SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ એ કર્યા વિના ચાલે એવું નથી. નહિ તો નિશ્રાવર્તી સુખ ભોગવીને દુર્ગાતમાં જાય તેનો દોષ લાગે. આ બધું જ ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે. અહીં એટલું યાદ રાખવું કે આચાર્યભગવંત કે શાસ્ત્રકારો આપણને દુઃખી નહિ બનાવે, પણ સાથે દુ:ખ ભોગવવામાંથી બાકાત નહિ રાખે. બીજી ગાથાથી જણાવે છે કે સાધુ ઠંડી વેઠી લે તેનો પ્રતિકાર તો ન જ કરે, સાથે મનમાં પણ એવું ન લાવે કે - મારી પાસે ઠંડી દૂર કરવા માટે કોઇ સાધન નથી, શરીરની રક્ષા માટે કોઇ કાંબળી વગેરે નથી. તેથી હું અગ્નિનું સેવન કરું... ઠંડીને દૂર કરે તો નહિ, દૂર કરવાનું ચિંતવે પણ નહિ. આ શીતપરીષહ ઉપર એક કથા જણાવી છે. રાજગૃહી નગરમાં પુરુષોમાં ઉત્તમ એવા ચાર શ્રેષ્ઠી પરસ્પર મિત્રતાને ધારણ કરતા હતા. એક વાર ભદ્રબાહુસ્વામી ત્યાં પધાર્યા. તેમની દેશના સાંભળી એ ચારે ય જણાએ સાથે દીક્ષા લીધી. મિત્ર કોને કહેવાય ? આપણે દીક્ષા લઇએ અને આપણો દીક્ષા-મહોત્સવ કરે તે મિત્ર નહિ, આપણી સાથે દીક્ષા લે તે આપણો મિત્ર. આ ચારેય સાથે નીકળી પડ્યા. સ૦ બધાના ઘરના સંયોગો સરખા થોડા હોય ? ઘરના સંયોગો તો ક્યારે ય સુધરવાના નથી, આપણે જ સુધરીને નીકળી જવું પડશે. આપણો વૈરાગ્ય જો મજબૂત હોય તો કોઇ જ સંયોગો આડે નહિ આવે. તમે ઘરના લોકોની ચિંતા છોડો. તમારા આત્માની ચિંતા કરવા માંડો. આ ચારેયે સાથે દીક્ષા લીધી પણ દીક્ષા લીધા પછી એ પ્રેમ અને સંપ પ્રમાણે વર્ત્તતા ન હતા, ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવાનું કામ કરતા હતા. અમારે ત્યાં તો એક ગુરુના બે શિષ્ય અંદર-અંદર સંપી જાય તો ગુરુને પણ બાજુએ મૂકી દે. આમણે એવું ન કર્યું. આ ચાર મુનિઓ ગુરુ પાસેથી શ્રુતના પારગામી બની એકાકી વિહાર કરવા માટે ગુરુની અનુજ્ઞા લઇને નીકળ્યા. સ૦ એકાકી વિહાર કરવાની યોગ્યતા કઇ રીતે આવી ? શ્રુતના અધ્યયનના કારણે. આ શિષ્ય કોના હતા ? ભદ્રબાહુસ્વામીજીના હતા. સમર્થ ગુરુના શિષ્ય સમર્થજ્ઞાની બને જ ને? આજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩૨ તો સમર્થજ્ઞાનીના શિષ્ય પણ અજ્ઞાની હોય ને ? આપણા ગુરુ સમર્થજ્ઞાની હતા છતાં આપણે અજ્ઞાની જ રહ્યા ને ? સમર્થજ્ઞાનીના શિષ્યો તેમના જેવા કેમ ન બની શકે ? આચાર્યભગવંતે એક વાર કહેલું કે મારી જેમ જો પચાસ સાધુઓ બોલતા થઇ જાય તો આજે જિનશાસનની રોનક ફરી જાય. આ ત્યારની વાત છે કે જ્યારે અમારા સમુદાયમાં સાડા ચારસો સાધુઓ હતા. તે વખતે પોતાની જેમ વ્યાખ્યાન કરનાર પચાસ પણ સાધુઓ નથી એમ સાહેબ માનતા હતા અને એનું એમને મન દુઃખ પણ હતું. આ સાધુભગવંતો શ્રુતના પારગામી હોવાથી જ ગુરુએ તેમને એકાકી વિહારની અનુજ્ઞા આપી હતી. તેઓએ અભિગ્રહ ધારણ કરેલો કે માત્ર ત્રીજા પ્રહરે આહાર-નિહાર-વિહારાદિ ક્રિયા કરવી, બાકી ત્રીજો પ્રહર વીતવા આવે એટલે જે સ્થાને ઊભા હોય ત્યાં જ સાત પ્રહર માટે કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહી જવું : આ નિયમનું તેઓ સારી રીતે પાલન કરતા હતા. એક વાર રાજગૃહી નગરીમાં વૈભારગિરિ ઉપર જવા નીકળેલા. એ ચારમાંથી એક મહાત્મા વૈભારગિરિની ટોચ ઉપર પહોંચ્યા એટલામાં ચોથો પ્રહર શરૂ થયો એટલે ત્યાં જ કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહી ગયા. બીજા મહાત્મા વૈભારગિરિના પગથિયે પહોંચ્યા હતા, ત્રીજા નગરના દ્વારે પહોંચ્યા હતા અને ચોથા નગરીના મધ્યભાગમાં પહોંચેલા ત્યારે ચોથો પ્રહર શરૂ થવાથી ત્યાં ઊભા રહી ગયેલા. તે વખતે ઠંડી સખત પડતી હતી. લોકો દિવસે પણ અગ્નિનું તાપણું કરતા હતા ને રાત્રે દાંતથી જાણે વીણા વાગે અર્થાર્ દાંત કકડે એવી ઠંડી પડતી હતી. તે ઠંડીને સહન કરતા ટોચ ઉપર રહેલા મહાત્મા રાત્રિના પહેલા પ્રહરે કાળધર્મ પામ્યા, બીજા પ્રહરે પગથિયે રહેલા, ત્રીજા પ્રહરે નગરના દ્વારે રહેલા અને ચોથા પ્રહરે નગરની મધ્યમાં રહેલા મહાત્મા કાળધર્મ પામ્યા. આ રીતે પ્રાણાંત કષ્ટ આવે તોપણ વિચલિત થયા વિના મોક્ષ સિવાયની ઇચ્છાના ત્યાગી અને મોક્ષની ઇચ્છાવાળા એવા સર્વમહાત્માઓએ શીતપરીષહ સહન કરવો જોઇએ. જેને મોક્ષ સિવાય બીજી કોઇ પણ ઇચ્છા હોય તેઓ પરીષહ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy