SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તે આપણી જાતને સુધારવા માટે આવ્યા છીએ, બીજાને સુધારવા માટે નહિ; તો તેઓ ઘણા દોષોથી બચી જાય. એટલું પણ નક્કી રાખવું છે કે જે ફરીયાદ કરવી હોય તે દોષ આપણામાં ન હોવો જોઈએ ! આમ તો કોઈના દોષ બતાવવા જ નથી. છતાં તમને સુધારવાનું બહુ મન હોય અને તેથી દોષ બતાવવો જ હોય તોય એટલો તો નિયમ રાખવો કે આપણામાં જે દોષ હોય એવો દોષ બીજાનો ન બતાવવો. બીજાના દોષ ગાવાનું બહુ મન થાય તો આપણી જાત સામે જોઈ લેવાનું. નિંદા કરવાની ટેવ પડી હોય અને તે જતી ન હોય તો પણ આટલી મર્યાદા બાંધવી છે કે આપણામાં જે દોષ ન હોય તેની નિંદા કરવી. એક સ્ત્રી અનાચારી, હતી તેથી તેને બધા પથ્થર મારતા હતા. એ જોઈને એક સંતપુરુષે બધાને એક ક્ષણ માટે ઊભા રાખીને કહ્યું કે - જેને પથ્થર મારવા હોય તે ભલે મારે, પણ જેણે જીવનમાં એક પણ અનાચાર સેવ્યો હોય, એક પાપ ક્યું ન હોય તેણે પથ્થર મારવા. બધા શું કરે ? હાથ હેઠા જ પડે ને ? કામ કરે છે. જ્ઞાન મેળવ્યા પછી ચારિત્ર લીધા વિના ન રહેવું - એ આ ગ્રંથનો સાર છે. આ સંસારમાં અનંતાનંત જીવો છે. કોઈ પણ જીવને દુ:ખ લેશમાત્ર પણ ગમતું નથી, છતાં આ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વગર જીવી શકાતું નથી - આટલું સમજાય તો એટલા ખાતર પણ સંસારનો ત્યાગ કરવાનું મન થયા વિના નહિ રહે. બીજાને પીડા ન આપવાના કારણે આપણે સમાધિનો અનુભવ અંશે કરી જોયો છે ને ? તો ચૌદ રાજલોકના જીવને અભય આપવાથી કેવી સમાધિ મળે, એની કલ્પના આવે ને ? સંસારનું આવું સ્વરૂપ જાણ્યા પછી, સાધુપણામાં આવ્યા પછી પણ કોઈને દુ:ખ ન પહોંચાડવાનો પરિણામ જાગતો નથી માટે સાધુપણામાં ભલીવાર આવતો નથી. નિરવદ્ય-નિર્દોષ જીવન જીવવાનું સહેલું છે પણ જ્યણાપૂર્વકનું જીવન જીવવાનું કામ કરવું છે. પ્રવૃત્તિ નિષ્પાપ બનવી – એ જુદું છે અને પરિણામમાં યતના આવવી - એ જ છે. ‘આ સંસારમાં દુઃખ વેઠવું પડે છે' એના બદલે ‘આ સંસારમાં દુ:ખ આપવું પડે છે' - એ પરિણામ વધુ મહત્ત્વનો છે. માત્ર ઘરના લોકોને પણ દુ:ખ આપ્યા વગર જીવવાનું કામ કપરું છે, તો ચોદ રાજલોકના જીવોને દુ:ખ આપ્યા વગર જીવવાનું કેટલું કપરું છે - એ સમજી શકાય એવું છે. આપણા ઘરના લોકોને આપણે દુ:ખ નથી આપતા ને ? ઘરના ઘાટીને પણ દુ:ખ નથી આપવું - આટલો વિચાર આવે ? સવ આપણને અનુકૂળ વત્તે તેને દુઃખ ન આપવું ! એટલું ય નક્કી રાખવું છે ? અનુકૂળતા આપનારને દુ:ખ નથી આપવું - એટલું નક્કી રાખો તો ય નિતાર થઈ જાય. ઘરના લોકોએ ક્યારે ય આપણી અનુકૂળતા સાચવી નથી ને ? વર્તમાનમાં નથી સાચવતા ? અમારાં સાધુસાધ્વી પણ વિચારે કે ગુરભગવંત કે સહવર્તીએ આપણી કેટલી અનુકૂળતા સાચવી છે – તો તેઓ ગુર્નાદિકને દુ:ખ થાય તેવું વર્તન નહિ કરી શકે. સ૦ સાધુપણામાં સાધુ સાધુને શું દુ:ખ આપે ? સાધુપણામાં આવેલા જો પોતાનું સાધુપણું ભૂલી જાય તો તમે ન આપો એવું દુ:ખ સાધુ સાધુને આપે ! એકબીજાની ચાડી ખાવી, નિંદા કરવી, અપમાન કરવું, ઉતારી પાડવું, કહેલું ન માનવું... આવા અનેક પ્રકારનાં દુ:ખ આપવાનું બની શકે. સાધુસાધ્વી એટલું નક્કી કરી લે કે સાધુપણામાં આપણે આવ્યા છીએ આ સંસાર અનંતદુ:ખમય હોવા છતાં છૂટતો કેમ નથી ? સુખની લાલચે દુઃખ ભોગવવા માટે ટેવાઈ ગયા છીએ અને બીજાને દુ:ખ આપતાં આંચકો નથી આવતો માટે. દુ:ખ વેઠવાનો અભ્યાસ ગમે તેટલો હોય તોપણ દુ:ખ આપવું પડે છે માટે સંસાર નથી જોઈતો - આટલું નક્કી કરવું છે ? દુ:ખ વેઠવાના ઉદ્દેગને બદલે દુઃખ આપવામાં ઉદ્વેગ આવે તો સંસાર ક્ષણવારમાં છૂટી જાય. આપણે આપણને કોણ કોણ દુ:ખ આપે છે એનો વિચાર કરીએ છીએ જ્યારે શાસ્ત્રકાર પરમર્ષિએ આપણે કોને કોને દુ:ખ આપીએ છીએ - તે જણાવવા માટે છજીવનિકાય અધ્યયન બતાવ્યું છે. આપણે દુ:ખની ફરીયાદ તો એવી રીતે કરીએ કે જાણે આ સંસારમાં બધા આપણને દુ:ખ આપવા જ સર્જાયા ન હોય ?! આપણને કોણ કોણ હેરાન કરે છે, તેની નોંધ આપણી પાસે છે. પણ આપણે કોને કોને હેરાન કરીએ છીએ એની નોંધ આપણી પાસે નથી. તેથી આ અધ્યયનની રચના કરી છે. આટલા જીવોને દુ:ખ આપવું પડતું હોય એવા સંસારમાં રહેવાનું શું કામ છે - આવો વિચાર આવે ને ? પૃથ્વીકાયાદિનું લક્ષણ કરતાં જણાવે છે કે કાઠિન્યાદિલક્ષણવાળી પૃથ્વી છે કાયા જેની તેને પૃથ્વીકાય કહેવાય છે. પૃથ્વીમાં જેવી કઠિનતા છે તેવી બીજે
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy