________________
નવે નોકષાયનું ગ્રહણ થાય છે : એટલું યાદ રાખવું. આ તેરના કારણે, આગળ વધીને અજ્ઞાનના કારણે જૂઠું બોલવાનું બને છે. સાચું ન બોલાય તો વાંધો નહિ, પણ જૂઠું તો બોલવું જ નથી. ન બોલે તે ચાલે, પણ જૂઠું બોલે તે ન ચાલે. નિર્દોષ ભિક્ષા વાપરવી, બાવીસ પરિષહ વેઠવા, મરણાંત ઉપસર્ગો વેઠવા સહેલા, પણ જૂઠું ન બોલવાનું કામ કરવું છે. આ તો આલોચના લેતી વખતે પણ જૂઠું બોલવાની તૈયારી છે. પોતે જાતે કર્યું હોય છતાં કહે કે “થઈ ગયું' - આ જૂઠું જ છે ને ? પાંચમ કે આઠમના દિવસે લીલોતરી ખવાઈ ગઈ’ એવી આલોચના લેવા આવે. આપણે પૂછવું પડે કે - “ખવાઈ ગઈ એટલે શું તારા મોઢામાં આવીને પડી ? જો પાંચમ છે - એની ખબર હતી તો જ્યાં લીલોતરી રંધાય ત્યાં ગયા જ કેમ ?' આજની આલોચનાપદ્ધતિમાં આ એક જ સ્થાયીભાવે છે કે - પાપ કરવું ન હતું. પણ થઈ ગયું. ડોક્ટર પાસે રોગની આલોચના જેવી કરો છો એવી આલોચના ગુરુ પાસે પાપની કરો ખરા ? ત્યાં તો જે ન થતું હોય તે પણ ‘થશે’ એવી સંભાવનાથી કહે. અને અહીં તો કર્યું હોવા છતાં ય કબૂલ કરવાની તૈયારી નથી. સાચું બોલીશું તો ભૂંડા દેખાઈશું - એનો ભય સતાવે છે ને ? સાચું બોલવાથી ભૂંડા દેખાઈએ તોપણ તેમાં પાપ નથી, જ્યારે જૂઠું બોલવામાં પાપ છે અને પાપના કારણે આપણે ભૂંડા થઈએ છીએ. ‘ભૂંડા ન દેખાઈએ' તેના કરતાં ‘ભૂંડા ન થઈએ’ એ મહત્ત્વનું છે. મૃષાવાદના પાપને ટાળવાનું સહેલું નથી. પ્રતિક્રમણનાં સૂત્રો અશુદ્ધ બોલવામાં પણ આ બીજા મહાવ્રતનો ભંગ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્સુત્રભાષણજેવું કોઈ પાપ નથી. ઉત્સુત્ર એટલે સૂત્ર કૂડું કહેવું, અર્થ કૂડો કહેવો, તદુભય કૂડા કહેવા. આચાર્યભગવંતે એક વાર કહ્યું હતું કે જે ભાષાનું વ્યાકરણ ન આવડતું હોય તે ભાષામાં વ્યાખ્યાન ન આપવું, જો આપે તો તેને સાવદ્ય ભાષા બોલવાનું પાપ લાગે. જેમ અર્થનો ભેદ ન કરાય તેમ સૂત્રનો પણ ભેદ ન કરાય. ‘ધર્મ'ના બદલે ‘પુણ્ય’ કહે, ‘મંગલ'ના બદલે ‘કલ્યાણ' કહે અને ઉત્કૃષ્ટ'ના બદલે ‘શ્રેષ્ઠ' કહે તો અર્થભેદ ન થાય, છતાં સૂત્રભેદ થાય તે ન ચાલે. બીજા મહાવ્રતમાં ખેલના ન આવે તે માટે વહેલી તકે સૂત્રો શુદ્ધ કરી લેવાં. આ તો પોતાનાં સૂત્રો અશુદ્ધ હોય તો પ્રતિક્રમણમાં આદેશ ન માંગવાનું નક્કી કરે. પણ સવારના પ્રતિક્રમણમાં કે પોતે જ્યારે જાતે ધારે ત્યારે અશુદ્ધ બોલવાથી દોષ લાગે ને ? માટે સૂત્રો સુધારી લેવાનાં. જાહેરમાં ખોટું બોલીએ તો જ પાપ લાગે -
(૦૪) =
એવું નહિ, મનમાં પણ સૂત્રાદિ જૂઠાં બોલીએ તો પાપ લાગે. આ મહાવ્રત પાળવાનું કામ કપરું છે. ચારિત્રનો ફાંકો લઈને ફરનારા પણ ‘આ વ્રત સચવાયું છે' - એમ લગભગ કહી નહિ શકે. વસ્તુમાં રતિ થઈ હોવા છતાં ‘જરૂર છે માટે લીધું - એમ કહે અને અરતિ થતી હોવાથી ત્યાગ કરવા તૈયાર થયો હોવા છતાં ‘જરૂર નથી' એમ કહીને ના પાડે તો એ જૂઠું જ છે ને ?
સૂત્રની અશુદ્ધિ શરૂઆતમાં અતિચારના ઘરની હોય, પણ પછી રોજનું થાય એટલે અનાચારમાં જતાં વાર ન લાગે. રોજ અશુદ્ધિ ડંખ્યા કરે, શુદ્ધિ માટે પ્રયત્ન કરે તો અનાચારમાં ન જાય, પરંતુ ‘આવું તો ચાલે' એમ થાય એટલે અનાચાર જ લાગે ને ? ઝડપથી સૂત્રો બોલનારને ધીરે બોલવાનું કહીએ તો કહે કે “ધીરે બોલવા જઉં તો ભૂલ પડે છે.' આપણે કહેવું પડે કે ભૂલ પડશે તો કાઢીને શુદ્ધ કરાવીશું, પણ ઝડપથી બોલે તો ભૂલ કાઢવાની પણ ન ફાવે. પરંતુ અસલમાં એને ભૂલ પડે એનો વાંધો ન હોય, ભૂલ કાઢે એનો વાંધો હોય ! પોતાની ભૂલ કોઈ કાઢે - એ પણ જેને પાલવે એવું ન હોય તેવાઓ જૂઠું બોલ્યા વિના નહિ રહેવાના. મહાવ્રતોનું આ સ્વરૂપ જે નજર સામે આવે તો ચારિત્ર કેટલું ઊંચું છે તેનો ખ્યાલ આવ્યા વિના નહિ રહે. બીજા બધા દોષો નભાવાય, પણ આ જૂઠ ન નભાવાય. કારણ કે જૂઠું ન બોલે તો દોષોની સાચી કબૂલાત કરે અને તેથી દોષોનો નિકાલ કરવાનું સરળ બને. જ્યારે જૂઠું બોલે તેના દોષોનો નિકાલ કઈ રીતે કરાય ? વસ્તુ ભાવી જાય માટે વધારે વાપરે અને પાછા કહે કે કોણ જાણે કેમ ? - આજે ભૂખ વધારે લાગી છે, પેટ જ ભરાતું નથી... આ જૂઠું બોલવાની રીત જ છે ને ?
સવ આવું કહીએ તો ખરાબ ન દેખાઈએ, સારા દેખાઈએ.
આમાં તમે સારા નહિ, જૂઠા દેખાઓ છો. ભગવાનના શાસનના પરમાર્થને પામેલા ગુરુભગવંત આગળ પણ જૂઠું બોલો ને સાચું ન બોલો તો સાચું બોલશો
ક્યાં ? આચાર્યભગવંત કાંઈ અજ્ઞાન નથી, એ તમારું જૂઠું પકડી પાડે છે. એના કારણે તમે સારા દેખાવાને બદલે મહાભૂંડા દેખાઓ છો ? આ તો ભગવાન પાસે જઈને પણ કહે કે ‘પાપનો મને ભય છે !' ત્યાં ય સાચું બોલવાની તૈયારી નથી કે દુ:ખનો જ ડર લાગે છે, પાપ તો ભૂંડું લાગતું જ નથી.' પાપ ચાલુ રાખીને
(૧૦૫)