SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ એ જણાવ્યા બાદ વાણીનો સંયમ પણ જાળવી રાખે તે જણાવવા માટે હવે પછીની ગાથા છે. વાપરતી વખતે સ્વાદ લેવો જ નહિ અને કદાચ સ્વાદ આવી જાય તો પણ તેની અનુમોદના કરવાનું કામ સાધુસાધ્વી ન કરે. ખાતી વખતે તો આહારનાં વખાણ કરવાં જ નથી, ખાધા પછી પણ ન કરવાં. શાસ્ત્રકારોએ આપણી કેટલી ચિંતા કરી છે ? કોઇ પણ ઠેકાણે પાપ બાંધી ન બેસીએ – એ માટે શાસ્ત્રકારોએ ઘણી તકેદારી રાખી છે. આ તો સાધર્મિકવાત્સલ્યમાં જઇ આવે એટલે રસોઇનાં અને રસોઇયાનાં વખાણ શરૂ કરે, વ્યવસ્થાનાં વખાણ કરે : આ બધી આહારના સ્વાદની અનુમોદના છે. સાધર્મિકવાત્સલ્યનાં વખાણ કરવા હોય તો તે કરાવનારના ઉદાત્ત આશયનાં કરવાં જોઇએ. એના બદલે આહારના જ વખાણ કરે તો તે આપણા હૈયાનો ઢાળ કઇ તરફ છે - એને સૂચવનાર છે : એમ માનવું પડે ને ? સારું સારું જયાં મળે ત્યાં દોડીને જાય તે સાધુપણું ન પાળી શકે. જ્યાં સારું મળે ત્યાં દોડીને ન જાય તે સાધુ થાય. આથી જ સાધુસાધ્વીને સાધર્મિક વાત્સલ્ય વગેરેમાં જવાની ના પાડી છે. જ્યાં ઘણા લોકો માટે રાંધ્યું હોય તેવા સ્થાને જવાથી સંખડી દોષ લાગે; માટે સાધુસાધ્વી ન જાય. જો સાધુસાધ્વીને સારું લેવાની ના પાડી હોય તો તમારે સારું રંધાય ત્યાં કઇ રીતે જવાય ? સ0 સાધર્મિક વાત્સલ્યમાં ન જવાય ? જવું પડે તોય માત્ર દાળભાત વાપરીને આવવું. આટલું તો બને ને ? વાત તો સાધુસાધ્વીની છે, પરંતુ તમારે પણ સાધુસાધ્વી થવું છે ને ? તો અત્યારે આ સ્વભાવ કેળવવા માટે મહેનત કરવી છે. અમારા આચાર્યભગવંત પણ જો કોઇ આહારાદિનાં વખાણ કરે તો તેના માટે કહેતા કે આ તો ‘પુદ્ગલતત્ત્વનો નિષ્ણાત’ છે. સાધુ માટે આ વિશેષણ કેવું કહેવાય ? સાધુભગવંતો તો આત્મતત્ત્વના નિષ્ણાત હોય. આજે આ અનુમોદનાનું પાપ ઘણું વધ્યું છે. પ્રવૃત્તિ કરતી વખતે કર્મબંધથી બચી જનારા પણ અનુમોદનાના કારણે અનુબંધનું પાપ બાંધી બેસે – આ કેટલું ભયંકર છે ? આ જ આશયથી વિકથા કરવાની ના પાડી છે. રાજકથા, ૧૯૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભક્તકથા વગેરેમાં આપણને લાગતું-વળગતું કશું ન હોવા છતાં માત્ર અનુમોદનાના કારણે અનુબંધનું પાપ બાંધી ન બેસીએ તે માટે શાસકારોએ વિકથા કરવાની ના પાડી છે. પ્રવૃત્તિ કરતાં અનુમોદનાનું પાપ અત્યંત ભયંકર છે. પ્રવૃત્તિ તો આપણા ઘરની બધી અનૂકૂળતા ભોગવવાની પણ થતી નથી, જયારે અનુમોદના તો આખા ગામની, આખી દુનિયાની કરી શકાય છે - માટે તે પાપ ભયંકર છે. આ ભયંકર પાપથી બચવા માટે વિકથાથી બચવાનું જણાવ્યું છે. સ0 કોઇ પૂછે કે કેવું બનાવ્યું છે તો ? તો કહેવું કે રાગ કરીએ તો તું અને હું બંન્ને દુર્ગતિમાં જઇએ. જો એટલું ન કહેવું હોય ને મોઘમ જ કહેવું હોય તો કહેવું કે મને ખબર ઓછી પડે છે - આટલું કહીએ તો ચાલે ને ? આમે ય તમારે સુખ ભોગવીને પણ દુર્ગતિમાં જવું ન પડે – એવી ઇચ્છા છે ને ? તો એનો ઉપાય બતાવું કે સુખ ભોગવ્યા પછી પણ મોટું બંધ રાખવું - આટલું તો તમારાથી બને ને ? મારા ગુરુમહારાજ પણ કહેતા હતા કે પતિ ને પત્ની એકબીજાને કહે કે – ‘તું ને હું કર્મયોગે ભેગાં તો થઇ ગયા છીએ, પરંતુ તારા રાગમાં હું અને મારા રાગમાં તું ફસાઇને દુર્ગતિમાં ન જઇએ એ રીતે આપણે જીવવું છે.' આપણે કોઇ પણ સ્થાને રાગ કરી ન બેસીએ તે માટે જ અહીં જણાવ્યું છે કે આહારપાણી લાવ્યા બાદ કે વાપર્યા બાદ ‘આ સારું બનાવ્યું છે, સારું રાંધ્યું છે – પકાવ્યું છે, સારી રીતે છેડ્યું છે અર્થાત્ શાક વગેરે સારી રીતે સમાયું છે, સુહૃત અર્થો આમાંથી પૈસા વગેરે સારી રીતે દૂર કરાયેલા છે, સુમૃત અર્થાત્ કડક નથી, મૃદુ-પોચું બનાવ્યું છે, સુનિષ્ઠિત - સારી રીતે પૂર્ણતાએ પહોંચાડ્યું છે, અધકચરું નથી રાખ્યું, સુલષ્ટ - અત્યંત સ્વાદિષ્ટ છે... ઇત્યાદિ સાવદ્ય ભાષા સાધુ ન બોલે, આ વાત આહારને આશ્રયીને કરી. એ સિવાય પણ સચેતન વગેરેને આશ્રયીને આવું સાવદ્ય ન બોલવું. જેમ કે કોઇ પણ હોય ને ધર્મમાં પૈસા ન ખરચતો હોય ત્યારે તેના ઘરે ચોરી થાય તો સારું થયું, ચોરે પરિગ્રહ ઓછો કરાવ્યો...' શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy