________________
ભાજીપાલો તૈયાર કરીને રાખે. આપણે કહેવું છે કે કારતક ચૌદસે તો દીક્ષાનો વેષ તૈયાર કરી રાખવાનો કે જેથી પૂનમે દીક્ષા લેવી હોય તો લઈ શકાય. આ તો અમને પૂછવા આવે કે ચૌદસની રાતે પ્રતિક્રમણ પછી મેવાની પ્રભાવના કરાય ? અમારે કહેવું પડે કે - વેષની પ્રભાવના પણ કરાય, કરવી છે ? કાલે દીક્ષાનું મન થાય તો નીકળી જવાય.
સવ વેષ રાખીને શું કરે ?
રોજ દર્શન કરે અને સાધુપણાને યાદ કરે. રોજ દર્શન કરે તો એકાદ દિવસ પહેરવાનું મન થાય. કબાટમાં સાડીઓ પડી હોય તો જોઈને પહેરવાનું મન થાય ને ?
સવ શોપીસનો વેષ રાખીએ તો ?
ઘરમાં બંગલાનો શોપીસ રાખો તો રહેવા કામ લાગે ? મારુતીનો શોપીસ ફવા કામ લાગે ? મોડેલ કામ લાગે કે વસ્તુ કામ લાગે ? અહીં વાપરવું નથી માટે જ શોપીસ રાખવા છે ને ?! આપણે તો કામમાં લાગે એવો વેષ રાખવો છે અને તે પણ આપણા પોતાના કામમાં આવે એવો વેષ રાખવો છે. વનસ્પતિમાં જીવ માને તે સંસારમાં રહી ન શકે. વનસ્પતિમાં જીવ માન્યા પછી વિટામીન ખાવા તૈયાર થયું છે કે ત્યાગ કરવા ? વનસ્પતિનો ત્યાગ કરવો હશે તો ગૃહસ્થપણાનો ત્યાગ કરવો પડશે. ગૃહસ્થપણામાં રહીને વનસ્પતિકાયની વિરાધનાથી ન બચાય. ત્યાં રહીને કદાચ ખાવાનો ત્યાગ કરી શકાય પણ તેને સમારવા વગેરેની વિરાધનાથી બચવાનું લગભગ શક્ય નથી. માટે જ ભગવાને સાધુપણું બતાવ્યું છે.
સ૦ સાધુ થયા પછી લીલોતરી વાપરે તો ?
તો ગુરુમહારાજ કહે તે વાપરવાનું. ‘ગુર જે કપડું આપે તે પહેરીશ, ગુરુ જે પાત્ર આપશે તે રાખીશ, જે આહાર આપશે તે વાપરીશ’ આટલી તૈયારી હોય તેણે સાધુપણામાં આવવું. ગુરુ પૂછે કે ‘શું જોઈએ છે ?' તો કહેવું કે - “આપ જે આપો તે જોઈએ છે.' આપણને સમજણશક્તિ મળી છે તેનો ઉપયોગ માર્ગસ્થ બનવા કરવો છે, માર્ગથી ખસવા નહિ.
આ લોકાકાશમાં એક પ્રદેશ પણ એવો નથી કે જ્યાં કોઈને કોઈ જીવનું અસ્તિત્વ ન હોય. કાજળની કોટડીમાં ગયા પછી કાજળ અડી ન જાય એ રીતે રહેવાનું કામ કપરું છે તેમ લોકાકાશમાં વ્યાપીને રહેલા જીવની હત્યાથી વિરામ પામવાનું કામ કપરું છે. છવનિકાયથી ભરેલા આ ચૌદ રાજલોકમાં સર્વથા પાપથી રહિત બનવાનું ગૃહસ્થપણામાં અર્થાત્ પહેલે ગુણઠાણે કે ચોથે પાંચમે ગુણઠાણે શક્ય નથી. છ- સાતમે ગુણઠાણે જ એ શક્ય હોવાથી ભગવાને સાધુપણું બતાવ્યું છે. આ એક જ શાસન એવું છે કે જે સૂક્ષ્મ જીવની કે બાદર જીવની, રસ જીવની કે સ્થાવર જીવની, સંકલ્પથી કે સંકલ્પ વિના, જાણતાં કે અજાણતાં, મિથ્યાત્વથી અવિરતિથી કે કષાયથી, મનથી વચનથી કે કાયાથી હિંસા કરવી ન પડે એવો માર્ગ બતાવે છે. ભગવાનની આજ્ઞા મુજબ મનવચનકાયાને પ્રવર્તાવે તો કોઈ જાતનો કર્મબંધ ન થાય. જે કર્મબંધ થાય તે પણ એવો ગુણસ્થાનકપ્રયિક થાય કે જે ભવાંતરમાં ન રખેડાવે, એ જ ભવમાં પૂરો થઈ શકે. પરંતુ ભૂતકાળનાં કર્મો કાઢવાનું શક્ય ત્યારે બને કે જ્યારે સૌથી પહેલાં વર્તમાનનાં કર્મો અટકાવીએ. વર્તમાનમાં આપણો ધર્મ કેવો છે ? કર્મોને અટકાવે એવો કે કર્મોને બાંધી આપે એવો ? ધર્મ કરવાથી આપણા કપાયાદિ દોષોની હાનિ થાય તો સમજવું કે નિર્જરા કરાવનારો ધર્મ થયો અને ધર્મ કરવાથી સંસારનું સુખ મળે તો પુણ્યબંધ કરાવનારો ધર્મ થયો છે - એમ સમજવું. ધર્મ કરવાથી સારું થાય તો સમજવું કે પુણ્યબંધ કરાવનાર ધર્મ કર્યો અને ધર્મ કરવાથી આપણે સારા થઈએ તો નિર્જરા કરાવનાર ધર્મ કર્યો છે - એમ સમજવું. ધર્મ કરવાના કારણે રાગદ્વેષની પરિણતિ કેટલી ઘટી, વૈરાગ્ય કેટલો વધ્યો, સહનશક્તિ કેટલી કેળવાઈ, વિષયકષાયનો રસ કેટલો ઘટ્યો, ગુણની તાલાવેલી કેટલી જાગી, સ્વાધ્યાયનો રસ કેટલો વધ્યો, વિકથાનો રસ કેટલો ઘટ્યો - આ બધું વિચારીએ તો આપણો ધર્મ નિર્જર પ્રધાન છે કે નહિ : એ ખબર પડે.
સાધુ થયા પછી આજ્ઞા મુજબ વાપરે તો કોઈ દોષ ન લાગે. સાધુને રોટલી અને શાક ભેગા કરવાના જ નથી તો શાક વગર ચાલે ને ? છતાં ગુરુની આજ્ઞાથી વાપરે તો કોઈ દોષ નથી. લીલોતરી વાપરવામાં દોષ નથી, આજ્ઞા ન માનવામાં દોષ છે. સાધુપણામાં નિર્દોષ પણ પોતાની ઇચ્છા મુજબ વાપરે તો દોષ લાગે અને દોષિત પણ ગુરુની આજ્ઞાથી વાપરે તો તે નિર્દોષ કહેવાય. સાધુપણામાં
(૭૮) -
| (૭૯)