SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું અંતર વધ્યું છે કે ઘટ્યું છે - એની વિચારણા કરી છે ખરી ? તમે વ્યાખ્યાન સાંભળો - એટલે તમારી શ્રુતની સાધના પૂરી થઈ જાય અને અમે થોડુંઘણું ભણી લઈએ એટલે અમારી શ્રુતની સાધના પૂરી થઈ જાય; ક્ષયોપશમભાવ પરિણામ પામ્યો કે નહિ - એ વિચારવાની ફુરસદ કોઈને નથી ! માન મળે તો ભણવાની મજા આવે - એ ઔદયિક ભાવ છે, આત્મા સુધરે એ રીતે ભણવાનું ગમે ત્યારે યોપશમભાવ આવ્યો - એમ સમજવું. ટીકાકારશ્રીએ શ્રતની વ્યાખ્યા આ રીતે કરવા દ્વારા આપણી આંખો ઉઘાડી અને આપણા કાન ખોલ્યા છે. આપણે જાતે સમજીને આપણી આરાધના કરવા લાગી જવું છે. જાતને સમજાવીને અમલમાં મૂકવું તે ક્ષયોપશમભાવનું શ્રત, જાતના બદલે બીજાને સમજાવવા નીકળવું તે ઔદયિકભાવનું શ્રત. અનાદિકાળથી ઔદયિકભાવના સંસ્કાર એટલા ગાઢ છે કે ધર્મ કરવા છતાં એ સંસ્કાર હલતા નથી. કદાચ સંસ્કાર મંદ પડે તોપણ આપણી પ્રવૃત્તિ જ એવી છે કે એ સંસ્કાર પાછા ઊભા થાય. તપ કર્યા પછી પણ પારણું એવું કરીએ કે તપના સંસ્કાર ભૂંસાઈ જાય અને ખાવાના સંસ્કાર જ દઢ થાય ! ભક્તિ કરનારા ગમે તેટલી ભક્તિ કરે, પણ ભક્તિ લેનારાએ તો પોતાનું ધ્યાન રાખવાનું ચૂકવું ન જોઈએ. માસક્ષમણનું પારણું કેવું કરીએ ? મહિના સુધી ખાધા વગર રહી શકાય એવો અભ્યાસ જેણે પાડ્યો હોય તે તો પારણે બે દ્રવ્ય ઓછાં વાપરે. એના બદલે ચાર પ્રવાહી વધારે વાપરે તો તે ક્ષયોપશમભાવનો તપ ક્યાંથી કહેવાય ? રોજના દૈનિક આહારથી અધિકની અપેક્ષા પારણે જાગે - તેવો તપ નથી કરવો. તપ કરે તેને તો આહાર વગર રહેવાની ટેવ પડી હોવાથી તે તો પારણે બે વસ્તુ ઓછી વાપરે. સ૦ પારણે જરૂર પડે એટલે વાપરે. ત્રીસ દિવસ જરૂર હોવા છતાં તપ કરવો હતો માટે ન વાપર્યું ને ? તેમ પારણે પણ તપના સંસ્કાર રાખવા છે માટે નથી વાપરવું. સવ ઘરના લોકો બનાવે તો ? તેઓ ભક્તિના સંસ્કાર પાડવા ભલે બનાવે, આપણે ત્યાગના સંસ્કાર પાડવા માટે વાપરવું નથી. સુખની ઇચ્છા ઉપર કાપ મૂક્યા વિના ક્ષયોપશમભાવનો તપ નહિ આવે. ક્ષયોપશમભાવને પામેલો તો કહે કે ‘સંસારનું સુખ હવે ગમતું નથી, દુ:ખ આવે તો ડર નથી લાગતો. પહેલાં થોડા સુખમાં લેપાઈ જતો હતો હવે સુખના ઢગલામાં પણ મન ભળતું નથી. પહેલાં થોડું દુ:ખ આવે તોય ભાગાભાગ કરતો હતો હવે ઘણું દુ:ખ આવે તોય ગભરામણ થતી નથી...' સંસારના સુખ તરફ ચાલવું તે ઔદયિકભાવ અને સંસારના સુખ ઉપરથી નજર ખસે તે ક્ષયોપશમભાવ. ધર્મ કરવા છતાં સુખ ઉપરથી નજર ખસે નહિ તો ક્ષયોપશમભાવ ન આવે. માત્ર પ્રવૃત્તિ જેવી તે ઔદયિકભાવ, પ્રવૃત્તિ પાછળના પરિણામને તપાસવા તે ક્ષયોપશમભાવ. સાધુભગવંત ક્કીર ન હોય, આજ્ઞાંકિત હોય. ફકીરતા તો માનસન્માનની અપેક્ષાથી પણ આવી જાય જ્યારે આજ્ઞાંકિત બનવા દરેક જાતની અપેક્ષાઓ મૂકવી પડે. કેટલો ધર્મ કરીએ છીએ, કેટલા વખતથી ધર્મ કરીએ છીએ એ જોવું તે ઔદયિકભાવ અને ધર્મ કેવો કરીએ છીએ તે જેવું - એ ક્ષયોપશમભાવ. તમે પણ ધંધો કેટલો કર્યો - એ જુઓ કે કેવો કર્યો છે - એ જુઓ ? જે માત્ર ક્રિયામાં જોડી રાખે તે ઔદયિકભાવ અને ક્રિયાના ફળ સુધી પહોંચાડે તે ક્ષયોપશમભાવ. આવા ક્ષયોપશમભાવના કારણભૂત વચન બરાબર એકાગ્રતાથી સાંભળેલું હોય, એક પણ શબ્દ આઘોપાછો કર્યા વગર ગ્રહણ કરેલું હોય તેને શ્રુત કહેવાય છે. આ વચન કોની પાસે સાંભળ્યું છે તે જણાવતાં શ્રી સુધર્માસ્વામીજી કહે છે કે તેણે ભગવયા’, તે એટલે ત્રણે ભુવનના સ્વામીરૂપે પ્રસિદ્ધ એવા ભગવાન પાસે સાંભળ્યું છે. અહીં ભગવાનનો અર્થ કરતી વખતે ‘ભગ’ના છ અર્થ કરી બતાવ્યા છે : (૧) સમગ્ર ઐશ્વર્ય, (૨) રૂપ, (૩) યશ, (૪) લક્ષ્મી, (૫) ધર્મ અને (૬) પ્રયત્ન. આ છયે પ્રકારના ભગના જે સ્વામી હોય તેને ભગવાન કહેવાય છે. શ્રી તીર્થંકર પરમાત્મામાં આ છયે વસ્તુ ઉત્કટ કોટિની હોય છે, આથી તેમને ભગવાન કહેવાય છે. જોકે ઐશ્વર્યાદિ સામાન્ય જનમાં પણ જોવા મળે છે, પરંતુ ગણનાપાત્ર, ઉત્કટ કોટિના ઐશ્વર્યાદિ જેમનામાં હોય તેને જ ભગવાન કહેવાય છે. જેમ ધન તો ભિખારી પાસે પણ હોય છે, છતાં તેને ધનવાન નથી કહેતા. ગણનાપાત્ર, પુષ્કળ ધન જેની પાસે હોય તેને જ ધનવાન કહેવાય છે તેમ અહીં પણ ઉત્કટ કોટિના ઐશ્વર્ય વગેરે તીર્થંકર પરમાત્મામાં હોવાથી તેઓને જ ભગવાન કહેવાય છે. પરમાત્મા ત્રણ ભુવનના સ્વામી હોવાથી સમગ્ર ઐશ્વર્યના ધણી છે. તેઓશ્રીનું રૂપ એવું અદ્ભુત હોય છે કે અસંખ્યાત ઇન્દ્રો ભેગા થાય તોપણ
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy