________________
માટે કરવાનું છે. આ રીતે લોકાકાશમાં છવનિકાય વ્યાપીને રહેલા હોવાથી તેમની રક્ષા કરવાનું કામ અશક્ય છે – એવી શંકા શિષ્ય નથી કરતો. એ તો હવે બીજાને દુઃખ આપ્યા વિના કઈ રીતે જીવવું - એનો વિચાર શરૂ કરે છે, આપણે તો વિચાર માંડી જ વાળીએ ને ? જે જીવોના સ્વરૂપનો વિચાર કરે તે તો પ્રતિજ્ઞા લેવા તૈયાર થાય, આપણે તો હાથ ખંખેરીને ઊભા થઈ જઈએ ને ? આ તો કહે કે ‘ચારિત્ર લેવાનું આપણું કામ નહિ, આપણે ચારિત્રના ભાવમાં રમીશું, સંસારમાં અલિપ્ત રહીશું.' દ્રવ્ય ચારિત્રની શક્તિ ન હોય ને ભાવચારિત્રની વાત કરીએ તો તે ક્ષમ્ય ગણીએ, પણ દ્રવ્યથી ચારિત્ર લેવાની શક્તિ હોવા છતાં માત્ર ભાવમાં રમવાની વાતો કરે તે લુચ્ચા છે. કરવું કશું નહિ ને આત્મરમણતાની વાતો કરવી એ બરાબર નથી. એશ-આરામમાં પગ પર પગ ચડાવીને આત્મરમણતાની વાતો કરવી એ તો, દૂધની બાટલી મોઢામાં હોય ને રડે નહિ – એના જેવી હાલત છે. શરીરને કાપે છતાં રાડ ન પાડે - એ સાચી આત્મરમણતા છે. સુખમાં સમાધિમાં જીવવું - એ સંસારનો માર્ગ છે. દુ:ખમાં સમાધિમાં જીવવું એ મોક્ષમાર્ગ છે. સુખ છૂટી જાય અને દુઃખ પડે છતાં સમાધિમાં ખલેલ ન પડે એ ભગવાને બતાવેલો માર્ગ છે.
આ ચોથા અધ્યયનના છ અર્થાધિકારમાંથી સૌથી પહેલો અર્થાધિકાર જીવ અને અજીવના સ્વરૂપના જ્ઞાનનો છે. તેમાં આપણે જીવનું સ્વરૂપ સામાન્યથી જોઈ ગયા. હવે અજીવનું સ્વરૂપ વિચારવું છે. છજીવનિકાયની હિંસાથી વિરામ પામવા માટે જેમ જીવનું જ્ઞાન જરૂરી છે તેમ અજીવનું જ્ઞાન પણ જરૂરી છે. કારણ કે મોટેભાગે અજીવ પ્રત્યેના રાગદ્વેષના કારણે જ હિંસાદિ પાપો થતાં હોય છે. જે જીવાસ્તિકાયથી ભિન્ન છે તે અજીવ દ્રવ્ય છે. જીવની પ્રત્યે જેમ રાગદ્વેષ થાય છે તેમ અજીવ પ્રત્યે પણ રાગદ્વેષ થાય છે. પરંતુ અજીવમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ આપણા પરિભોગના વિષય બનતા નથી કે જેથી તેમાં રાગદ્વેષ થાય. જ્યારે પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય ગ્રાહ્ય કોટિનું બનતું હોવાથી તે રાગદ્વેષમાં નિમિત્ત બને છે. પુદ્દગલમાં પણ સોળ પ્રકારની વર્ગણામાંથી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન : આ આઠ વર્ગણાઓ ગ્રાહ્ય કોટિની છે. તેમાંથી ય મોટેભાગે ઔદારિકવર્ગણાનાં પુદ્ગલો આપણા પરિભોગમાં આવતાં હોય છે. કાળના અણુ ન હોવાથી તે ગ્રાહ્ય બનતો (૨)
નથી. વર્ષના લક્ષણવાળો કાળ એક સમયનો છે. આવલિકા, ઘડી, અંતર્મુહૂર્ત પ્રહર, દિવસ, વર્ષ વગેરે વ્યવહારકાળ છે. વ્યવહારકાળ ઔપચારિક છે તેથી તેના પણ અણુ નથી. દિગંબરો કાળના અણુ માને છે - એ માન્યતા ખોટી છે.
સ૦ જીવના એક સમયના પર્યાયને કાળ માનીએ તો ચાલે ને ?
ચાલે. છતાં કાળને પરિવર્તનશીલ માન્યો છે માટે તેને સ્વતંત્ર દ્રવ્ય ગણ્યું છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન આ પર્યાયો છે. જે પર્યાયવદ્ હોય તેને દ્રવ્ય કહેવાય. પુદ્દગલાદિ દ્રવ્યનો પણ ભૂત, ભવિષ્ય કે વર્તમાન પર્યાય કાળની મુખ્યતાઓ હોવાથી તે ભૂતાદિ પર્યાયવાળા કાળદ્રવ્યને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે છે. તિથિ વગેરે કાળ સૂર્યચંદ્રની ગતિના કારણે નિયત છે માટે તે વ્યવહારકાળ છે.
સ૦ શાસ્ત્રમાં ‘તે કાળ તે સમયને વિષે' આવું આવે છે તે બન્ને કાળ જુદા છે ? તમે જેમ ‘જાન્યુઆરી મહિનાની દસમી તારીખે દસ વાગે' એવો ચોક્કસ કાળ બતાવો છો તેમ અમારે ત્યાં પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ બતાવવા આ પ્રમાણે જણાવાય. ‘તે કાળ' એટલે જે અવસર્પિણી-આરો વગેરે સ્થૂલ કાળ હોય તે, અને ‘તે સમય' એટલે અમુક દિવસે, અમુક મુહૂર્તો... એવો અર્થ સમજવો. કાળદ્રવ્ય લગભગ રાગાદિમાં નિમિત્ત નથી બનતું. જ્યારે ગ્રાહ્ય પુદ્દગલો રાગાદિના તેમ જ હિંસા વગેરેના નિમિત્ત બન્યા વિના રહેતાં નથી. પુદ્ગલ સુખનું કારણ નથી. છતાં તેને સુખ-દુઃખનું કારણ માની આપણે તેના પર રાગદ્વેષ કરીએ છીએ – આ એક આપણો ભ્રમ છે. આ ભ્રમ ટાળવા, પુદ્ગલના રાગદ્વેષને મારવા માટે અહીં પુદ્દગલના સૂક્ષ્મસૂક્ષ્મ વગેરે છ ભેદ બતાવ્યા છે. કેટકેટલા વિષયો આપણા રાગદ્વેષમાં નિમિત્ત બનતા હોય છે ! સાધુસાધ્વી પણ પુદ્દગલના સારાનરસાપણાનો વિચાર કરતાં થઈ ગયાં છે. જે પરિગ્રહરૂપ છે તે પેન વગેરેમાં પણ કલર ન ગમે માટે ન વાપરે એ ચાલે ! ઉપાશ્રયમાં પરઠવવા માટે કૂંડી બાંધી હોય તેની પણ અનુમોદના કરી બેસે કે – ‘કામળીના કાળમાં પણ કામળી ઓઢ્યા વગર પરઠવી શકાય એવી વ્યવસ્થા કરી છે, કહેવું પડે કે માથું ચલાવીને કામ કર્યું છે' આમ અનુમોદના કરનારે માથું ગુમાવ્યું છે એમ માનવું પડે ને ? પેનમાં પસંદગી, ચર માની ફ્રેમમાં પસંદગી, કપડા-કામળી વગેરેમાં પસંદગી...
(૮૩)