________________
(૫) દેશમશકપરીષહ : વીતરાગપરમાત્માના શાસનમાં કે કોઇ પણ શાસનમાં સુખ ભોગવીને ધર્મ થતો નથી અને દુઃખ ભોગવ્યા વિના પણ ધર્મ થતો નથી. અન્ય ધર્મીઓ પણ રાજપાટને છોડીને સંન્યાસને સ્વીકારવાની વાત કરે છે, રસ્તે રખડતા થઇને શરીરની કે કપડાની કોઇ ચિંતા ન કરવાની વાત કરે છે. જ્યારે જૈન શાસન તો લોકોત્તર શાસન છે. એ શાસન તો સુખ અને અનુકૂળતાને છોડીને પ્રતિકૂળતા વેઠવાની વાત સ્પષ્ટપણે કરે – એ સમજી શકાય એવું છે. અન્યદર્શનમાં પરલોકના સુખની ઇચ્છાથી ધર્મ કરાય છે. વીતરાગના શાસનમાં તો દુઃખ ભોગવતી વખતે કે સુખ ટાળતી વખતે માત્ર મોક્ષ મેળવવાનો જ ઇરાદો હોય છે. ધર્મ માટે જે જે દુ:ખ ભોગવવાનાં છે તેમાંથી કેટલાંક શરીરસંબંધી છે, કેટલાંક વચનસંબંધી છે, કેટલાક મનસંબંધી છે. આ બધાંનો સમાવેશ બાવીશ પરીષહોમાં કર્યો છે. પાપ આપણે મજેથી કરીએ છીએ ને ?
તો હવે પાપના ઉદયે આવેલું દુ:ખ પણ મજેથી વેઠી લેવું છે. સ૦ દુઃખ કાઢવા માટે તો પાપ કરીએ છીએ.
સાચું કહો છો ? દુ:ખ કાઢવા માટે પાપ કરતા હો તો હજુ માફ કરીએ. પણ તમે અસલમાં દુઃખ ટાળવા માટે નહિ, સુખ મેળવવા માટે પાપ કરો છો. તેની તકલીફ છે. અત્યારે આપણે દુ:ખી નથી છતાં પાપ કરીએ છીએ તો તે આપણી ધારણા મુજબનું સુખ મેળવવા માટે જ પાપ કરીએ છીએ ને ? આજે આટલું વિચારવું છે કે ઇચ્છા મુજબનું જો ન મળવાનું હોય તો ભગવાનની આજ્ઞા મુજબ ત્યાગ કેમ ન કરીએ ? ‘મળ્યું છે માટે ભોગવી લેવું છે’ - એના બદલે ‘ભગવાન ના પાડે છે માટે છોડી દેવું છે' - આટલું નક્કી કરવું છે. ‘મળ્યું છે માટે ભોગવવું છે’ આ અધ્યવસાય આપણને સંસારમાં રાખે છે. જ્યારે ‘ભગવાન ના પાડે છે માટે છોડી દેવું છે’ આ અધ્યવસાય આપણને સર્વવિરતિ તરફ લઇ જાય છે. દુઃખ વેઠવાનો અધ્યવસાય કેળવી જ લેવો છે. આટલી તૈયારી એક વાર થઇ ગઇ હોય તો ઘણી વાર એવું ય બને કે આપણું પુણ્ય આડું આવશે અને આપણને દુ:ખ ભોગવવા નહિ દે. આપણને ખબર
૨૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નથી કે પુણ્ય કેટલું છે ને પાપ કેટલું છે. તેથી આપણે દુ:ખ ભોગવવાની તૈયારી કરી લેવી છે. સાધુસાધ્વીને આહારાદિ મળી જાય તો સંયમની સાધના કરે અને ન મળે તો તપોવૃદ્ધિ કરે. તેથી મળે કે ન મળે - એ બેમાં તેઓને સમભાવ હોય છે. આપણી તો હાલત એ છે કે મળે તો નહિ, પાપ કરીને મેળવવું છે. ‘મળે તો’ નહિ, ‘મેળવીને ભોગવવું છે’ – આ અધ્યવસાય જ હેરાન કરે છે. એના બદલે ‘મળે તોય છોડી દેવું છે’- અહીં સુધી પહોંચવું છે.
શિયાળા અને ઉનાળાની ઋતુ પૂરી થયા પછી ત્રીજી ચોમાસાની ઋતુ આવે. ચોમાસાના દિવસોમાં કુદરતી રીતે જીવજંતુનો ઉપદ્રવ વધતો હોય છે. તેથી ડાંસ અને મચ્છરનો તથા ઉપલક્ષણથી માંકણ, જૂ વગેરે જીવજંતુનો પણ ઉપદ્રવ થાય. અહીં જણાવે છે કે સાધુને જ્યારે મચ્છર કરડે ત્યારે યુદ્ધભૂમિમાં જેમ બાણોની વર્ષા થવા છતાં સંગ્રામના અગ્રભાગ પર રહેલો શૂરવીર હાથી પાછો પડતો નથી, તે રીતે દંશમશકપરીષહની સેનાની સામે મુનિભગવંત અડીખમ ઊભા રહે, ત્યાંથી પાછા ન ફરે. મચ્છર કરડે છે એવું નથી. આપણું કર્મ જ કરડે છે - એટલું યાદ રાખવું. મચ્છર કરડવાથી રોગ થાય છે એવું નથી, કર્મના ઉદયથી રોગ થાય છે - એટલું યાદ રાખવું અને રોગ થયા પછી પણ તે રોગને સહન કરીશું. સ૦ મચ્છરદાની ન વપરાય ? ધૂપ ન કરાય ?
તમે ધંધો મચ્છરદાનીમાં કરો, રસોઇ કરો ? તો રાત્રે સૂતાં શા માટે બાંધવી પડે. આપણે આપણા દુઃખને ટાળવા પુરુષાર્થ નથી કરવો. ધૂપ કરો તો મચ્છરને આપણું લોહી પીવામાં અંતરાય થાય ને ? કોઇને સુખ આપીએ નહિ, પરંતુ કોઇના સુખમાં અંતરાય તો નથી જ કરવો. મચ્છરદાની વગેરે પરીષહને ટાળવાનું સાધન છે. જેની સહનશીલતા ન હોય તે મચ્છરદાની વાપરે - એ જુદી વાત. જે સહનશીલ નથી તેને ઘરભેગા નથી કરવા, તેમને અપવાદે બધું જ કરાવીશું. બાકી સહનશીલ હોય તે પરીષહ વેઠે જ, ટાળે નહિ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૯