________________
છે. જેમ જેમ ભણીએ તેમ તેમ જ્ઞાનાવરણીયની ઉદીરણા થાય અને કર્મ તૂટવા માંડે. જે ભણે નહિ અને અજ્ઞાન નડે છે - એની ફરિયાદ કરે તે તો બનાવટ કરે છે. આરાધના કરે નહિ ને વિરાધના થાય છે - એની ફરિયાદ કર્યા કરે તે વિરાધનાથી બચી નહિ શકે. ભણવાના કારણે જ્ઞાન મળે કે ન મળે , જ્ઞાનાવરણીયકર્મ તો ચોક્કસ તૂટે છે, અજ્ઞાન દૂર થાય જ છે. એ રીતે તમે પણ બોલો કે “દીક્ષા મળે કે ન મળે, ચારિત્રમોહનીય ખપાવીને જવું છે.” ચારિત્રમોહનીયકર્મ ખપાવવા માટે અવિરતિ ભોગવવાનું માંડી વાળવું પડશે. રોગ નાબૂદ કરવો હોય તો અપશ્યનો ત્યાગ કરવો જ પડે ને ? આજે અમારા મુમુક્ષુઓ કે ધર્માત્મા પણ વિરતિ મેળવવા માટે પુરુષાર્થ કરે છે પણ અવિરતિ ટાળવાનો પુરુષાર્થ નથી કરતા. પૌષધ કરે છતાં મોટું તો અનુકૂળતા ભોગવવા તરફ જ હોય. સ0 અનુકૂળતા એ અવિરતિ ?
અનુકૂળતાને અનુસરવું એ સંસારનો માર્ગ છે અને પ્રતિકૂળતાને અનુસરવું એ મોક્ષનો માર્ગ છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે કે અનુસ્રોત એ સંસાર છે અને પ્રતિસ્રોત એ મોક્ષ છે. અનુકૂળતાનું અર્થીપણું એ સંસારનો માર્ગ છે અને એ જ અવિરતિ છે. જ્યારે પ્રતિકૂળતા ભોગવવાની તૈયારી એ તો મોક્ષનો માર્ગ છે, એ જ વિરતિ છે. આ તો ઉપાશ્રયમાં હવા-ઉજાસ ન હોય તો ય ફરિયાદ કરવા બેસી જાય કે આ તે કેવો ઉપાશ્રય બંધાવ્યો છે ? આરાધનાની અનુકૂળતા શેમાં છે ? પવન આવે એમાં કે પવન ન આવે એમાં ? સ0 બાળજીવોને એવો વિચાર આવે તો તેમના માટે સારો ઉપાશ્રય
બંધાવવો જોઇએ ને ?
તમે અનુકૂળતાના અર્થીને બાળ કહો છો – એ વ્યાખ્યા જ ખોટી છે. શાસ્ત્રમાં ક્યાંય બાળજીવને સંસારના સુખના અર્થી કહ્યા જ નથી. બાળજીવો પણ ધર્મના જ અર્થી હોય છે. માત્ર બાળ-અજ્ઞાન હોવાથી તેઓ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકતા નથી. માત્ર બાહ્ય આચારને જોઈને ધર્માત્મા માનવાનું કામ બાળજીવો કરે છે. શ્રી ષોડશકગ્રંથમાં બાળ, ૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મધ્યમ, પંડિતની વ્યાખ્યા આપી છે. તેમાં ક્યાંય સુખના અર્થીની વાત કરી જ નથી, વાત તો મોક્ષના અર્થીની જ છે. માત્ર અજ્ઞાનને લઈને તેને બાળ કહ્યા છે. આપણે ત્યાં બાળજીવો પણ સાચા બાળ નથી, બનાવટી બાળ છે. જે બનાવટી રુદન કરે તે બાળકને છાનું રાખી શકાય ? તેમ બનાવટી બાળને મધ્યમ કે પંડિત બનાવી ન શકાય. દેશના સુખના અર્થીને અનુકૂળતા આપવા માટે નથી આપવાની, સુખ છોડાવવા માટે, સુખનું અર્થીપણું છોડાવવા માટે દેશના આપવાની છે. કડવી દવા પાવા માટે સાકર આપવી પડે, પરંતુ પહેલાં દવા પીવાની, પછી સાકર આપવાની. આ બાળજીવો તો એવા છે કે સાકર ખાઇને જતા રહે. સાચા બાળને તો દેશના દ્વારા મધ્યમ બનાવી શકાય. કારણ કે તે છે તો ધર્મનો જ અર્થી, માત્ર બાહ્ય લિંગને આશ્રયીને ધર્મ માને છે. તેવાને લિંગના બદલે આચારવિચાર જોવાનું જણાવીને મધ્યમ બનાવી શકાય અને મધ્યમને તત્ત્વની વિચારણા કરતો બનાવીને પંડિત બનાવી શકાય. આજની દેશનાપદ્ધતિ તો સુખના અર્થીને સુખના લાલચુ બનાવે એવી છે. સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપનારા તો બાળજીવોને પણ સંસારના અર્થી | બનાવનારા છે. સુખ માટે ધર્મનો ઉપદેશ આપવાની જરૂર નથી. સુખ છોડવા માટે ધર્મનો ઉપદેશ આપવાની જરૂર છે. આજના પંડિતો લોકોને ઊંધું તત્ત્વ સમજાવે છે. આમ લોકોને ઊંચું તત્ત્વ સમજાવે, પણ જ્યાં હોય ત્યાંથી ખસે નહિ. ‘નાતથ દ મૃત્યુઃ ' (જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે) એમ સંસ્કૃતમાં સમજાવે. પણ પોતે જાતે ન સમજે. હવે જાતને સમજાવવાનો વખત આવી ગયો છે, લોકોને સમજાવવાનું માંડી વાળો. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આરોગ્ય નથી વધવાનું, રોગ જ વધવાનો છે. મરવાનું તો ગૃહસ્થપણામાં પણ છે જ, તો સાધુપણામાં મરવાનો શું વાંધો છે ? મરવાની અનુકૂળતા સાધુપણામાં સારી છે કે ગૃહસ્થપણામાં ?
બાળજીવો ધર્મના વિષયમાં અજ્ઞાન હોવા છતાં અર્થીપણામાં ખામી નથી હોતી. શાસ્ત્રમાં તો કહ્યું છે કે મોક્ષની ઇચ્છાથી જો અશુદ્ધ ક્રિયા કરવામાં આવે તોપણ તે આત્મશુદ્ધિનું કારણ બને છે. કોઇના કહેવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭૫