SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હિત જોવાનું કે પોતાનું દુઃખ ?! પાલકને તો સ્કંધકાચાર્યને જેટલી વધારે પીડા અપાય એટલી આપવી જ હતી. તેથી પહેલા નાના સાધુને જ પીલવા માટે નાંખ્યા. તે વખતે પણ અંધકાચાર્ય પાછા સ્વસ્થ થઇ ગયા અને નાના સાધુને પણ સારામાં સારી નિર્ધામણા કરાવી. નાના સાધુ પોતે સ્વસ્થ હોવાથી સમતાપૂર્વક ઉપસર્ગ વેઠીને કેવળજ્ઞાન પામીને મોક્ષે જતા રહ્યા. અંતે અંધકાચાર્યનો વારો આવ્યો. ત્યારે તેમની ધીરજ ખૂટી ગઇ. પાલકે પોતાનું કહેલું છેલ્લે ન માન્યું એટલે ગુસ્સો આવ્યો. એ ગુસ્સામાં નિયાણું કર્યું કે “જો અહીંથી મરીને દેવ થઉં તો આ આખા નગરને ઉજજડ કરું.’ તેમને પીલતી વખતે તેમનો ઓઘો લોહીથી ખરડાયેલો બહાર પડ્યો હતો. તે એક પક્ષીએ માંસનો લોચો સમજીને ઉપાડ્યો અને જયાં તેમની બહેન પુરંદરયશા હતી ત્યાં નાંખ્યો. તે જોતાંની સાથે રાણી સમજી ગઈ કે રાજાના કારણે આ ભાઇ મહારાજ વગેરે સાધુઓ હણાયા છે. તેથી પોતાના પતિ પ્રત્યે ફિટકાર વરસાવતાં કહ્યું કે – “હે પાપિઠ ! તારું તો શું થશે – ખબર નથી, જે થવાનું હશે તે થશે, પણ હું તો આ સંસારથી વૈરાગ્ય પામીને દીક્ષા લેવા જઉં છું.’ આ રીતે ચારિત્રના પરિણામ જોઇને ત્યાં નજીકમાં રહેલા દેવે તેને ઉપાડીને શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પાસે લાવીને મૂકી. ત્યાં તેણે ચારિત્ર લીધું. અંધકાચાર્ય ત્યાંથી મરીને વ્યંતર થયા. ત્યાં જતાંની સાથે પૂર્વભવનું વૈર યાદ કર્યું અને એ આખા નગરને ઉજજડ બનાવ્યું. આજે પણ તે દંડકારણ્ય તરીકે ઓળખાય છે. અહીં જે રીતે આ સાધુઓએ વધપરીષહ સહન કરીને કેવળજ્ઞાન મેળવ્યું એ રીતે બધા સાધુઓએ પણ વધપરીષહ સહન કરવો જોઇએ. (૧૪) યાચનાપરીષહ : આક્રોશપરીષહ કે વધપરીષહ આવે જ એવો નિયમ નથી. આવી જાય તો એને વેઠી લેવા પૂરતી આ વાત છે. વધારીષહ વેઠીને જનારા આત્માઓ કરતાં અનશનાદિ સાધના દ્વારા મોક્ષે જનારા મહાત્માઓની સંખ્યા વધારે છે. તેથી વધ કે આક્રોશ પરીષહના કાલ્પનિક ભયથી સાધુપણાથી ઊભગી જવાની જરૂર નથી. દુઃખ આવે તો વેઠી લઇશું એ વાત નક્કી, પણ આવું દુ:ખ આવ્યા પછી તે વેઠી નહિ શકાય – એવો ૩૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભય અત્યારથી રાખીને ચિંતા માથે લઇને ફરવાની જરૂર નથી. જે દુઃખ આવવાનું જ છે તેને ટાળવા માટે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તોય તે ટળવાનું જ નથી તો શા માટે આટલો ભાર સાથે રાખીને ફરવું ? આ તો પૈસો ગયા પછી માનસિક તાણનો એવો અનુભવ કરે કે લગભગ સૂનમૂન થઇને ફરે. આટલી બધી અરતિ શા માટે કરવી ? જે બુદ્ધિશાળી માણસ હોય તેને આવેલી વસ્તુ ગયાનું દુઃખ ન થાય. આમ તમે બુદ્ધિશાળી ખરા પણ મૂર્ખ છો. ડાહ્યા તો તેને કહેવાય કે જે બુદ્ધિનો ઉપયોગ કરે. જે વખતે જે અવસ્થા હોય તેને વધાવી લેવાની, ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનની સાધના શા માટે ગુમાવવી ? સાધુભગવંત ભવિષ્યની ચિંતા ન કરે. શાસ્ત્રમાં આ જ કારણથી “કુફખીસંબલ ભાખ્યા મુનિવર.” આવું વિશેષણ સાધુ માટે વાપર્યું છે. આવતી કાલના આહારની ચિંતા સાધુ ન કરે. તેમના પેટમાં જે પડ્યું હોય તે જ તેમનું ભાથું હોય છે. અહીં ગ્રંથકારશ્રી જણાવે છે કે વધાદિ પરીષહ આવે ત્યારે વેઠવાના છે. સ0 પરીષહ ઊભા કરી ભોગવવાનું શા માટે કહ્યું ? એ તો એટલા માટે કહ્યું છે કે આપણે પાપ કેટલાં કર્યાં છે તેની ખબર નથી. તેથી અત્યારે જ એ પાપકર્મોનો ઉદય થઇ જાય તો સારું. કારણ કે અત્યારે સમજણ છે, શક્તિ છે, સહન કરવાની વૃત્તિ પણ છે. તો અત્યારે શા માટે વેઠી ન લે ? ભવિષ્યમાં આ બધી અનુકૂળતા નહિ હોય તો આવેલું દુ:ખ ભોગવતાં બીજું નવું દુ:ખ ઊભું થઇ જાય. આથી જ સાધુને સંયમ અને તપનાં કષ્ટો જાતે ઊભાં કરી વેઠવાનું જણાવ્યું. આપણી વાત તો એ છે કે વધાદિપરીષહ આવે તો વેઠવાના. જ્યારે યાચનાપરીષહ તો રોજ આવવાનો છે. સાધુભગવંતને વસ્ત્ર, પાત્ર, પિંડ, વસતિ... આ બધું જ યાચના કરીને જ મેળવવાનું છે. યાચના કર્યા વિના એક પણ વસ્તુ મેળવવાની નથી. ગોચરીએ જતી વખતે દાતા ગમે તેટલો આગ્રહ કરે તોપણ જે વસ્તુનો ખપ હોય તે જ વહોરવાની. ઉત્તમ વસ્તુનો આગ્રહ કરે ને વસ્તુ નિર્દોષ હોય તો પણ જો ખપ હોય તો જ સાધુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૨૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy