________________
સાધુપણાનું સવિસ્તર વર્ણન છે માટે પણ આ સૂત્ર ઉપયોગી છે. સાધુપણા સિવાય બીજો કોઈ ધર્મ નથી : આ વાત દશવૈકાલિક સૂત્ર સાંભળનારને હવે સમજાવવી નહિ પડે ને ? શ્રાવકપણામાં તો ધર્મધર્મ હોય છે, એકલો ધર્મ નથી. એમાં ય પાછો અધર્મનો અંશ વધારે છે. આવા ધર્મથી શું વળે ? તેથી શ્રાવકની નજર સાધુપણા ઉપર જ હોય. જેને નિયમા સાધુ થવું નથી તેના માટે આ પ્રયત્ન નથી. જેને સાધુપણાની રુચિ છે, સાધુપણું લેવાના સંયોગો પેદા કરવા છે તેના માટે આ વાત છે. આજે નહિ તો કાલે સાધુ થવું છે ને ? જે મળ્યું છે તે
છોડવાનો અધ્યવસાય છે કે ભોગવવાનો ? ભોગથી વિરામ પામવા માટે ધર્મ કરો છો કે જે છે તેનાથી અધિક ભોગો મળે તે માટે ? આજે લગભગ અવળો પુરુષાર્થ જ ચાલુ છે ને ? ભોગ માટેનો પુરુષાર્થ સફળ થવાનો નથી. ત્યાગ માટેનો પુરુષાર્થ સફળ થયા વિના નહિ રહે.
આ ચોથું અધ્યયન સાધુસાધ્વીજીને ફરજિયાત ભણાવવામાં આવે છે. ઘણાને તો મુમુક્ષુપણામાંથી જ શીખવ્યું છે. આ ચોથા અધ્યયનના જોગની ક્રિયા વિના વડીદીક્ષા અપાતી નથી તેથી તેનું મહત્ત્વ ઘણું છે. પરંતુ વડીદીક્ષા થઈ એટલે ગંગા નાહ્યા એમ સમજીને આ ચોથા અધ્યયનની ઉપેક્ષા કરે તે સાધુપણું પાળી નિહ શકે. સાધુપણામાં ગોઠવાઇ ગયા એટલે કામ પૂરું નથી થતું, શરૂ થાય છે, જવાબદારી વધે છે. બાહ્યવિષયોની, વ્યાપારની કે આરંભસમારંભની કોઈ પ્રવૃત્તિ સાધુપણામાં કરવાની નથી. સાધુપણાનું જીવન નિવૃત્તિપ્રધાન છે, પ્રવૃત્તિપ્રધાન નહિ. રત્નત્રયીની આરાધના શરીર પ્રવર્તાવ્યા વગર જ્યાં સુધી થાય એવી હોય ત્યાં સુધી શરીરને હલાવવું નહિ – એનું નામ ગુપ્તિ. જ્યારે રત્નત્રયીની આરાધના માટે મનવચનકાયાને પ્રવર્તાવવાં પડે ત્યારે સમિતિની જરૂર પડે. અમસ્તા પગ અકડાઈ ગયા માટે ઊઠ્યા - એવું સાધુ ન કરે. આટલી જયણાપૂર્વકનું જીવન જીવવા આવ્યા હોય અને બેજવાબદારીપૂર્વક વર્તે તો ચાલે ? ચોથું અધ્યયન સાંભળવા કે સમજવા માટે નથી, આચરવા માટે છે. ‘આ બધું સાધુસાધ્વીના કામનું છે, આપણા કામનું નથી.' - એવી ઉપેક્ષાવૃત્તિ તમારા માટે સારી નથી. ધર્મ વગર મોક્ષ નથી મળવાનો એ ખબર છે, પરંતુ એ ધર્મ કયો ? ચારિત્ર વગર મુક્તિ નહિ : આ વાત દેશિવરતિની નહિ, સર્વવિરતિ માટેની છે. દેશવિરતિ હોવા છતાં સર્વવિરતિ વિના મુક્તિ નહિ જ મળે. તમે જે ધર્મ કરો છો તે પરમપદે (૨)
પહોંચાડે એવો નથી - એવું માનો છો ? કે જે છે એ બરાબર છે ? છેલ્લે સુધી સામાયિકપ્રતિક્રમણ ટકી રહે – એવો પુરુષાર્થ કરવો છે કે ચોવીસ કલાક સામાયિકમાં રહેવા મળે એવો ?
સ૦ સામાયિક પારતાં આંસુ સારીએ !
એવી બનાવટ કરવાની જરૂર નથી. સાધુપણું ન લઈ શક્યાનું દુઃખ હોય તો રોવા ન બેસે, કામે લાગે, અમારે ત્યાં પણ આમ ગુરુ હાજર હોય ત્યારે તેમનું કહ્યું ન માને ને ગયા પછી આંસુ સારવા બેસે. આવી બનાવટ કરવાનો કોઈ અર્થ નથી. શ્રી મહાવીરપરમાત્મા નિર્વાણ પામ્યા ત્યારે સાધુસાધ્વી રડ્યાં – એવું કોઈ ઠેકાણે લખ્યું નથી. શોકનું વાતાવરણ ખડું થયું હતું – એમ જણાવ્યું હતું. પણ એ શોક આર્દ્રધ્યાનના ઘરનો ન હતો. રુદન એ તો આર્ત્તધ્યાનનું સૂચક છે. ભગવાન ગયા પછી સંયમ દુરારાધ્ય બનશે – એમ જાણીને ઘણાં સાધુસાધ્વીઓએ અનશન સ્વીકાર્યાની વાત આવે છે, પણ આંસુ સારવાની વાત નથી આવતી. તત્ત્વના જાણકાર ગમે તેવા વિકટ સંયોગોમાં પણ મનની સમતુલાને ગુમાવે નહિ.
ત્રીજા ક્ષુલ્લિકાચારકથા નામના અધ્યયનના નિરૂપણ બાદ ચોથા આ પડ્જવનિકાય નામના અધ્યયનની શરૂઆત કરવા પૂર્વે ત્રીજા અધ્યયનની સાથે એનો સંબંધ શું છે તે જણાવતાં ફરમાવ્યું છે કે ઃ ત્રીજા અઘ્યયનમાં જણાવ્યું કે સાધુભગવંતોએ બીજા અધ્યયનમાં જણાવેલી ધૃતિ આચારમાં જ કરવી જોઈએ, અનાચારમાં નિહ. કારણ કે આચારમાં રાખેલી ધીરતા એ જ આત્માના સંયમનો
ઉપાય છે. હવે આ કૃતિ જે આચારમાં કરવાની છે તે આચારનો વિષય પ્રાયઃ છજીવનિકાય છે. આથી ચોથા અધ્યયનમાં છજીવનિકાયનું સ્વરૂપ વર્ણવ્યું છે.
અનાદિકાળથી અનાચારના સંસ્કારો ગાઢ પડ્યા છે. એ અનાચારનો ત્યાગ કર્યા વિના આચારનું પાલન શક્ય બનતું નથી. તેથી અનાદિના એ ગાઢ સંસ્કારો પર કાબૂ મેળવવા માટે ત્રીજું અધ્યયન પહેલાં જણાવ્યું. હવે છજીવનિકાયના વિષયમાં આચાર જણાવે છે. અનાચારના કારણે જેમ પાપ થાય છે તેમ આચારમાં સ્થિર ન રહેવાથી પણ પાપ લાગે છે. તેથી પાપનું વર્જન કઈ રીતે કરવું એ જણાવવા દ્વારા આચારમાં સ્થિર રહેવાનો ઉપાય બતાવે છે. ભગવાને બતાવેલા આચાર પાળવા માટે કેટલું સત્ત્વ જોઈએ, કેટલું ઉપયોગપૂર્વકનું જીવન જોઈએ અને શાસ્ત્રોનું કેટલું
(૩)