________________
સારી રીતે સહન ન કરી શકે. જેઓ મોક્ષ સિવાયની તમામ સુખની ઇચ્છાઓનો ત્યાગ કરે તેઓ જ પરીષહોને સારી રીતે સહન કરી શકે.
(૪) ઉષ્ણપરીષહ : અનંત દુ:ખમય એવા આ સંસારમાં દુ:ખની ફરિયાદ કરવી એ તો એક મૂર્ખાઇ છે. આ સંસારમાં દુ:ખ છે છતાં એ દુઃખ આવે એ આપણને ગમતું નથી અને એ દુઃખ ભોગવવાનો અધ્યવસાય. પણ હજુ પેદા નથી થયો - એ વાત પણ સાચી. પરંતુ દુ:ખથી છૂટવાનો ઉપાય જ આ છે કે દુઃખ ભોગવી લેવું. આપણે દુઃખ ટાળીને દુ:ખથી છૂટવા માટે મહેનત કરીએ છીએ. જ્યારે શાસ્ત્રકારો દુ:ખ વેઠીને દુઃખથી છૂટવાની વાત કરે છે. આપણા આ મોહને દૂર કરવા માટેનો આ જ્ઞાનમાર્ગ છે. દુ:ખ વેઠ્યા વિના દુ:ખ ટળે એવું નથી – એ પ્રમાણે અનંતજ્ઞાનીઓ ફરમાવી રહ્યા છે. આ સંસારના સુખ માટે જે દુ:ખ વેઠીએ છીએ તેના કરતાં અનંતમા ભાગે દુ:ખ, મોક્ષનું સુખ મેળવવા માટે ભોગવવાનું છે. તેથી તેનાથી ગભરાવાની જરૂર નથી. આ દુઃખો ઊભા કરીને વેઠવાની વાત નથી. પરીષહ આવ્યા પછી આઘાપાછા નથી થવું - એટલી વાત છે. ઠંડીના કારણે કે ગરમીના કારણે આપણા પહેરવેશમાં ફેરફાર કરવાની જરૂર નથી. દુઃખ તો ગૃહસ્થપણામાં પણ ઓછું નથી. છતાં સુખની લાલચે તે નભાવી લેવાય છે. મન ચિકાર હોવા છતાં મનને મારીને રહેવું પડે – તેનું નામ સંસાર. આવું દુ:ખ તો વેઠાય જ નહિ – આ ભ્રમ મગજમાંથી કાઢી નાંખો. દુઃખ બધું જ વેઠી શકાય એવું છે. નરકગતિનાં દુઃખો આપણે વેઠીને જ આવ્યા છીએ, જન્મનાં ને ગર્ભાવાસનાં દુ:ખો આ જ ભવમાં ભોગવીને આવ્યા છીએ. અહીં પણ કાંઇ ઓછાં દુઃખ ભોગવ્યાં છે ? આપણો ભૂતકાળ પણ જો યાદ રાખ્યો હોત તો આજે આ જલસા કરવાનું ન બનત. ગઈ કાલ સુધી જેના વિના ચાલ્યું છે તેના વિના આજે પણ ચાલશે ને ? ગઇ કાલે રોટલી-દાળ-ભાત-શાકથી ચાલ્યું તો આજે મિષ્ટાન્ન અને ફરસાણ વિના ચાલે ને ? તો આજે આટલો નિયમ લેવો છે કે આ ચારથી અધિક વસ્તુ નથી વાપરવી.
સ0 એટલું સત્ત્વ ન હોય તો.
એનો વાંધો નથી, પણ તમે જે એમ માની બેઠા છો કે સાધુપણાનાં દુ:ખો અસહ્ય છે - એ વસ્તુ તમારા મગજમાંથી કાઢવી છે. અહીં કાંઇ પર્વત ઉપરથી ઝંપાપાત કરવાની, આગમાં બળી મરવાની કે તલવારથી માથું કાપવાની વાત જ નથી. જે દુઃખ આવે તેને જાકારો નથી આપવો, વેઠી લેવું છે. તમે મિષ્ટાન્ન-ફરસાણનો નિયમ કરવાની વાત કરો છો, આપણે કાયમ માટે ત્યાગ કરવાની વાત કરવી છે. આ તો વરસનો નિયમ લે અને પૂરો થયા પછી કહે કે હવે છૂટા. સ0 એટલો નિયમ લીધો - એટલું સારું ને ?
ના. આવો નિયમ શું કામનો ? જેમાં ત્યાગની ભાવના ન હોય તેવો નિયમ લે તે તો દેખાવ માટેનો નિયમ છે - એને સારો ક્યાંથી કહેવાય ? જેને પૈસો છોડવો નથી તે દાન શા માટે આપે ? નામ માટે જ ને ? તેથી આપણે ત્યાગની ભાવના કેળવી લેવી છે. સુખની લાલચ ઓછી થાય તો દુઃખ વેઠવાનું શક્ય છે. ઉષ્ણપરીષહ માટે જણાવ્યું છે કે જ્યારે ગરમી ખૂબ પડતી હોય; જમીન, ભીંત વગેરે ધમધમતી હોય તેના પરિતાપથી અકળાઇ જાય તોપણ શાતાની ઇચ્છા ન કરે. ‘શિયાળો ક્યારે આવે, રાત ક્યારે પડશે, ચંદ્ર ક્યારે ઊગશે...' આવો વિચાર ન કરે. સ0 ઉદ્વેગ તો આવી જાય ને ?
ઉદ્ધગ દુ:ખે આવવાના કારણે નથી થતો, ઉદ્વેગનું કારણ સુખની ઇચ્છા છે. વસ્તુનો અભાવ દુઃખ-ઉદ્વેગનું કારણ નથી, વસ્તુની અપેક્ષા ઉદ્વેગનું કારણ છે. તમારા લાખ ગયા અને ભાઇના બે લાખ ગયા હોય તો તે સાંભળીને તમારો ઉદ્વેગ શાંત થઇ જાય ને ? આપણું ધાર્યું થતું નથી માટે ઉદ્વેગ આવે છે, તેથી આપણે કશું ધારવું જ નથી. ધાર્યું આપણું નહિ, જ્ઞાનીનું જ થવાનું. જ્ઞાનીએ જે દીઠું હશે તે જ થવાનું છે, માટે આપણે આપણી ઇચ્છાને બાજુએ મૂકી વચન સાથે એકમેક થવું છે. ભગવાનના વચન સાથે ઝીલવા માંડીએ તો આપણને કોઇની જરૂર નહિ
૨૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૩૫