SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય. તમે સાધુસાધ્વીની વૈયાવચ્ચ કરો તો તેમાં તમારે એકાંતે લાભ છે. કારણ કે એમાં તમારા ચારિત્રમોહનીયકર્મની નિર્જરા થાય છે. સાધુભગવંત જયણા પાળે અને તમે જયણા પાળવામાં અનુકૂળતા આપો તો તમારે પણ નિર્જરા થાય ને ? એક વાર સાધુપણા પ્રત્યે પ્રેમ થાય તો જયણા પ્રત્યે પ્રેમ થયા વિના ન રહે. અમારે તમને એટલું કહેવું છે કે શાસનની પ્રભાવના કરવા માટે ઘરમાં બેસી ન રહેતા, શાસનની આરાધના કરવા સાધુપણામાં ચાલ્યા આવજો. સ૦ શ્રાવક શાસનપ્રભાવના માટે ઉપયોગમાં ન આવે ? શ્રાવક સાધુ ન થાય તો તેનો ઉપયોગ પ્રભાવનામાં કરી લેવાનો, પણ પ્રભાવના કરવા માટે શ્રાવકને ઘરમાં ન રાખવો. પ્રભાવના કરવા કરતાં આરાધના કરવા માટે નીકળી જવું એ કલ્યાણકારી છે. સ૦ આરાધના કરતાં પ્રભાવના ચઢિયાતી નહિ ? ના. પ્રભાવના કરતાં આરાઘના ચઢિયાતી. આરાધના કર્યા પછીની આરાધનાપૂર્વકની પ્રભાવના આરાધના કરતાં ચઢી જાય તેની ના નહિ, પરંતુ આરાધના વિનાની પ્રભાવના ચઢિયાતી ગણાતી નથી. સંપ્રતિ મહારાજે ઘણાં મંદિરો બંધાવ્યાં અને ઘણી પ્રભાવના કરી છતાં તેમને મહાપ્રભાવક નથી કહ્યા, કારણ કે તેમની પાસે ચારિત્રની આરાધના ન હતી. આરાધના પછીની પ્રભાવના સાધુપણામાં મળે છે. આથી સાધુભગવંતો મહાપ્રભાવક કહેવાય છે. સ૦ સાધુભગવંતનું પુણ્યપ્રભાવક સામ્રાજ્ય કહેવાય છે ને ? તે પુણ્યપ્રભાવ કયો ? તમને પુણ્ય ભોગવવા જેવું ન લાગે એ જ સાધુનો પુણ્યપ્રભાવ છે. જેને પુણ્ય ભોગવવાજેવું ન લાગે તેને જ પુણ્ય ભોગવવાનો અધિકાર છે. જેને પુણ્ય ભોગવવા જેવું લાગે તેના માટે પુણ્ય એકાંતે હેય છે. તીર્થંકરપરમાત્મા અનુત્તર-સર્વશ્રેષ્ઠ પુણ્યના સ્વામી હોવા છતાં પણ જન્મથી જ વિરાગી હોય છે, આગળ વધીને માતાની કુક્ષિમાં આવે ત્યારથી વિરાગી હોય છે. આથી જ દેવતાઓ તેમની સ્તવના ગર્ભમાંથી કરતા હોય છે. એક વાર આચાર્યભગવંતે જણાવેલું કે ભગવાનનાં વિશેષણોમાં ‘દેવેન્દ્રોથી વંદાયેલા', (૫૦) 'દેવેન્દ્રોથી સ્તવાયેલા' આમ વારંવાર દેવતાનો ઉલ્લેખ એટલા માટે આવે છે કે - સ્તવનાના ખરા અધિકારી એ છે. કારણ કે જ્યારે માતાની કુક્ષિમાં ભગવાન આવે ત્યારે તેમના શરીરની રચના પણ ન થઈ હોય તે વખતે પણ ભગવાનના એ વિરાગભાવને લઈને દેવતાઓ તેમની સ્તવના કરે છે. તેની પૂર્વેના દેવતાઇ ભવમાં પણ ભગવાનનો વૈરાગ્ય અપ્રતિમ હોય છે. ઇન્દ્રાદિ દેવતાઓ પોતે પ્રચંડપુણ્યના સ્વામી હોવા છતાં પોતાના પુણ્યને હેય માનતા હોય છે, આથી જ ‘વિશાલલોચન’સૂત્રમાં જણાવ્યું છે કે - તૃત્તિ નળયન્તિ નૈવ નામ્ (પોતાના દેવલોકને તૃણની તોલે પણ ગણતા નથી) અને પરમાત્મા પણ પોતાના પુણ્યની પ્રત્યે વિરાગી હોવાથી એ પરમાત્માની સ્તવના દેવો કરે છે. સ૦ આજ્ઞા મુજબનું પુણ્ય હોય તો ? તોપણ તેમાંથી આજ્ઞા રાખવી અને પુણ્ય કાઢી નાંખવું. મિઠાઇનું બોક્સ મળ્યું હોય તોપણ તેમાંથી મિઠાઇ રાખો અને બોક્સ કાઢી નાંખો ને ? તમે જાતે ખરીદીને લાવ્યા હો, બોક્સના પૈસા પણ ભેગા આપ્યા જ હોય છતાં બોક્સ કાઢી નાંખો ને ? આજ્ઞા મુજબનું પુણ્ય હોય તોપણ તેનો ઉપયોગ આજ્ઞા પાળવામાં કરવો છે. ભગવાનની આજ્ઞા એક જ છે કે પુણ્યથી મળેલ પંચેન્દ્રિયપણું, નીરોગી શરીર આદિ સામગ્રીનો ઉપયોગ; પુણ્યથી મળનારાં ભોગસુખોનો ત્યાગ કરીને સંયમ અને તપની સાધનામાં કરવો. આરાધના માટેનું પુણ્ય તો મળી ગયું છે ને ? હવે પ્રભાવના માટેનું પુણ્ય ઇચ્છવું નથી. એ પુણ્ય જો મળી ગયું તો તેનો ઉપયોગ કરી લેવો છે, પણ પ્રભાવનાનું પુણ્ય ન મળે તો ભેગું કરવા ન બેસવું. સાધુભગવંતોના પુણ્યનો પ્રભાવ પણ ત્યારે પડે કે જ્યારે તેઓ માનસન્માનમાં લેપાય નહિ. જે પોતે પુણ્યપ્રભાવથી નિરપેક્ષ હોય તેની ખુમારી જ પ્રભાવ પાડનારી હોય. આજે તો પુણ્યની લાલચના યોગે આપણી ખુમારી જ દબાઈ ગઈ છે. નામ ગજાવવાનું મન હોય અને શાસનપ્રભાવનાનું ઓઢું લઈએ – એ વૃત્તિ આત્મઘાતક છે. આપણું નામ ન ગાજે, આપણને કોઈ ઓળખે નહિ – એટલામાત્રથી આપણો મોક્ષ અટકવાનો નથી. આપણું નામ ચારે દિશામાં ગાજતું થાય પણ કર્મ આપણા આત્મા ઉપરથી ન ખસે – એના કરતાં તો આપણાં કર્મ ચારે દિશામાં વેરવિખેર થઈ જાય પછી ભલે ને આપણને કોઈ જાણે નહિ – ન (૧૫૧)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy