________________
રહીએ તો કોઈ જાતની તકલીફ ન પડે, અથડામણ કે કૂટામણ ન થાય. માર્ગ ચૂક્યા પછી કેવી કફોડી દશા થાય છે તેનો અનુભવ આ સંસારમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવને આશ્રયીને આપણે અનંતીવાર કર્યો છે. હવે એ દશામાંથી છૂટવું હોય તો ભગવાનની આજ્ઞાનો આદર કર્યા વિના નહિ ચાલે.
સ૦ દવા એ આહાર છે ?
તેથી જ તો તે પાસે રાખવામાં રાત્રિભોજનવિરમણવ્રતમાં ભાંગો આવે છે. આહાર ચાર પ્રકારના છે: અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. તેમાંથી દવાનો સમાવેશ સ્વાદિમમાં થાય છે. તેથી દવા રાખવામાં કે દવા નિમિત્તે અનુમાન રાખવામાં રાત્રિભોજનનો ભાંગો સંનિધિને લઈને લાગે - એ સ્પષ્ટ છે. તેમ જ તેમાં જો માઠું ન લાગે કે આંચકો ન લાગે તો આખું ને આખું વ્રત જાય. બાકીના ચાર મહાવ્રત અને છઠું વ્રત પહેલા મહાવ્રતની વાડ તુલ્ય છે પરંતુ વસ્તુ કરતાં વાડની કિંમત અપેક્ષાએ વધારે હોય છે. વાડ મજબૂત હોય તો જ વસ્તુની રક્ષા થાય. વાડ જ ભાંગેલી હોય તો બધું જ નકામું થતાં વાર ન લાગે. માંદા પડીએ ને સહન થાય એવું ન હોય તેથી દવા લઈએ એ જુદી વાત, પરંતુ માંદા ન પડીએ તે માટે દવા લેવી - એ ભૂંડું. આજે એટલો નિયમ લઈ લો કે - માંદગી પૂરી થાય એટલે બધી દવા વોસિરાવી દેવી, અનુપાન પણ બંધ કરી દેવાં. પગમાં ફ્રેકચર થાય અને ઘોડી લેવી પડે તોય સાજા થયા પછી ઘોડી મૂકી દે ને ? આ તો એક વાર મેલેરિયા થાય તો કાયમ માટે ‘લારિયા ગો' પાકીટમાં રાખ્યા કરે.
સ૦ દરેક ઉપાશ્રયમાં પ્રાથમિક સારવારની પેટી રાખીએ તો સારું પડે ને ?
તમે તો એ પેટી રાખવા માટે પણ ટીપ કરવા નીકળવાના ને ? સાધુસાધ્વીની વૈયાવચ્ચ માટે ટીપ કરવી પડે – એ સાધુસાધ્વીની આબરૂ કાઢવા જેવું છે. એક ભાઈની નાની છોકરીને બાયપાસ સર્જરી કરાવવાની હતી. તેનો લાખ રૂપિયાનો ખર્ચો હતો. છોકરીના દાદાએ છોકરીના બાપાને કહ્યું કે આપણે સામાજિક સંસ્થામાં અરજી કરીએ. ત્યારે છોકરીના બાપાએ કહ્યું કે ‘પત્નીનાં ઘરેણાં વેચી દઈશ, દેવું કરીશ પણ મારી છોકરી માટે ભીખ માંગવા નહિ જઉં.’ તમે તો સાધુનાં મા-બાપ કહેવાઓ ને ? આ મા-બાપ તો દીકરા માટે ચપ્પણિયું લઈને ફરવા નીકળે એવાં છે ને ? અમારી નિશ્રામાં જ આ ટીપ કરે ત્યારે અમને
૧૬) =
તો ધરતી જગ્યા આપે તો સમાઈ જઈએ - એવું થાય. તમારે વૈયાવચ્ચ કરવી હોય તો તમારા પૈસે કરવાની, બાકી સાધુસાધ્વી માટે જાહેરમાં ટીપ કરવી પડે - એવું એકે કામ ન કરવું. સાધુસાધ્વીને અપવાદ પદે જરૂર પડશે તો તેઓ તેમની વ્યવસ્થા કરી લેશે. અત્યારે સાધુના આચારની વાત ચાલુ છે તેથી તમારી વાત વચ્ચે નથી કરવી. સાધુસાધ્વી સહનશીલતા ન કેળવે અને દવા રાખે તો તેમને સંનિધિનો પરિભોગ કરવાથી છઠ્ઠા વ્રતમાં અતિચાર લાગે – એટલી વાત છે.
સવ દવા રાખે તો ઉત્તરગુણમાં જ ખામી આવે ને ?
રાત્રિભોજનવિરમણવ્રતને પાંચ મહાવ્રતની સાથે જણાવ્યું છે તે મૂળગુણરૂપે ગણવા માટે જણાવ્યું છે : આ વાત પહેલાં જ થઈ ગઈ છે. મૂળગુણ કે ઉત્તરગુણના ભેદ પાલનની અપેક્ષાએ છે, ઉત્તરગુણની ખામી ચલાવવા માટે નહિ. મૂળગુણના પાલન માટે સહાયભૂત હોવાથી ઉત્તરગુણને જુદા બતાવ્યા છે. ઉત્તરગુણમાં જો ખામી આવે તો તેનો ધક્કો મૂળ ગુણને પણે લાગવાનો જ. તેથી ઉત્તરગુણનું પાલન પણ મૂળગુણની જેમ કરવાનું છે. જમતી વખતે ફરસાણ મુખ્ય ગણાય અને ચટણી ગૌણ ગણાય. કારણ કે ફરસાણ વાપરવા માટે ચટણી છે, ચટણી માટે ફરસાણ નથી. છતાં એ ચટણી પણ ગમે તેમ ખવાય તો નડે ને ? તેમ પાલનની અપેક્ષાએ મૂળગુણ કે ઉત્તરગુણના ભેદ છે બાકી ખામી તો બંન્નેની નડવાની.
સ0 દવાની દસ ગોળી સાથે જ આવે તો શું કરવું ?
તેથી જ દવા લેવી નથી. ગોચરી ગમે તેટલી વધી હોય, વાસી થાય એવી ન હોય તોપણ બીજે દિવસે ન રાખીએ ને ? તો દવા કેવી રીતે રખાય ?
સ0 ગોચરીની વાત જુદી છે અને દવાની વાત જુદી છે.
આ બેનો ભેદ જોયો એટલે જ રાત્રિભોજનનો ભાંગો છૂટતો નથી. આહાર ચાર પ્રકારનો છે : અાન, પાન, ખાદિમ અને સ્વાદિમ. તેમાંથી દવા સ્વાદિમમાં આવે. સાધુને પચ્ચખાણ ચારેય આહારને આશ્રયીને આપવામાં આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુઓ ઉત્સર્ગમાર્ગે અાન અને પાન જ વાપરે. ખાદિમસ્વાદિમ તો અપવાદે જ વિહાર આદિમાં વાપરે. શરીરના નિર્વાહ માટે જે વપરાય તે અશન અને શરીરને અલમસ્ત-પુષ્ટ બનાવવા માટે જે વપરાય
(૧૧૭)