SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ नेवऽन्नेहिं राई भुंजाविजा राई भुंजतेऽवि अन्ने न समणुजाणामि जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । छट्टे भंते ! वए उवट्टिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं ६ ।। (सूत्र-८) इच्चेयाई पंच महव्वयाई राइभोयणवेरमणछट्ठाई अत्तहियट्टयाए उवसंपजित्ता णं विहरामि ।। (सूत्र-९) પાંચ મહાવ્રતોથી અન્ય એવા છઠ્ઠા વ્રતને વિષે હે ભગવન્ ! રાત્રિભોજનથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે તેથી હે ભગવન્! સર્વ પ્રકારના રાત્રિભોજનનું હું પચ્ચખાણ કરું છું, પછી તે અશન હોય, પાન હોય, ખાદિમ હોય કે સ્વાદિમ હોય : તેમાંથી કોઈ પણ પ્રકારના આહારનું ભોજન હું જાતે રાત્રે કરીશ નહિ, બીજાને રાત્રે ભોજન કરાવીશ નહિ, જેઓ રાત્રે ભોજન કરતા હશે તેમને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી વિવિધ ત્રિવિધે મનથી વચનથી કાયાથી રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને સારા માનીશ પણ નહિ. ભૂતકાળમાં મેં જે કાંઇ રાત્રિભોજનનું પાપ કર્યું છે તેનાથી હું પાછો ફરું છું, તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગહ કરું છું અને તે પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે છઠ્ઠા વ્રતને વિષે હે ભગવન્ ! સર્વ પ્રકારનાં રાત્રિભોજનથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ પ્રમાણે આ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણ વ્રતને મારા પોતાના આત્માના હિત સ્વરૂપ મોક્ષ માટે સારી રીતે અંગીકાર કરીને હું સુસાધુપણામાં વિચરું છું. આ રાત્રિભોજનવિરમણવ્રત પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના જીવોને માટે મૂળ ગુણ તરીકે ગણાતું હોવાથી પાંચ મહાવ્રતની સાથે ઉચ્ચરાવવામાં આવે છે. બાવીસ તીર્થંકરોના શાસનના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓની અપેક્ષાએ આ વ્રતનો સમાવેશ ઉત્તરગુણમાં થાય છે. પહેલા તીર્થંકરોના શાસનના જીવો ઋજુ અને જડ હોવાથી તેમ જ છેલ્લા તીર્થંકરોના શાસનના જીવો વક્ર અને જડ હોવાથી તેમના માટે આ રાત્રિભોજનવિરમણવ્રત મૂળગુણરૂપે પાંચ મહાવ્રત સાથે જણાવ્યું છે. આપણી વક્રતા અને જડતાના કારણે પાંચ મહાવ્રતની સાથે છઠું રાત્રિભોજનવિરમણવ્રત જ ઉચ્ચરાવવામાં આવે છે - એમ પૂ. હરિભદ્રસૂરિ મહારાજ ta૧૪) = કહે છે. ગૃહસ્થપણામાં પણ રાત્રે વાપરતા ન હોય તેવાને સાધુપણામાં રાત્રિભોજનવિરમણવ્રત ઉચ્ચરાવવું પડતું હોય તો તે લાયકાતના અભાવે જ ને ? સાધુપણામાં આ વ્રત મુખ્યત્વે સંનિધિના કારણે સચવાતું નથી. સૂર્યાસ્ત પછી સૂર્યોદય સુધી વાપરવું તેને આપણે રાત્રિભોજન ગણીએ છીએ. જ્યારે અહીં રાત્રે લાવેલું દિવસે વાપરે વગેરે ચાર ભાંગા બતાવ્યા છે, આ ચારે ભાંગે રાત્રિભોજન જણાવ્યું છે. રાત્રે લાવેલું રાત્રે વાપરે, રાત્રે લાવેલું દિવસે વાપરે, દિવસે લાવેલું રાત્રે વાપરે આ ત્રણ ભાંગે તો રાત્રિભોજનનું પાપ સ્પષ્ટપણે જણાય છે. જ્યારે દિવસે લાવેલું દિવસે વાપરે આ ભાંગે રાત્રિભોજનનું પાપ સંનિધિને આશ્રયીને જણાવેલું છે. આજે દિવસે લાવેલું પણ આવતી કાલે દિવસે વાપરીએ તો સંનિધિનો દોષ લાગે. આ સંનિધિ શરીરના રાગે મોટે ભાગે રખાતી હોય છે. સંનિધિ એટલે સૂર્યાસ્ત પછી રાત્રે વસ્તુ પાસે રાખવી. સંનિધિ ન વાપરવી એટલે સમજવું કે શરીરની કાળજી ન લેવી. શરીરના ગમે તેવા રોગો આવે તોય સહન કરવાની તૈયારી હોય તો આ ભાંગાથી બચાય. સં૦ સૂર્યાસ્તના બે ઘડી પહેલાં ચોવિહાર ન કરે તો રાત્રિભોજનનો ભાંગો લાગે ? સાધુભગવંત તો એકાસણાં કરતા હોય એટલે એમની બે ઘડી સચવાઈ જાય. અવડુ એકાસણું સાધુ ન કરે કે જેથી બે ઘડી ન સચવાય. સાધુ ઉપવાસ કરે પણ અવઠ્ઠ એકાસણું ન કરે. ત્રીજી પ્રહરમાં આહારવિહારનિહાર કરી લેવાનાં છે. એકાસણું કરનાર પણ દવાનો ડબ્બો લઇને બેસે તો સંનિધિના પાપથી બચી નહિ શકે. દવા પાસે રાખી મૂકીએ તો સંનિધિ લાગે ને ? સવ ન છૂટકે લેવી પડે ! ન છૂટકે વ્રતનો ભંગ થાય એ ચાલે ? હજાર રૂપિયાનું કપડું બેગમાં આવતું ન હોય તો કાપીને નાંખો ? થેલીમાં પાપડી-ગાંઠિયા લઈ જાઓ તો ને દબાય તેની કાળજી રાખો કે ન છૂટકે ભાંગી નાંખો ? તમને ખાવાનો જેટલો પ્રેમ છે એટલો પણ પ્રેમ અમને મહાવ્રતોનો ન હોય - તે કેમ ચાલે ? દવા ન છૂટકે લેતા હોય એને તો હજુ નભાવી લઈએ, પણ આજે તો દવા લેવાની છૂટ થઈ ગઈ છે ને ? ભગવાને જે નક્કી કરી આપ્યું છે તેમાં બાંધછોડ કરવાનો અધિકાર આપણને નથી. છતાં જો આપણે બાંધછોડ કરવા તૈયાર થઈએ તો ભગવાનના કેવળજ્ઞાનમાં શંકા છે - એમ માનવું પડે. ભગવાને જે ચોકઠું બતાવ્યું છે તેમાં (૧૧૫)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy