SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ सत्थपरिणएणं, तेऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वाऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, वणस्सई चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं, तंजहा - अग्गबीया मलबीया पोरबीया खंधबीया बीयरुहा समुच्छिमा तणलया, वणस्सइकाइया सबीया चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं ।। से जे पुण इमे अणेगे बहवे तसा पाणा, तंजहा - अंडया पोयया जराउया रसया संसेइमा संच्छिमा उब्भिया उववाइया । जेसिं केसिंचि पाणाणं अभिक्वंतं पडिकंतं संकुचियं पसारियं रुयं भंतं तसियं पलाइयं आगइगइविन्नाया जे य कीडपयंगा जा य कंपिपीलिया सव्वे बेइंदिया सव्वे तेइंदिया सव्वे चउरिदिया सव्वे पंचिदिया सव्वे तिरिक्खजोणिया सव्वे नेरइया सव्वे मणुआ सव्वे देवा सव्वे पाणा परमाहम्मिआ । एसो खलु छठ्ठो નવનિજાગો તHવાડ ત્તિ પવુ // (-) તે છજીવનિકાય આ પ્રમાણે છે - પૃથ્વીકાયિક (પૃથ્વીકાય), અષ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક : આ છયે જીવનિકાયમાં જીવત્વને જણાવવા માટે આગળનાં પદો છે કે – જે પૃથ્વી શસ્ત્રથી પરિણત ન હોય અર્થાત્ જેના પર શસ્ત્ર લાગેલું ન હોય તે પૃથ્વી પૃથર્ આત્મા છે જેમના એવા અનેકજીવોવાળી હોવાથી સચિત્ત-ચિત્તવાળી કહેલી છે. એ જ રીતે પાણી, તેજ-અગ્નિ, વાયુ અને વનસ્પતિ પણ જો શસ્ત્રથી પરિણત ન હોય તો તે જુદાજુદા આત્માવાળા - અનેકજીવોવાળા હોવાથી સચિત્ત કહેલા છે. વનસ્પતિના અનેક ભેદ કહ્યા છે, તે આ પ્રમાણે - અગ્રબીજવાળી, મૂળસ્વરૂપ બીજવાળી, પર્વસ્વરૂપ બીજવાળી, સ્કંધરૂપ બીજવાળી, બીજગુહ અર્થાત્ બીજ વાવવાથી ઊગનારી, જેનું બીજ પ્રસિદ્ધ નથી તેવા ઘાસ વગેરે અને તૃણલતા વગેરે અનેક ભેદવાળી સબીજ વનસ્પતિ જો શસથી પરિણત ન હોય તો તે પૃથઆત્માવાળા - અનેકજીવોવાળી વનસ્પતિ સચિત્ત કહેલી છે. હવે ત્રસકાયને જણાવતાં કહે છે કે - જે આ અનેક પ્રકારવાળા ઘણા ત્રસ પ્રાણીઓ છે, તે આ પ્રમાણે - અંડજ - ઈંડામાંથી ઉત્પન્ન થનાર, પોતજ, જરાયુજ, રસજ, સંસ્થેદિમ - પરસેવાથી ઉત્પન્ન થનાર, સંમૂર્છાિમ, ઉભિજી, ઔપપાતિક જીવો છે કે જે પ્રાણીઓનું અભિક્રમણ - સામે આવવાનું થાય છે, પ્રતિક્રમણ - પાછા ફરવાનું થાય છે, સંકોચાવાનું, પ્રસાર પામવાનું, અવાજ કરવાનું. ભમવાનું, ત્રાસ પામવાનું - ઉદ્વેગ પામવાનું બને છે તેમ જ જે જીવો પોતાની જવા-આવવાની ક્રિયાને જાણનારા છે; જે કૃમિપતંગિયા કે કંથવા-કીડી વગેરે સર્વે બેઈન્દ્રિય, સર્વે તેઇન્દ્રિય, સર્વે ચઉરિન્દ્રિય, સામાન્યથી સર્વે પંચેન્દ્રિય, વિરોષથી સર્વે ગાય વગેરે તિર્યંચયોનિ વાળા, સર્વે નારકો, સર્વે મનુષ્યો, સર્વે દેવો... આ સર્વે પ્રાણીઓ પરમધર્મ અર્થાત્ સુખના અભિલાષી છે... આ કીડા વગેરે સ્વરૂપ છઠ્ઠો જીવનિકાય ત્રસકાય કહેવાય છે. શ્રી દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના આ પહેલા સૂત્રમાં જીવનું જ્ઞાન વિસ્તારથી આપ્યું છે. આમ તો આપણા પરમ પુણ્યોદયે જૈનશાસનમાં જનમવાના કારણે, આગળ વધીને સદગુરનો યોગ થવાથી પૃથ્વીકાય વગેરેને આપણે જીવ તરીકે જાણીએ છીએ, પરંતુ એ જ્ઞાન શેના માટે છે તે લગભગ જાણતા નથી. અહીં ગ્રંથકારશ્રી બધા જીવોને સુખના અભિલાષી તરીકે જણાવવા દ્વારા એમ ફરમાવવા માંગે છે કે કોઇ પણ જીવને દુ:ખ ન આપવું. જીવનું જ્ઞાન જીવની હિંસાથી વિરામ પામવા માટે છે, માત્ર તત્ત્વજ્ઞાન પામવાથી વિસ્તાર નથી થવાનો. આથી જ જીવાજીવના જ્ઞાનનો અધિકાર પૂરો થયા પછી બીજો ચારિત્રનો અધિકાર જણાવ્યો છે. એક પણ જીવની હિંસા કર્યા વગર કઈ રીતે જિવાય તેનો ઉપાય આ ચારિત્રધર્મમાં જણાવ્યો છે. જૈનશાસનમાં આચારથી છૂટકારો કોઈને ન મળે. આરાધક હોય કે પ્રભાવક હોય, નાના હોય કે મોટા હોય, અભ્યાસી હોય કે અભ્યસ્તદશાવાળા હોય : આચારનું પાલન દરેક માટે ફરજિયાત છે. તત્ત્વનો અવગમ એ જ્ઞાન છે, તત્ત્વની રુચિ એ શ્રદ્ધા છે અને તત્ત્વની પરિણતિ એ ચારિત્ર છે. તેમાંથી માત્ર તત્ત્વજ્ઞાની થઈને ચાલ્યા જાય એ ન ચાલે. જેને તત્ત્વજ્ઞાન જોઈએ અને તત્ત્વની પરિણતિ ન જોઈએ તેને ભણાવવાનો સખત નિષેધ છે. ગૃહસ્થને ભણાવવાની ના પાડી છે તે પણ આ જ આશયથી ના પાડી છે કે તેમને તત્ત્વની પરિણતિ પ્રાપ્ત થતી નથી. ચૌદ રાજલોકના કોઈ પણ જીવને દુભવ્યા વગર જીવવાનું સામર્થ્ય કેળવવું છે. નજરે દેખાતા જીવને પણ દુભવ્યા વગર જીવવાની તૈયારી ન હોય તો અહીં સુધી કઈ રીતે પહોંચાશે ? આજે તો પૃથ્વી વગેરેમાં જીવને માનનારા મા-બાપ સાથે, ઘરના સાથે બાખડતા હોય - એવું બને ને ? ભણ્યા પછી આચરીએ નહિ તો મુસીબતનો પાર નથી. જેઓ કલેશકંકાસ કરે, કષાયને આધીન થઈને વર્તે તેઓ પોતાના જ્ઞાનને નિંદાપાત્ર બનાવવાનું
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy