SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાધુ વિચારે છે કે – આ લોકો નિંદા કરીને આનંદ પામે છે તો ભલે આ રીતે પણ મારી ઉપર અનુગ્રહ કરે છે. ઘણા લોકો બીજાને ખુશ કરવા માટે પરસેવો પાડીને મેળવેલું ધન પણ છોડે છે. જ્યારે હું આ રીતે પણ લોકોના આનંદમાં નિમિત્ત બન્યો, આમ મારાથી સંતુષ્ટ થયેલા લોકો મારા પર અનુગ્રહ કરે છે... આની સાથે એ પણ વિચારે છે કે આક્રોશ કે નિંદા વગેરે કરનારાઓ ઉપર જેઓ આક્રોશ કરે છે તે ધર્મથી ભ્રષ્ટ થયેલા બાળજીવો છે, જેઓ આવા વખતે પણ ધર્મમાં સ્થિર રહે છે તેઓ જ પંડિતજન છે... ઇત્યાદિ વિચારણાથી છ મહિના સુધી છઠના પારણે છઠ કરી આ ઉપસર્ગ-પરિષદને સહન કરીને તે મુનિ કેવળજ્ઞાન પામ્યા અને ઘણા જીવોને પ્રતિબોધીને મોક્ષમાં ગયા. આ પ્રમાણે સર્વ સાધુભગવંતોએ આક્રોશપરીષહ વેઠવો જોઇએ. આજે સમ્યજ્ઞાનનો – જ્ઞાનપંચમીનો દિવસ છે. આપણે ત્યાં સમ્યજ્ઞાનની કિંમત સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રને લઇને છે. આ જ આશયથી આપણે સમ્યફચારિત્રનું જેમાં વર્ણન છે એવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં વ્યાખ્યાન શરૂ કર્યા છે. આપણને સમ્યકુચારિત્રની જરૂર નથી માટે જ્ઞાન ભણીએ છીએ કે સાધુ થવા માટે જ જ્ઞાન ભણીએ છીએ ? તમને ચારિત્ર જો ઇતું નથી તેથી જ ભણવા માટે અમેરિકા ને ઓસ્ટ્રેલિયા જાઓ છો ને ? જ્ઞાનની કિંમત તો તમને સમજાઈ જ છે, એ સમજાવવાની જરૂર નથી. એ જ્ઞાનનું જે ફળ છે તેની કિંમત સમજાવવાની જરૂર છે. જેને ચારિત્રની જરૂર ન હોય એવાને જ્ઞાનની કિંમત સમજાઇ નથી. આજે ભણનારાનું લક્ષ્ય પણ પરીક્ષામાં પાસ થવાનું જ છે ને ? વ્યવહારિક શિક્ષણમાં પરીક્ષા પદ્ધતિ છે, કારણ કે ત્યાં થોડા જ્ઞાનથી ચાલે છે. પાંત્રીસ ટકાએ પાસ કરવાની ત્યાં વાત છે, આપણે ત્યાં તો સો ટકા રિઝલ્ટ જોઇએ. આગળ વધીને એક પણ વસ્તુ ન આવડે તો ન ચાલે. ભણ્યા પછી એક પણ પદ જો ભૂલી જાય તો અતિચાર લાગતો હોય તો પરીક્ષા પદ્ધતિ કઇ રીતે ચલાવાય ? આપણે પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરીએ છીએ - તે આ કારણસર જ કરીએ છીએ. જેટલું ભણીએ એટલું બધું જ આવડવું જ જોઇએ - આટલો આગ્રહ હોવો જ જોઇએ. એક પણ પદ ભૂલી જઇએ તો જ્ઞાનની વિરાધના થાય છે - એવું માનીએ ? પુસ્તકને પગ લાગી જાય તો આશાતના થઇ એમ લાગે, પણ જ્ઞાન ભુલાઇ જાય તો વિરાધના કરી - એવું ન લાગે ને ? ભણવાની શક્તિ હોય છતાં ન ભણે તોપણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે – આટલું માનીએ ? ‘ભણશે નહિ તો ખાશે શું ?' આ ભાવથી નથી ભણવાનું, ‘ભણશે નહિ તો સંસાર છુટશે કઇ રીતે ?' આ ભાવથી ભણવાનું છે. નવું ભણવા માટે પુરુષાર્થ કરવો છે અને ભણેલું યાદ રાખવા માટે પુરુષાર્થ કરવો છે. આપણે બીજી કોઇ આશાતના કરતા હોઇએ કે ન કરતા હોઇએ પણ શક્તિ હોવા છતાં ભણતા નથી અને ભણેલું ભૂલી જઇએ છીએ : આ બે આશાતના ચાલુ જ છે. જેઓ શક્તિ હોવા છતાં એનો ઉપયોગ ન કરે તેને ભવાંતરમાં બિલકુલ શક્તિ ન મળે એવા સ્થાનમાં – સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદમાં જવાનો વખત આવે અને એક વાર નિગોદમાં ગયા પછી અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી જેટલો કાળ ત્યાં નીકળી જાય તો કાંઇ કહેવાય નહિ, આજના દિવસે આટલો સંકલ્પ કરી લેવો છે કે આપણે શક્તિ હોવા છતાં ભણતા નથી – એ જ્ઞાનની વિરાધના છે અને ભણેલું ભૂલી જઈએ છીએ – એ તો બેવડી વિરાધના છે. સ) વાંચવાનું ગમે છે પણ સૂર ગોખવાનો કંટાળો કેમ આવે છે ? મોક્ષમાં જવું નથી માટે. જેને ઇષ્ટ સ્થાને પહોંચવું હોય તેને ડ્રાઇવિંગનો કંટાળો આવે એ ચાલે ? પહેલાં સૂત્ર છે પછી અર્થ છે અને આ સૂત્ર અને અર્થ ભણ્યા પછી ચારિત્ર સુધી પહોંચવાનું છે. જ્ઞાનની આરાધના કરવા પહેલાં જ્ઞાનની આશાતના ટાળવી છે. જેની ઉપર અક્ષર હોય તેવી વસ્તુ પાસે રાખીને ખવાય નહિ, પિવાય નહિ, અશુચિસ્થાનમાં જવાય નહિ. અક્ષરવાળાં વસ્ત્રો પહેરાય નહિ, પહેરાવાય નહિ. નાના છોકરાઓને આવાં વસ્ત્રો પહેરાવીને જનમથી જ જ્ઞાનની આશાતનાના સંસ્કાર શા માટે પાડો છો ? એ લોકો અજ્ઞાન છે, તમે તો જ્ઞાની છો ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦૩ ૩૦૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy