________________
ઉપયોગ મૂક્યો ન હતો તેથી ભૂલ થઇ માટે મિચ્છામિ દુક્કડં આપવું પડ્યું. તેમણે ઉપયોગ મૂક્યો ન હતો તેનું કારણ એ હતું કે ભગવાન સાક્ષાદ્ હાજર હતા. કેવળજ્ઞાની હાજર હોય તો શ્રુતજ્ઞાનનો ઉપયોગ શા માટે મૂકવો પડે ? આપણે તો એટલી જ વાત કરી છે કે શાસ્ત્રના ઉપયોગ વિના બોલવું નહિ અને શાસ્ત્રના ઉપયોગપૂર્વક બોલ્યા પછી કોઇની શેહશરમમાં આવીને ફરી જવું નહિ. તમારે પ્રજ્ઞા મેળવવી છે કે અજ્ઞાની રહેવું છે?
સ૦ અજ્ઞાની જ્ઞાનીનું અનુકરણ કરે તો ચાલે ને ?
દરિદ્રી શ્રીમંતનું અનુકરણ કરે તો ચાલે કે જાતે પૈસા કમાવવા માટે જવું પડે ? અને તમે જે અનુકરણની વાત કરો છો એ ખોટું છે. મહાપુરુષોનું અનુકરણ નથી કરવાનું, અનુસરણ કરવાનું છે. અનુકરણ એટલે તેમની નકલ કરવી. તેમણે જે કર્યું હોય તે કરવું તેનું નામ અનુકરણ. જ્યારે મહાપુરુષોએ જે કરવાનું કહ્યું હોય તે કરવું, તેમની પાછળ મોક્ષમાર્ગે જવું તેનું નામ અનુસરણ. કુમારપાળમહારાજાનું અનુસરણ કરાય પણ તેમનું અનુકરણ ન કરાય. કુમારપાળમહારાજે જેવું ગુરુપારતંત્ર્ય કેળવ્યું તેવું કેળવવાનો પ્રયત્ન કરવાનો, પણ કુમારપાળમહારાજા થઇને આરતી ઉતારવા ન જવું. કોઇ ઉતારતું હોય તો તેવા પ્રસંગમાં હાજરી ન આપવી. જે શાસ્ત્રીય વિધિ ન હોય તેમાં ભાગ ન લેવો. પછી ભલે ને વેવાઇનો પ્રસંગ હોય ! સંસારના સંબંધો સંસારપૂરતા મર્યાદિત રાખવા, ધર્મસ્થાનમાં ન લાવવા. સ૦ અંજનશલાકામાં મા-બાપની સ્થાપના કરાય છે ને ?
જેટલું વિહિત હોય તેટલું કરવાની છૂટ. જોકે એ વિષય પણ વિવાદાસ્પદ છે. એક સારા વિધિકાર હતા. તેમણે કહ્યું હતું કે અંજનિવિધમાં મા-બાપની સ્થાપનાનું વિધાન નથી. પાંચ કલ્યાણકની ઉજવણી સામાન્યથી મંત્રોચ્ચારપૂર્વક કરવાની છે, સ્ટેજ પ્રોગ્રામ તો પાછળથી શરૂ થયા છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પાસે પેલો શ્રાવક છેલ્લી ઘડીએ પ્રતિમાજી લઇ આવ્યો તો એની અંજનવિધિ કરાવી આપી ને ?
અત્યારે આ અટકાવવાનું અમારું સામર્થ્ય નથી, માટે ચલાવી લઇએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૨
છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે મૂળવિધિનું સ્થાપન ન કરી શકાય ત્યાં સુધી અવિધિવાળા કે વિધિ વગરના અનુષ્ઠાનનું ઉત્થાપન ન કરવું.
આ અજ્ઞાનપરીષહમાં સાધુ વિચારે છે કે જો હું શાસ્ત્રના ભાવોને, ધર્મની કલ્યાણકારિતા આદિને સાક્ષા૬ જોઇ-જાણી શકતો નથી તો મેં જે વિરતિ લીધી તે નકામી ગઇ અને મૈથુનથી વિરામ પામ્યો તે પણ કામ ન લાગ્યું... આવા પ્રકારની અતિ સાધુ ન કરે. અહીં એટલું યાદ રાખવું કે અવિરતિમાં જવાની ઇચ્છાથી આવી વિચારણા નથી કરતા, કેવળજ્ઞાનને પામવાની ઇચ્છાથી જ આવા પ્રકારની અતિ થાય છે, છતાં શાસ્ત્રકાર એવી ઇચ્છા રાખવાની ના પાડે છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ફળની પ્રત્યે અકાળે ઔત્સુક્ય (ઉત્સુકતા) રાખવું તે પણ તત્ત્વતઃ-પરમાર્થથી આર્દ્રધ્યાનરૂપ છે. મોતિયાનું ઓપરેશન થયા પછી ડૉક્ટર કહે ત્યારે જ વાંચન શરૂ કરવાનું, જો વાંચવાની ઉત્સુકતા રાખે અને પાટો ખોલી-ખોલીને વાંચ્યા કરે તો આંખ બગડે ને ? તે જ રીતે અહીં પણ સમજવું. સ૦ સાધુપણામાં એકે ઇચ્છા નહિ રાખવાની ? ચેલાની ઇચ્છા રખાય
ને ? આચાર્યપદની ઇચ્છા રાખી શકાય ને ?
સાધુ; પદની પણ ઇચ્છા ન રાખે, ચેલો કરવાની પણ ઇચ્છા ન રાખે, ચેલા બની રહેવાની ઇચ્છા રાખે. જે શ્રુતજ્ઞાન ભણવાનું છે તે પણ પદ મેળવવા માટે નહિ કેવળજ્ઞાન પામવા માટે મેળવવાનું છે. ઔદિયકભાવને પ્રાપ્ત કરવા માટે કોઇ પણ પ્રકારના ક્ષયોપશમભાવને ઇચ્છાય નહિ. જ્ઞાન આજીવિકા માટે નથી મેળવવાનું, માન-સન્માન માટે નથી મેળવવાનું, આચાર્યાદિ પદ પામવા માટે પણ નથી મેળવવાનું. જ્ઞાન તો એક માત્ર ક્ષાયિકભાવની વિરતિ અને ક્ષાયિક ભાવના જ્ઞાન-કેવળજ્ઞાનને પામવાની ઇચ્છાથી ભણવાનું છે. કેવળજ્ઞાનની ઇચ્છા પણ ઔત્સુક્યના ઘરની ન જોઇએ તો બીજી ઇચ્છાનો તો અવકાશ જ ક્યાં છે ? અહીં વિશે પદમાં પ્રાણાતિપાતાદિ પાંચે આશ્રવથી વિરામ પામવાની વાત આવી ગઇ હોવા છતાં મૈથુનથી વિરામ પામવાની વાત પાછી જુદી જણાવી છે, તેનું કારણ એ છે કે ચોથા મહાવ્રતનું પાલન દુષ્કર છે. આટલું દુષ્કર વ્રત પણ સારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૩