પરંતુ આ ચારિત્રમોહનીયનો ઉદય સંયમમાં પરાક્રમ કરવા દેતો નથી. જેને સમ્યગ્દર્શન મળ્યું હોય તેની ઇચ્છા આ એક જ હોય કે સંયમમાં પરાક્રમ ફોરવવું છે. કારણ કે આ છેલ્લા અંગને સ્વીકાર્યા વિના ચોર્યાશી લાખ યોનિના ચક્કરમાંથી બહાર નીકળી નહિ શકાય. ૪૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મનુષ્યપણું અત્યંત દુર્લભ છે તે જણાવવા ચોલ્લક, પાશક વગેરે દસ દૃષ્ટાંતો આપ્યાં છે. આપણે સમય ઓછો હોવાથી એકાદ-બે દાંત જો ઇ લેવાં છે. કારણ કે એક રીતે જો દુર્લભતા સમજાઇ ગઇ હોય તો બીજી રીતે સમજવાની જરૂર છે કે એકથી પણ કામ થઇ જાય ? પહેલું દૃષ્ટાંત ભોજનનું છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી જયારે ચક્રવર્તી થયા ન હતા,
ત્યારે તેના પિતાના મિત્ર દીર્ઘ રાજા તેને મારી નાંખવા તેની પાછળ પડ્યા હતા. તે વખતે તે છુપાતો-ભાગતો ફરતો હતો. તેવામાં એક સ્થાને તે ભૂખ્યો થયો હતો. ત્યાં બ્રાહ્મણના ઘરે ગયો. તે બ્રાહ્મણે તેને જમાડ્યો. બ્રાહ્મણની જાત હોવા છતાં ઘરે આવેલા મુસાફરને જમાડ્યા વગર મોકલતો નથી - એ સમજાય છે ને ? આપણે તો જૈન શ્રાવક છીએ ને ? ત્યારે બ્રહ્મદત્ત કહે છે કે “જ્યારે તને એમ સાંભળવા મળે કે બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો છે, ત્યારે તું મારી પાસે આવજે.' એક વાર ભોજન કરાવનારના ઉપકારને ભૂલે નહિ તેવા મહાપુરુષો હોય છે. ક્રમે કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા ત્યારે તેની વિજયયાત્રીમાં આ બ્રાહ્મણ આવ્યો અને પોતાની તરફ ચક્રવર્તીનું ધ્યાન જાય તે માટે વાવટા તરીકે પોતાના ફાટેલા વસ્ત્રને લગાડ્યું. ચક્રવર્તીનું ધ્યાન ગયું. તેને બોલાવ્યો અને ઓળખી ગયો. એક વાર જમાડનારને પણ ભૂલે નહિ તેવા ચક્રવર્તી હોય ! ચક્રવર્તીએ તેને જે જોઇએ તે માંગવા કહ્યું. આ કહે છે કે “પત્નીને પૂછી આવું.' પત્નીને પૂછવા ગયો તો તે વિચારે છે કે આ જે ગામોનો મુખી થશે તો મને ભૂલી જશે, આથી તે પતિના સુખના બદલે પોતાનો સ્વાર્થ વિચારીને કહે છે કે છ ખંડના દરેક ઘરમાં વારાફરતી ભોજન અને એક સોનામહોર મળે – એવું માંગો. આમાં પત્નીએ બે લાભ વિચાર્યા. પોતાને રાંધવાનું ભર્યું ને ધણીને કમાવાનું મયું. સ્વાર્થી માણસો અત્યારે જ નહિ, એ વખતે પણ હતા જ. બ્રાહ્મણે આવી માંગણી કરી ત્યારે ચક્રવર્તીએ બીજું માંગવા કહ્યું, પરંતુ બ્રાહ્મણની જાતને અધિક ભોગવટાનું પુણ્ય ક્યાંથી મળે ? આ રીતે આ દૃષ્ટાંત પૂરું થાય છે. અહીં આ બ્રાહ્મણને ચક્રવર્તીના ઘરે ભોજન કર્યા પછી ફરી બીજીવાર તે ઘરે ભોજન કરવાનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૫