SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તું વાચન સારી આપે છે, તારું શ્રુતજ્ઞાન અપ્રતિમ છે, સમજાવવાની પદ્ધતિ પણ સારી છે, અઘરા પદાર્થોને પણ સહેલા કરીને સમજાવે છે. પરંતુ તું જે જ્ઞાનનો ગર્વ કરે છે તે સારું નથી.’ આ પ્રમાણે કહીને નદીની રેતી એક પ્યાલામાં શિખા સુધી ભરીને મંગાવી. પછી તે રેતી એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમ કરતાં દસ પ્યાલામાં નાંખી. એમ નાંખતા વચ્ચે વચ્ચે થોડી રેતી ઊડી જવાથી, ઢોળાવાથી દસમા પ્યાલામાં પહેલા પ્યાલા કરતાં ઘણી ઓછી રેતી આવી. આ પ્રમાણે બતાવીને જણાવ્યું કે નદીના કિનારે જે રેતી છે એના જેવું જ્ઞાન ભગવાન પાસે હતું. તેમાંથી ગણધરભગવંત પાસે પ્યાલા જેટલું આવ્યું. કારણ કે ભગવાન એક સમયમાં જેટલું જાણે છે તેટલું આખી જિંદગીમાં બોલી શકતા નથી. શ્રી ઋષભદેવ ભગવાનનો લાખ પૂર્વનો કેવળીપર્યાય હોવા છતાં તેમાં બધું બોલી શકતા નથી. કારણ કે વાણી ક્રમવર્તી છે, “અ” પછી ‘આ’ બોલાય, ‘આ’ પછી ‘ઇ' બોલાય. ‘કુ’ પછી ‘ખુ' બોલાય બે વ્યંજન કે બે સ્વર સાથે બોલી ન શકાય. ક્રમસર બોલવા પડે અને આયુષ્ય મર્યાદિત છે. જ્યારે શેય પદાર્થો અનંતાનંત છે. તેથી ભગવાન જેટલું જાણતા હતા તેનાથી અનંતમા ભાગે બોલ્યા, તેના અનંતમા ભાગે ગણધરભગવંતોએ શ્રુતમાં નિબદ્ધ કર્યું અને ગણધરભગવંતો પાસેથી તેમના શિષ્યપ્રશિષ્યના ક્રમે આપણા સુધી આવ્યું. તેમાં તો ઘણું ચળાઇ ગયું છે. તેથી આપણને જે જ્ઞાન મળ્યું છે તેના કરતાં ઘણું બધું બાકી છે. “મારા જેવો પંડિત બીજો કોઇ નથી’ - આવો ગર્વ કરવો જ્ઞાનીને ન શોભે. કારણ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ તો તરતમભાવે જ હોય છે, તેની પરાકાષ્ઠા નથી. આ પ્રમાણે સાંભળીને સાગરાચાર્યે પોતાના ગર્વની પણ આલોચના કરી. અહીં કાલિકસૂરિજીએ જે રીતે પ્રજ્ઞાપરીષહ જીત્યો અને સાગરાચાર્યે જે રીતે પહેલાં પ્રજ્ઞાપરીષહ જીત્યો નહિ પણ પાછળથી જીત્યો તેમ દરે કે પ્રજ્ઞાપરીષહ જીતવો જોઇએ. (૨૧) અજ્ઞાનપરીષહ : પ્રજ્ઞાપરીષહ પછી અજ્ઞાનપરીષહ જણાવ્યો છે. પ્રજ્ઞાપરીષહ અને અજ્ઞાનપરીષહ બે જુદા છે. પ્રજ્ઞાપરીષહમાં બે વાત ૩૮૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર હતી કે પ્રજ્ઞા-બુદ્ધિ ન મળ્યાનો ખેદ ન કરવો અને પ્રજ્ઞા-બુદ્ધિ મળ્યાનો ગર્વ ધારણ ન કરવો. જેઓ પ્રજ્ઞા ન મળ્યાની અરતિ કરે છે અને પ્રજ્ઞા મળ્યા પછી ગર્વને ધારણ કરે છે તેઓએ પ્રજ્ઞાપરીષહ જીત્યો નથી - એમ માનવું પડે. જયારે અજ્ઞાનપરીષહમાં જ્ઞાન ન મળ્યાની અરતિ થાય છે, અને તેને ટાળવાની વાત છે. પ્રજ્ઞાપરીષહમાં આપણી પાસે પ્રજ્ઞા ન હોવાથી આપણે લોકોને જીવાદિ તત્ત્વોના વિષયમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપી શકતા નથી તેનું દુ:ખ હોય છે. જયારે અજ્ઞાનપરીષહમાં જ્ઞાનનું-સંયમનું ફળ જે કેવળજ્ઞાન છે તે ન મળ્યાનું દુ:ખ હોય છે. આપણને પ્રજ્ઞાની પણ જરૂર નથી અને જ્ઞાનના ફળની પણ જરૂર નથી ને ? એટલે આપણને પ્રજ્ઞાપરીષહ પણ નડવાનો નથી અને અજ્ઞાનપરીષહ. પણ નડવાનો નથી – ખરું ને? જયાં સુધી અજ્ઞાન ટળે નહિ અને સંયમના ફળરૂપ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી અજ્ઞાનના યોગે સંયમ નકામું જાય છે એવો જો ખેદ થાય તો સંયમના પાલનથી ભ્રષ્ટ થવાનો વખત આવે. તેથી જ આ અજ્ઞાનપરીષહ જીતવાનો ઉપદેશ આપ્યો છે. પ્રજ્ઞા એ કારણ છે અને જ્ઞાન એનું કાર્ય છે. કારણ ન મળ્યાની અરતિના કારણે સંયમને હારી ન જઇએ તે માટે પ્રજ્ઞાપરીષહ જણાવ્યો અને કાર્ય ન મળ્યાની અરતિના કારણે સંયમને હારી ન જઇએ તે માટે અજ્ઞાનપરીષહ જીતવાનો જણાવ્યો. આજે આપણને પ્રજ્ઞા ન મળે તો કાંઇ અટકતું નથી ને ? કોઇ પૂછે તો જવાબ આપતાં આવડવો જ જોઇએ ને ? આ તો સમજયા વગર બોલ્યા કરે અને બોલ્યા પછી ફરી જાય ! આવાને પ્રજ્ઞાની કિંમત સમજાઈ નથી – એમ માનવું પડે ને ? આજે નિયમ આપું કે શાસ્ત્ર સમજ્યા વગર બોલવું નહિ અને શાસ્ત્રના ઉપયોગપૂર્વક બોલ્યા પછી ફરવું નહિ. સ) છદ્મસ્થ છે, ભૂલ થાય તો મિચ્છામિ દુક્કડ આપવું જોઇએ ને ? ગૌતમસ્વામી મહારાજે આનંદ શ્રાવકને આપ્યું હતું ને ? ' છદ્મસ્થની ભૂલ થાય છે તે ઉપયોગ ન રાખવાના કારણે થાય છે. જે ઉપયોગ રાખે તેની ભૂલ ન થાય અને ભૂલ ન થાય તો મિચ્છામિ દુક્કડ આપવાનો વખત જ ન આવે. શ્રી ગૌતમસ્વામીજી મહારાજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૮૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy