SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સ0 કોઇ દેવો કેમ ન આવ્યા ? આ મહાત્માઓનું આયુષ્ય આમ જ પૂરું થવાનું નિયત હતું, તેથી દેવોને ઉપયોગ ન રહ્યો. ઘાણીમાં નાંખવાની તૈયારી કરી તેના પહેલા અંધકાચાર્ય નિર્ધામણા કરતાં જણાવે છે કે – “શરીર અને આત્મા જુદા છે, તો પછી શરીરના નાશમાં શા માટે ખેદ ધારણ કરવો ? અને આ જે ઉપસર્ગ આવ્યો છે તેમાં નિમિત્તભૂત જો કોઈ હોય તો પૂર્વે કરેલાં આપણાં પોતાનાં કર્મો જ છે. જો આપણું કર્મ નહિ હોય તો કોઇ આપણને કાંઇ કરી નહિ શકે અને આપણાં કર્મનો ઉદય હશે તો આપણા ઘરના લોકો પણ આપણી હત્યા કરનારા બનશે.' આનો તો અનુભવ આપણને છે ને ? આપણા ઘરના આપણું કહ્યું માનતા ન હોય અને ઉપરથી આપણી સામે થતા હોય તો તે આપણાં કમનો જ પ્રભાવ છે ને ? પૈસા ખાતર સગા બાપની હત્યા કરવાના બનાવો પણ સાંભળવા મળે ને ? ‘આવા ઉપસર્ગ વખતે મહાપુરુષોને કર્મ જાય છે : એનો આનંદ હોય છે... - એમ સ્કંધકાચાર્ય સમજાવે છે. ઓપરેશનમાં લોહી જાય તો ચિંતા ન હોય ને ? ઉપરથી રોગ ગયાનો આનંદ હોય ને ? અને તપ કરતાં વજન ઘટે તો ચિંતા થાય - ખરું ને ? આજે નહિ તો કાલે દુ:ખ આવવાનું જ છે – એમ સમજીને દુ:ખ ભોગવવા તૈયાર થઇ જવું છે. ક્યારે, કયા સંજોગોમાં કેટલું દુ:ખ આવવાનું છે – તેની આપણને ખબર નથી. તેથી દુ:ખનો ડર કાઢી નાંખવો છે. આગળ જણાવે છે કે “કર્મહત્યા માટે તૈયાર થયેલ સજજનોને ઉપસર્ગ દુઃખ માટે નથી થતા, આનંદ માટે થાય છે. અવશ્ય નાશ્ય એવા શરીર માટે બીજા ઉપર કોપ કરીને પોતાના આત્માનો કે આત્મગુણોનો નાશ શા માટે કરવો ?” આ વસ્તુ તમારે કે અમારે બરાબર યાદ રાખવાની જરૂર છે. ગુસ્સો કરવાથી આપણા જ્ઞાનાદિ અત્યંતર ધનનો નાશ થાય છે. તમે પણ શું કરો ? બે ભાગીદાર ઝઘડતા હોય પણ કોઇ મોટો ઘરાક આવી જાય તો બંને ઝઘડતા બંધ થઇ જાય ને ? ગુસ્સો કરવાથી આપણા જ્ઞાનાદિ નાશ પામે છે - એવું માને તે ગુસ્સો કરી શકે ? મરણાંત કષ્ટ આવ્યા પછી પણ મહામુનિઓ ગુસ્સો કરતા નથી. આપણને મરણ જેવું કષ્ટ તો નથી આવ્યું ને ? તો શાના આટલો ગુસ્સો કરીએ છીએ ? કોઈ જાતનો ખુલાસો પણ કરવો નથી. બીજા આપણને દોષિત માને તો ભલે માને, આપણે બચાવ કરવો નથી. ભગવાન ના પાડે છે. માટે બોલવું નથી. બોલવાથી આપણા ગુણો નાશ પામે છે, માટે પ્રતિકાર કરવો નથી, આ બાજુ અંધકાચાર્ય એક એકને નિર્ધામણા કરાવે છે, પાલક એક એકને પોલતો જાય છે. લોહીના ફુવારા ઊડે છે, ચરબીનો કાદવ થાય છે, હાડકાંનો ઢગલો થાય છે. પણ કોઇ સાધુ ધીરજ ગુમાવતા નથી. દરેક સાધુ કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. સ0 કોઇને સહેલાઇથી કેવળજ્ઞાન મળે ને કોઇને આ રીતે મળે ! તમારે ત્યાં પણ એવું જ છે ને ? કોઇને સહેલાઇથી પૈસો પુષ્કળ મળે છે ને કોઇને મજૂરી કરીને માંડ પેટ ભરાય છે, તો શું કરવું ? પૈસા વગરના રહેવું કે મહેનત કરવી ? ભરતમહારાજા પૂર્વભવમાં પાંચસો સાધુની વૈયાવચ્ચ કરીને આવેલા તો સહેલાઇથી કેવળજ્ઞાન પામ્યા. આજે તો બે સાધુની વૈયાવચ્ચ માટે પણ વારા બાંધવા પડે ને ? આપણે ગયા ભવમાં આરાધના નથી કરી તો આ ભવમાં કરી લેવી છે. આરાધના કર્યા વિના તો કોઇનો નિતાર થયો નથી ને થવાનો નથી. આ રીતે ચારસો અઠ્ઠાણું સાધુઓને પીત્યા પછી છેલ્લે એક નાના સાધુનો વારો આવ્યો ત્યારે સ્કંધકાચાર્યે કહ્યું કે આ નાના સાધુને પિલાતો હું નહિ જોઇ શકું તેથી પહેલાં મને પીલી નાંખ. આ રીતે પોતાની માનસિક પીડાનો વિચાર આવ્યો ત્યારથી વિરાધકભાવની શરૂઆત થવા માંડી. સ, આ તો નાના સાધુ પ્રત્યેની દયાનો ભાવ કહેવાય ને ? આ તો દ્રવ્યદયા છે, તેમણે નાના સાધુની ભાવદયાનો વિચાર ન કર્યો. નહિ તો એમ વિચાર આવત કે - “મારા ગયા પછી, આને નિર્ધામણા કોણ કરાવશે ?’ નાના સાધુને તો ઉપરથી નિર્ધામણાની જરૂર વધારે હોય ને ? છતાં પોતાને એ દુઃખ જોતાં અસહ્ય પીડા થશે – એ કલ્પનાથી જ પહેલાં પોતાને પીલવાનું કહ્યું હતું. આવા વખતે સામાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૧૯ ૩૧૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy