________________
સ્થૂલભદ્રમહારાજાએ કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવાની રજા માંગી. ગુરુભગવંતે પણ રજા આપી. સ0 ગુરુ જ્ઞાની હતા ને ? પૂર્વધરનો કાળ હતો.
પૂર્વધરનો કાળ હોય ત્યારે જ ગુરુ જ્ઞાની હોય એવું નથી. ગુરુ તો કાયમ માટે આપણા કરતાં જ્ઞાની જ રહેવાના. પૂર્વનું જ્ઞાન ભલે ન હોય, પણ ગુરુનું શ્રુતજ્ઞાન, અનુભવજ્ઞાન એ આપણાથી ચઢિયાતું જ હોય ને ? આટલું જો માનતા હો તો આજે નિયમ આપવો છે કે અવિરતિધરનું વ્યાખ્યાન સાંભળવા જવું નહિ. સ0 અમે તો પુસ્તક પણ વાંચીએ.
તમે અવિરતિધરનાં જ નહિ, મિથ્યાત્વીનાં પણ પુસ્તકો વાંચો ને ? કારણ કે તેમને સમ્યગ્દર્શન કે વિરતિ જોઇતી નથી, ખરું ને ? આ બાજુ ગુરુભગવંતની અનુજ્ઞાથી ચારે સાધુભગવંતો ગયા. સ્થૂલભદ્રમહારાજ કોશાને ત્યાં ગયા અને ચાતુર્માસ માટે વસતિની યાચના કરી. કોશા તો એમને જોતાંની સાથે અત્યંત આનંદિત થઇ. પોતાની ચિત્રશાળામાં તેમને ઉતારો આપતાં કહ્યું કે – આ મંદિર જ નહિ, આ શરીર પણ આપનું છે. સ્થૂલભદ્રજીએ તેને સાડાત્રણ હાથ દૂર રહીને જે કાંઇ કરવું હોય તે કરવાનું જણાવ્યું. કોશાએ રાતદિવસ અનેક પ્રકારે નાચગાન, શણગાર વગેરે દ્વારા સ્થૂલભદ્રજીને રીઝવવાનો, ચલાયમાન કરવાનો પ્રયત્ન કર્યો. રોજ એકાસણામાં માદક દ્રવ્યો વહોરાવીને તેમને મદોન્મત્ત બનાવવા પણ પ્રયત્ન કર્યો. પરંતુ તે બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. અંતે કોશાને એમ થયું કે અત્યાર સુધી મેં જે કાંઇ કર્યું તે માણસ આગળ નહિ, પથ્થર આગળ કર્યું. નહિ તો આ માણસ હોત તો ચોક્કસ દ્રવિત થયા વિના ન રહેત. છેવટે કોશાએ પૂછ્યું કે “આપને એવું તે શું પ્રાપ્ત થયું છે કે જેથી આ કશામાં લેવાતા નથી.” ત્યારે સ્થૂલભદ્રમહારાજાએ કોશાને સમ્યક્ત્વાદિ ધર્મ સમજાવીને પ્રતિબોધી અને સમ્યક્ત્વમૂલ બાર વ્રત ઉચ્ચરાવ્યાં. આ રીતે કોશાને પ્રતિબોધીને પોતાના ગુરુ પાસે આવ્યા. પેલા ત્રણ મુનિઓ પણ ચાતુર્માસ પૂર્ણ થયે આવ્યા ત્યારે ગુરુએ તેમને
કહ્યું કે તમે દુષ્કર કાર્ય કર્યું છે. જયારે સ્થૂલભદ્રજીને કહ્યું કે તમે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું. ગુરુની આ પ્રશંસા સાંભળી પેલા ત્રણ મહાત્માને ઈર્ષા જાગી. તેમને થયું કે વેશ્યાને ત્યાં રોજ પ્રણીત આહાર લેવાનો ને ચિત્રશાળામાં આખો દિવસ નાચગાન જોતાં બેસવાનું - એમાં વળી શું દુષ્કર દુષ્કરતા જણાવવાની ? ઇર્ષ્યાથી બીજા ચાતુર્માસમાં સિંહગુફાવાસી મુનિ ગુરુએ ના પાડવા છતાં કોશાને ત્યાં ગયા. પહેલા જ દિવસે ભોગની માંગણી કરી. કોશા સમજી ગઇ કે આ સ્થૂલભદ્રજીની બરાબરી કરવા માટે આવ્યા છે. તેણે કહ્યું ‘અમે તો વેશ્યા છીએ, ઇન્દ્ર આવે તો ય મૂલ્ય વિના ભોગ ન આપીએ.” પેલાએ કાલાવાલા કરી મૂલ્ય લાવવાનો ઉપાય પૂછ્યો. કોશાએ નેપાળદેશના રાજા રત્નકંબલનું દાન કરે છે – તે જણાવ્યું. તેથી તે સાધુ ચોમાસામાં વિહાર કરી નેપાળમાં ગયા. ત્યાંથી રત્નકંબલ લઇને પાછા ફરતા ચોરોએ પકડ્યા. પરંતુ તેની વાસના જોઇને ચોરોને પણ દયા આવી તેથી તેને છોડી દીધો. જેવા પેલા સાધુ રત્નકંબલ લઇ આવ્યા કે તરત કોશાએ તેનાથી પોતાના બે પગ લૂસી બે ટુકડા કરી તેને ખાળમાં નાંખી દીધી. પેલા સાધુ કહે છે કે “આ શું કર્યું ?' ત્યારે કોશાએ કહ્યું કે – ‘તમે તો ત્રણ રત્નો આ રીતે ખાળમાં નાંખ્યાં ને ?' પેલા સાધુ પ્રતિબોધ પામ્યા. ત્યાંથી ગુરુ પાસે જઇ પોતાના પાપની આલોચના કરી અને સ્થૂલભદ્રમહારાજાની પ્રશંસા કરીને શુદ્ધ થયા. આ કથાનકમાં જે રીતે સ્થૂલભદ્રમહારાજે પરીષહ જીત્યો તે રીતે સર્વ સાધુઓએ જીતવો પરંતુ સિંહગુફાવાસી મુનિની જેમ તેને આધીન ન થવું. સ0 સ્થૂલભદ્રમહારાજા તો વાસનાના વાતાવરણમાં પણ ઉપાસના કરી
ગયા, અમે ઉપાસનાના વાતાવરણમાં બેસીએ છતાં વાસના કેમ જતી નથી ?
તેનું કારણ એક જ છે કે આપણે જે ધર્મ કરીએ છીએ તે અધર્મ કાઢવા માટે નથી કરતા, અધર્મ નડે નહિ માટે કરીએ છીએ. પાપ દૂર કરવા માટે ધર્મ કરીએ તો પાપ જાય. પણ પાપ માફ કરવા માટે ધર્મ કરે તેનું પાપ ક્યાંથી જાય ? પાપનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાય છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૯
૨૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર