________________
સ રાત્રે ઊંઘમાં મચ્છર મરી જાય તો ?
રાત્રે આવી વિરાધના કરવાનો પ્રસંગ ન આવે તે માટે તો ચોમાસાના દિવસોમાં રાત્રે જાગવાનું વિધાન કર્યું છે. મચ્છર મરે નહિ તે માટે મચ્છરદાની બાંધવાની છૂટ ન અપાય. આપણે મચ્છરદાની બાંધીએ છીએ તે વિરાધનાથી બચવા માટે કરીએ છીએ - એવું જૂઠું ન બોલવું. વિરાધના તો જાગીને પણ ટાળી શકાય છે. સર્પનો ઉપદ્રવ જે મકાનમાં હોય ત્યાં કારણસર રહેવું પડે તો જાગતા રહો ને ? આપણે જાગવાની તૈયારી નથી અને મચ્છર કરડે એ પાલવે એવું નથી માટે મચ્છરદાની બાંધીએ છીએ - આટલું સાચું બોલતા થઇ જાઓ.
અહીં જણાવે છે કે મચ્છરથી ત્રાસ પણ ન પામવો અને તેનું વારણ પણ ન કરવું, મચ્છર ઉડાડવા નહિ. આ શરીર જેમ આપણું ભોગ્ય છે તેમ એ જીવોનું પણ ભોગ્ય છે - એમ સમજીને એનું વારણ નથી કરવું. ‘ઘણા મચ્છર છે, શ્રાવકો ધ્યાન નથી રાખતા, ધૂપ કરતા નથી...’ વગેરે બોલવું તે ત્રાસ પામ્યાનું સૂચક છે. આપણે તેને ઉડાડવા તો નથી તેમ જ મનમાં પણ તેમની પ્રત્યે દ્વેષ નથી રાખવો. તેઓ જ્યારે લોહી-માંસનું ભક્ષણ કરે ત્યારે તેમની ઉપેક્ષા કરવી.
સ રાત્રે મચ્છર કરડે તો તેમને રાત્રિભોજન કરાવ્યાનું પાપ લાગે ? કરાવવાનું પાપ ત્યારે લાગે કે જ્યારે આપણે એને પ્રેરણા કરીએ. આપણે મચ્છરને બોલાવતા નથી, એ એની મેળે જ આવે છે. આપણે માત્ર એને રોકતા નથી, એમાં આપણી અનુમતિ પણ નથી. આથી જ અહીં ઉપેક્ષા કરવાની વાત કરી છે. તમે મચ્છરના પાપની ચિંતા છોડીને તમારા પાપની ચિંતા કરો. મચ્છરને પાપથી બચાવવા માટે ઉડાડતા નથી, આપણને કરડે છે માટે ઉડાડીએ છીએ - આટલું સરળતાથી કબૂલ કરતાં થાઓ.
કરેલાં કર્મો સ્વસ્થતાથી ભોગવી લઇએ તો એ કર્મોનો અંત આવ્યા વિના ન રહે. પરંતુ આપણે કર્મોને ભોગવવાને બદલે એને એ રીતે ધક્કો મારીએ છીએ કે જેથી કર્મોની પરંપરા ઊભી થાય. સુખના કારણે બાંધેલાં કર્મો દુ:ખ દ્વારા જ નિકાલને પામી શકે - એ વાત તો સ્પષ્ટ છે. આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૦
કર્મની પરંપરાને અટકાવવી હોય તો દુઃખની વણઝારને સ્વીકારી લેવા સિવાય છૂટકો નથી. આ સંસારમાં બાવીસ પ્રકારના પરીષહોને ભોગવવા
માટે તૈયાર થઇ જઇએ તો સંસારનો અંત આવ્યા વિના ન રહે. આપણે દુઃખ ભલે શક્તિ પ્રમાણે ભોગવીએ પરંતુ દુ:ખ ભોગવવાનો અધ્યવસાય પૂરેપૂરો જોઇએ. મહાપુરુષો કર્મના યોગે સુખ ભોગવવાની પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેમનો દુઃખ ભોગવવાનો અધ્યવસાય નાશ નથી પામતો, આપણી જેમ ! આપણે દુ:ખ ભોગવીએ છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય નાશ નથી પામતો ને ? જેને દુઃખ ભોગવવાનો અધ્યવસાય હોય તેને તો દુ:ખ ભોગવવાનો અવસર આવે ત્યારે આનંદનો અનુભવ થાય. કારણ કે આ કર્મનિર્જરાનો અવસર આવ્યો છે - એવું એમને લાગે. ગૃહસ્થપણામાં કર્મનિર્જરાનો અવસર છે કે કર્મબંધનો ? સુખ આવે તે કર્મબંધનો અવસર લાગે અને દુઃખ આવે તે કર્મનિર્જરાનો અવસર લાગે - એનું અહીં કામ છે.
દેશમશકપરીષહ ઉપર અહીં કથાનક જણાવ્યું છે. ચંપાનગરીમાં જિતશત્રુ નામના રાજાને શ્રમણભદ્ર નામનો પુત્ર હતો. આ રાજપુત્રનું જેવું નામ હતું તેવો જ તે હતો. એટલે કે તે શ્રમણપણામાં - સાધુપણામાં જ ભદ્રતા-કલ્યાણકારિતાને માનનારો હતો. આ રાજપુત્ર સાત્ત્વિકશિરોમણિ હતો. અહીં બીજા કોઇ ગુણ ન જણાવતાં સત્ત્વગુણની પ્રશંસા કરી છે. તેનું કારણ એ છે કે દીક્ષા લેવાની આ પરમ યોગ્યતા છે. વૈરાગ્ય કરતાં પણ સત્ત્વ એ ચઢિયાતો ગુણ છે. કારણ કે જો સત્ત્વ નહિ હોય તો વૈરાગ્ય પણ પાછો રાગના સ્થાને ગોઠવાઇ જતાં વાર નહિ લાગે. જેની પાસે દુઃખ વેઠવાનું સામર્થ્ય ન હોય તે સાધુપણામાં ટકી નહિ શકે, એનો વૈરાગ્ય ધોવાયા વિના નહિ રહે. આ શ્રમણભદ્ર રાજપુત્રે એક વાર ધર્મઘોષસૂરિની
દેશના સાંભળી અને એક જ દેશનામાં પ્રતિબોધ પામીને કામભોગથી વિરક્ત થઇને તેમણે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ત્યાર બાદ શ્રુતનો અભ્યાસ કરીને શ્રુતના પારગામી બની ગયા. તમને એમ લાગે કે એક જ દેશનામાં કઇ રીતે પ્રતિબોધ પામ્યા ? પરંતુ એવું આશ્ચર્ય ધરવાની જરૂર નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૧