________________
વગેરે ન બોલવું. કોઇ શાસનનો પ્રત્યનીક વગેરે મરે તો ‘એક મિથ્યાત્વનું પાપ ગયું’ એમ ‘સુમૃત’ ન કહેવું અર્થાર્ આ રીતે મરણની અનુમોદના ન કરવી. સુનિષ્ઠિત - એટલે કે કોઇ મહેલ-બંગલો વગેરે વ્યવસ્થિત સરસ બંધાવ્યો છે – એવું ન કહેવું. ટૂંકમાં આવા પ્રકારની કોઇ પણ સાવદ્યભાષા સાધુ ન બોલે. બોલવું હોય તો નિરવદ્ય બોલે કે સુકૃત એટલે આણે સારું ધર્મધ્યાન કર્યું, સુપ એટલે આનું જ્ઞાન સારું પરિપક્વ છે અથવા સુછિન્ન - આણે સ્નેહનું બંધન સારી રીતે છેલ્લું.. ઇત્યાદિ નિરવદ્ય ભાષા બોલવામાં વાંધો નથી. સ્નેહનું પાત્ર મૂર્છા ખાઇને પડે તોપણ સાધુની આંખ ઊંચી ન થાય. સ્નેહનાં બંધન તોડવાનું કામ સહેલું નથી તે માટે પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. ભગવાન માટે પણ રુપતિ તો, પ્રાત્રાનીમ્ । (લોક રડતે છતે ભગવાને દીક્ષા લીધી.) આવું પૂ. હેમચંદ્રસૂ.મહારાજે લખ્યું છે. રાગનાં નિમિત્તોથી દૂર રહેવા અને રાગને દૂર કરવા પ્રયત્ન કરવામાં ન આવે તો આવેલો વૈરાગ્ય ધોવાતાં વાર નહિ લાગે.
रमए पंडिए सासं हयं भद्दं व वाहए ।
बालं सम्म सासंतो गलियस्सं व वाहए ॥१-३७॥
આપણે જોઇ ગયા કે પ્રવૃત્તિ કરતાં પણ અનુમોદનાનું પાપ ઘણું વધારે છે. અવિરતિ ભોગવનારા કરતાં પણ અવિરતિ જેને ગમે છે તેઓ પાપ વધારે બાંધે છે. અવિરતિ ભોગવનારા એ જ ભવમાં મોક્ષે પહોંચી શકે છે. જ્યારે અવિરતિ જેને ગમે છે તેઓ મિથ્યાત્વને ટાળવા માટે પણ સમર્થ બનતા નથી. આપણે ખાધા પછી પણ અનુમોદનાથી પાપ બાંધી ન બેસીએ તે માટે વાણીની મર્યાદા સમજાવી. હવે શિષ્ય શંકા કરે છે કે ‘આપ આટલું અનુશાસન કરો છો તો એ કરતાં આપને ખેદ નથી થતો ?' ત્યારે તેના નિરાકરણમાં આ ગાથાથી જણાવે છે કે જે જાત્ય અશ્વ કે બળદ વગેરે હોય તેને હંકારતા સારથીને આનંદ આવે, તેમ જે શિષ્ય પંડિત હોય, વિનયી હોય તેનું અનુશાસન કરતાં આચાર્યભગવંતને અભિરતિ થાય છે. જ્યારે ગળિયાબળદ કે અશ્વને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૬
હંકારનાર અસવાર પોતે થાકી જાય છે, તેમ અવિનયી-અજ્ઞાની જીવનું અનુશાસન કરનાર આચાર્ય શ્રમિત થઇ જાય છે. આપણામાં વિનય આવ્યો છે કે નહિ - એ જોવા માટે આ લક્ષણ છે. આચાર્યભગવંતને આપણને અનુશાસન કરતાં અભિરતિ થાય તો સમજવું કે આપણામાં વિનય આવ્યો. અનુશાસન ઝીલનાર યોગ્ય હોય તો અનુશાસન કરનારને આનંદ આવ્યા વિના ન રહે. જે જ્ઞાની સમર્થ હોય તે યોગ્ય અર્થાજનની શોધમાં જ હોય. પોતાને જે જ્ઞાન મળ્યું છે, તેનો વિનિયોગ કરીને જવાની ભાવના સારી છે. આપણે જો વિનીત હોઇએ તો ગુરુને આપણને ભણાવતાં ખેદ થાય જ નહિ. જો ગુરુને આપણને હિતશિક્ષા આપતાં ખેદ થતો હોય તો સમજી લેવું કે આપણે અવિનીત પાક્યા છીએ. ગુરુને ખેદ થતો હોય તો તેમણે હિતશિક્ષા આપવાનું બંધ કરવું જોઇએ - એવું વિચારવાના બદલે આપણે આપણી યોગ્યતા પુરવાર કરવા તૈયાર થવું છે. હવે શિષ્ય પાછી શંકા કરે છે કે જે પંડિત છે, વિનીત છે તેને અનુશાસન કરવાની જરૂર જ ક્યાંથી પડે ? આપણને આવી શંકા ન થાય ને ? જે વિનીત હોય પંડિત હોય તે ભૂલ કરે જ નહિ : આટલી શ્રદ્ધા શિષ્યને છે. આપણને આટલી શ્રદ્ધા નથી ને ? આચાર્યભગવંત તેના નિરાકરણમાં જણાવે છે કે વિનીત શિષ્યની પણ પ્રમાદના કારણે સ્ખલના થવાનો સંભવ છે. આથી તેને પણ અનુશાસન કરવાનો વખત આવે. ધર્મબિંદુમાં પણ કહ્યું છે કે પ્રમારે ન વિશ્વસિતવ્યમ્ । પ્રમાદ ઉપર વિશ્વાસ કરવાજેવો નથી. ભલભલા જ્ઞાનીને પણ આ પ્રમાદ નડે છે. નિદ્રા અને વિકથા : આ બે પ્રમાદ ભયંકર છે. વ્યાખ્યાન-વાચનામાં સાંભળવા માટે આવનારા પણ થોડી વારમાં ઝોકાં ખાધાં કરે તો તે પ્રમાદનો જ પ્રભાવ
છે ને ? જમતી વખતે કોઇને ઝોકું આવે ખરું ? જમતી વખતે જે અપ્રમત્તતા હોય તેવી વ્યાખ્યાન-વાચનામાં ન હોય તો ઊંઘ આવવાની જ. અસલમાં આ રુચિનો સવાલ છે. જમવા જેવી રુચિ જો આચારમાં થાય તો સ્વાધ્યાયાદિમાં પ્રમાદ ક્યારે પણ નડે નહિ. તે જ રીતે વિકથાનો પ્રમાદ પણ બહુ ખરાબ છે. જે વખતે જે કરવાનું કહ્યું હોય તેનાથી જુદું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૯૭