________________
છે કે જે કોઈ પણ કાર્ય કરવું હોય તે ગુરુનિશ્રાએ જ કરવું. ખરાબથી નિવૃત્ત થવું હોય કે સારામાં પ્રવૃત્ત થવું હોય પણ તે કામ ગુરુની નિશ્રાએ કરેલું હોય તો તે ચોક્કસ ફળદાયી બને છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો શરૂઆતમાં, વચ્ચે અને અંતે ગુરુને પૂછ્યા વિના ન કરવું અને જે કાંઈ કર્યું હોય તે કર્યા પછી પણ ગુરુને જણાવવું... આ રીતે જ ગુરુની આજ્ઞા આરાધાય છે – એ જણાવવા માટે વારંવાર ‘મંતે’ શબ્દ વાપર્યો છે. પ્રતિજ્ઞાના અંતે જણાવ્યું છે કે - ટ્ટિોમિ - કોઈ પણ કાર્ય કરતી વખતે તત્પરતા બતાવવા માટે 'ઉપસ્થિત થયો છું' આવો પ્રયોગ કરાય છે. કોઈના દબાણથી આ કાર્ય નથી કર્યું, આપણા ઉલ્લાસથી આ કાર્ય કર્યું છે... તે જણાવનારાં આ વચનો છે. જ્યાં સુધી આ છજીવનિકાયનું અધ્યયન રચાયું ન હતું ત્યાં સુધી શ્રી આચારાંગસૂત્રનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણાવ્યા પછી વડીદીક્ષા અપાતી હતી. હવે આ અઘ્યયન ભણાવીને પછી પરીક્ષા કરીને વડીદીક્ષા અપાય છે. આ રીતે જીવ-અજીવનું જ્ઞાન કરાવ્યા બાદ તે નૂતન દીક્ષિત કેવી રીતે વર્તે છે તેનું ધ્યાન રાખવાનું કામ ગુપ્તપણે કરવાનું બે સાધુઓને જણાવે. જો યોગ્યતા ન જણાય તો વડીદીક્ષા રોકી રાખે... એમ કરતાં કરતાં બાર વરસ સુધી પણ જરૂર પડયે કાચી દીક્ષામાં રાખે, આમ છતાં જો યોગ્યતા પ્રગટી નથી એવું લાગે તો તેને ઘરભેગો કરે, પણ મહાવ્રતોની પ્રતિજ્ઞા ન ઉચ્ચરાવે. જેઓ જાણી-જોઈને યોગ્યતાની ઉપેક્ષા કરીને આ રીતે મહાવ્રતો ઉચ્ચરાવવાનું કામ કરે છે તેઓ પોતે પાપના ભાગીદાર બને છે – એમ શાસ્ત્રમાં જણાવ્યું છે. પ્રતિજ્ઞા લેનાર કરતાં પણ પ્રતિજ્ઞા આપનારની જવાબદારી વધારે છે. પાંચ મહાવ્રતો સુંદર કોટિનાં છે, ભવનિસ્તારક છે તે જો યોગ્યતા જોઇને આપવામાં ન આવે તો પરિણામ સારું ન આવે. એ આપણે જોઇ જ રહ્યા છીએ. મુમુક્ષુને મોક્ષમાં જવાની ઉતાવળ ન હોય તો ગુરુએ મોક્ષમાં મોકલવાની ઉતાવળ શા માટે કરવી ? ભગવાને જે વિકાસક્રમ બતાવ્યો છે, તે વિકાસક્રમે આગળ વધ્યા હોય તેને પાછા પડવાનો વખત ન આવે. માટે ખોટી ઉતાવળ કરવાના બદલે ભગવાને બતાવેલા માર્ગની યોગ્યતા કેળવી-કેળવીને આગળ વધવાનો પ્રયત્ન કરવો છે -
પહેલા પ્રાણાતિપાતવિરમણ વ્રત બાદ બીજું મૃષાવાદવિરમણ વ્રત જણાવે છે. अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते ! मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुसं वइज्जा
-
(૧૦૨)
नेवऽन्नेहिं मुसं वायाविज्जा मुसं वयंतेऽवि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । दुच्चे भंते ! महव्व उवट्टिओमि सव्वाओ मुसावायाओ वेरमणं २ ।। (सूत्र - ४)
હવે પહેલાથી અન્ય બીજા મહાવ્રતમાં હે ભગવન્ ! મૃષાવાદથી વિરામ પામવાનું ભગવાને જણાવ્યું છે. તેથી હે ભગવન્ ! હું સર્વ પ્રકારના મૃષાવાદનું પચ્ચખ્ખાણ કરું છું; પછી તે ક્રોધના કારણે બોલાતું હોય કે લોભના કારણે બોલાતું હોય; ભયના કારણે બોલાતું હોય કે હાસ્યના કારણે બોલાતું હોય. હું જાતે ખોટું બોલીશ નહિ, બીજા પાસે ખોટું બોલાવીશ નહિ, જેઓ ખોટું બોલતા હશે તેમને સારા માનીશ પણ નહિ. જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધે ત્રિવિધે મનથી, વચનથી કે કાયાથી મૃષાવાદ કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને સારા માનીશ પણ નહિ. ભૂતકાળમાં જે કાંઇ આ મૃષાવાદનું પાપ મેં કર્યું છે તેનાથી હે ભગવન્ ! હું પાછો ફરું છું, તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું, આપની સમક્ષ ગર્ભા કરું છું અને પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવું છું. આ રીતે હે ભગવન્ ! બીજા મહાવ્રતને વિષે સર્વ પ્રકારના મૃષાવાદથી વિરામ પામવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
-
પાંચ મહાવ્રતમાં પહેલું મહાવ્રત મુખ્ય છે. પરંતુ અપેક્ષાએ બીજું મહાવ્રત પાળવું કપરું છે. આથી જ શાસ્ત્રમાં મળ્યું પામે મિલ્લૂ - સત્યવ્રત માટે ભિક્ષુ પરાક્રમ કરે – એમ જણાવ્યું છે. બીજાં મહાવ્રતો ન પાળીએ તો ભૂંડા દેખાઇએ. હિંસા કરનાર સાધુને લોકો ખરાબ ગણે. ચોરી કરનાર પર કોઈ વિશ્વાસ ન મૂકે, મૈથુન કે અનાચાર સેવનારને તો ઘરભેગા કરવા તૈયાર થઈ જાય, પૈસા રાખનારને પણ લોકો ભૂંડા ગણે. જ્યારે જૂઠું બોલનાર તો એવી સિફ્તથી બોલે કે તે મુત્સદીમાં ખપે. જૂઠું પકડાય નહિ ત્યાં સુધી ચિંતા નહિ અને પકડાયા પછી પણ મેં તો અમસ્તું મશ્કરીમાં કહ્યું હતું, આશય ન હતો... વગેરે બચાવ કરીને બીજું જૂઠું બોલવાની પણ તૈયારી હોય તો આ મહાવ્રતનું પાલન કઈ રીતે કરી શકાય ? અહીં જૂઠ્ઠું બોલવાનાં ચાર કારણ બતાવ્યાં છે. પરંતુ ક્રોધ અને લોભના ગ્રહણથી, વચ્ચે રહેલા માન અને માયાનું પણ ગ્રહણ થઈ જાય છે. એ જ રીતે ભય અને હાસ્યથી
(૧૦૩)