________________
કુક્ષિમાંથી નીકળ્યા તો એ આપણું નાનું-સૂનું સદ્ભાગ્ય છે ? આટલા ભાગ્યથી મળેલું મનુષ્યપણું નકામું જવા દેવું છે કે કામે લગાડવું છે ?
અહીં જણાવે છે કે મનુષ્યપણું દશ દેખાતે દુર્લભ છે, છતાં આવું મનુષ્યપણું ભાગ્યયોગે મળી ગયા પછી તેર પ્રકારના કાઠિયાના કારણે જિનવાણીનું શ્રવણ કરવાનું શક્ય બનતું નથી. આ તેર કાઠિયાનું સ્વરૂપ પણ અહીં સામાન્યથી જણાવ્યું છે. તેમાં સૌથી પહેલાં ‘આળસ' જણાવી છે. (૧) આળસના કારણે વ્યાખ્યાનમાં જવાનું બને નહિ. આળસ કદાચ ન હોય તો (૨) મોહ નડે, તેના કારણે વ્યાખ્યાનમાં જવાનું ન થાય ત્યાર બાદ (૩) અવજ્ઞા જણાવી છે. જિનવાણી પ્રત્યે એવો આદરભાવ ન હોય તેથી ન જાય. તે સિવાય (૪) માન નડે. મોટા આચાર્યના વ્યાખ્યાનમાં જય, નાના સાધુના વ્યાખ્યાનમાં જતાં માન આડું આવે. કોઇ વાર આચાર્યભગવંત કડક શબ્દમાં કાંઇ કહે તો (૫) ગુસ્સો આવે માટે વ્યાખ્યાનમાં ન આવે. ઘરમાં અથવા તો ધર્મસ્થાનમાં (૬) કલહ-ઝઘડો થયો હોય તો વ્યાખ્યાનમાં જતો બંધ થઇ જાય, પાંચ પ્રકારના (૭) પ્રમાદ તો પ્રસિદ્ધ છે. (૮) કૃપણતાના કારણે વ્યાખ્યાનમાં ન આવે. કારણ કે વ્યાખ્યાનમાં ટીપ થાય તો પૈસા લખાવવા પડે. (૯) ભયના કારણે પણ ન આવે એવું બને, કારણ કે ઘરમાં કોઇ ન હોય તો ચોરીના ભયથી ઘર સાચવવા રહી જાય. (૧૦) શોકના કારણે વ્યાખ્યાનમાં ન આવે. (૧૧) અજ્ઞાન એટલે વ્યાખ્યાનમાં કાંઇ સમજાય નહિ માટે ન આવે. (૧૨) ચિત્તવ્યાક્ષેપ એટલે વ્યાખ્યાનમાં આવ્યા પછી પણ ચિત્ત સ્થિર ન હોવાથી કશું ગ્રહણ કરે જ નહિ અને (૧૩) કુતૂહલવૃત્તિના કારણે અર્થાત્ અનર્થદંડમાં રસ હોવાથી વ્યાખ્યાન ચૂકી જાય. આ તેર કાઠિયાને દૂર કરે તો જ મનુષ્યપણામાં પણ જિનવાણીનું શ્રવણ શક્ય બને.
પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી ભોગવવા બેસીએ તો પુણ્યથી મળેલી ધર્મસામગ્રી હારી જવાનો વખત આવે છે તેથી જ પરીષહ વેઠવાની વાત કરેલી. પુણ્યથી મળેલી સામગ્રીનો ઉપયોગ પુણ્ય છોડીને ધર્મ કરવા માટે કરી લેવો છે. જેને મળેલી સામગ્રીની દુર્લભતા ન સમજાય તેને ૪૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બાકીના પાંત્રીસ અધ્યયનનું અધ્યયન કામ લાગતું નથી, તેથી જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીસ અધ્યયનમાંથી આ ત્રીજું અધ્યયન અત્યંત મહત્ત્વનું છે. ધર્મ માટે મળેલા મનુષ્યજન્મનો ઉપયોગ ધર્મ માટે જ કરવો છે, સુખ ભોગવવા માટે નહિ. ચારે ગતિમાં રહેલા જીવો ધર્મના અર્થી બને તો તેઓ મનુષ્યપણાને જ ઇચ્છતા હોય છે. કારણ કે મનુષ્યપણામાંથી જ મોક્ષની સાધના કરી, સાધુ થઇ મોક્ષે જવાય છે. આ મનુષ્યપણામાં પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે. તેનું કારણ અજ્ઞાનથી માંડીને કુતૂહલવૃત્તિ સુધીના તેર કાઠિયા છે : એ વાત આપણે જોઇ ગયા. હવે જેઓ આ કાઠિયાને દૂર કરીને ધર્મશ્રવણ કરવા માટે તૈયાર થાય તેઓ પણ અજ્ઞાનના કારણે, મિથ્યાદૃષ્ટિ - કુદૃષ્ટિઓનાં શાસ્ત્રોના શ્રવણના કારણે કે પાખંડી વગેરેના પરિચયના કારણે તારક એવા જિનધર્મ પ્રત્યે શ્રદ્ધાને કરી શકતા નથી. અન્યદર્શનકારો કે કુદર્શનકારો લોકોને આકર્ષવા માટે ભગવાનની વાત કરે, પણ પછી પોતાની વાત શરૂ કરે અને એમાં મુગ્ધ લોકો ફસાઇ જાય. ધર્મનું શ્રવણ ધર્મની શ્રદ્ધા પેદા કરવા માટે છે, આ વસ્તુ જ વીસરાઇ ગઇ છે ને ? જેઓ શ્રદ્ધા પેદા કરવા માટે શ્રવણ ન કરે, તેઓ શાસ્ત્રના નામે પણ પોતાનો જ ટટ્ટ ચલાવ્યા કરવાના. આજે અમારે ત્યાં સાધુભગવંતો પણ બોલવા માંડ્યા કે “સાધુપણામાં જ ધર્મ થાય – એવું નથી, ગૃહસ્થપણામાં પણ ધર્મ કરી શકાય છે...' આવું સાંભળે તેને સાધુધર્મ પ્રત્યે શ્રદ્ધા થવાનું કોઇ કારણ જ નથી. તેથી સાધુધર્મ પ્રત્યે શ્રદ્ધા કરાવે એવું શ્રવણ દુર્લભ છે - એ સમજાય છે ને ? ચારિત્ર વિના મુક્તિ નથી – એવું બોલનાર ગૃહસ્થપણામાં પણ ધર્મ કરી શકાય - એવું કઇ રીતે માની કે બોલી શકે ? ધર્મ કરતી વખતે, અધર્મ તરફ નજર નથી જતી. તેથી અશુદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા થાય છે. ભગવાને જે ધર્મ બતાવ્યો છે તે શુદ્ધ ધર્મ બતાવ્યો છે, આપણે આપણી ઇચ્છા વગેરેના કારણે ધર્મને અશુદ્ધ બનાવવાનું કામ કર્યું છે. ભગવાને માત્ર ધર્મ કરવાનો ઉપદેશ નથી આપ્યો, આજ્ઞા મુજબ ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. આપણે ધર્મ કરવાની વાત તો માનીએ છીએ પણ આજ્ઞા પાળવાની વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૩