________________
તેથી તમારે ત્યાં અને અમારે ત્યાં જુદા રહેવા માંડ્યા છે. ‘મને નહિ ફાવે - એવું જે કહે તેને સમજાવવું કે જે અહીં નહિ ફવડાવો તો ફરી ત્યાંની (નિગોદની) સંકડાશમાં જવું પડશે. હૈયું સાંકડું રાખવાને બદલે વિશાળ રાખીએ તો કોઈ જાતની સંકડાશ નડે નહિ. જ્યાં સુધી કર્મો પડ્યાં છે ત્યાં સુધી આવું જ ચાલવાનું છે. એ કર્મોના વિપાક પૂરા કરવા માટે સાધુપણું છે. કર્મના વિપાક ભોગવીને પૂરા કરવા છે અને નવા કર્મો બાંધવાં નથી : તો જ કર્મરહિત બનાશે.
સ૦ આત્મા કર્મોનો કર્તા પણ છે અને ભોક્તા પણ છે ને ?
માત્ર કર્તા-ભોક્તા જ નથી, સાથે સંસર્તા અને પરિનિર્વાતા છે - એટલું યાદ રાખવું. આ તો કર્તાભોક્તા બોલવામાં મજા આવે છે. કારણ કે પુણ્ય બાંધવા મળે ને ભોગવવા મળે. સંસર્વા બોલો તો ખ્યાલ આવે કે નરકતિર્યંચમાં પણ જવું પડે છે અને પરિનિર્વાતા બોલે તો એટલું યાદ આવે કે આત્મા સર્વથા કર્મરહિત બની મોક્ષે જઈ શકે એવો છે. આત્મામાં મુક્ત થવાની યોગ્યતા છે - એ જાણીને આનંદ થાય ને ? આ યોગ્યતા પકવવાનો ઉપાય પણ છે. ધર્મ કરવાની ઉતાવળ કરવા પહેલાં યોગ્યતા પકવવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે.
આ ચોથા અધ્યયનનું નામ પડછવનિકાય અધ્યયન છે. તેમાંથી જીવનું સ્વરૂપ આપણે સામાન્ય વિસ્તારથી જોયું. ત્યાર બાદ અહીં નિકાયનું પણ વર્ણન કર્યું છે. નિકાયનો અર્થ સામાન્યથી સમૂહ થાય છે. છ પ્રકારના જીવોના સમૂહનું વર્ણન આમાં કરેલું છે, માટે તેનું નામ પછવનિકાય અધ્યયન છે. આ રીતે નામનિષ્પન્ન નિક્ષેપાની વાત પૂરી કરીને સુત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાના અવસરે શુદ્ધ એવા સૂત્રનું ઉચ્ચારણ કરી જણાવવાનું છે. આ સૂત્ર દ્વાદશાંગીનો અંશ છે. આ સૂત્રનું અધ્યયન-અધ્યાપન સાધુસાધ્વીને ઉદ્દેશીને હોવા છતાં તમારી આગળ આ વંચાય છે તેનું કારણ એક જ છે કે તમારે પણ સાધુ થવું છે. તમને સાધુ થવાનું મન છે ને ?
સ૦ સાધુપણું સારું તો લાગે છે, પણ લેવાની ઈચ્છા નથી થતી.
દુનિયાનાં કેટલાં કામ ઇચ્છાથી કર્યો ? કેટલી ઇચ્છાઓ પૂરી કરી ? આ સંસારનાં મોટા ભાગનાં કાર્યો ઇચ્છા વગર જ કરો છો ને ? તો અનંતજ્ઞાનીઓએ
બતાવેલા માર્ગમાં ઇચ્છાની રાહ શા માટે જોવી ? જે કાર્યો જરૂરી લાગે તે ઇચ્છા વિના પણ કરો ને ? તો અહીં શા માટે વિચાર કરો છો ? વીતરાગપરમાત્માના શાસનના પરમાર્થને વિચારનારા, સમજનારા પરિણામની રાહ જોઈને બેસી ન રહે, ભવિષ્યના પરિણામનો વિચાર કરી ચાલી નીકળે. માર્ગ તો અણીશુદ્ધ છે, એ માર્ગે ચાલવાનું મન કેટલું છે - એ પૂછવાની જરૂર છે. આપણા પરિણામને જોવા કરતાં જ્ઞાનીએ બતાવેલા પરિણામનો વિચાર કરતા રહીએ તો ચોક્કસ ભાવદીક્ષા પરિણામ પામ્યા વગર ન રહે. આજે આપણે ચોથા અધ્યયનના સૂત્રની શરૂઆત કરવી છે. અમારે ત્યાંની પ્રણાલિકા સુંદર છે કે પહેલાં સૂત્ર કંઠસ્થ કરાવી પછી અર્થની વાચના આપવી. આ ક્રમે સૂત્ર-અર્થ ગ્રહણ કર્યા હોય તો તે સારી રીતે પરિણામ પામ્યા વગર ન રહે. આ તો મહાપુરુષોએ કરુણા કરીને તમને સૂત્ર વગર પણ અર્થ સમજાવવાનું કહ્યું છે. તેમનો આશય તો ઉદાત્ત હતો, આપણી પ્રવૃત્તિ એને અનુરૂપ નથી. ‘યોગ્યતા વિનાનાને ધર્મ ન મળે” એમ કહીએ તો મૂકીને જતા રહે, પણ યોગ્યતા મેળવવા ન રહે. તેથી યોગ્યતા વગરના પણ યોગ્ય બને - એ આશયથી આનો અર્થ જણાવાય છે.
सुर्य मे आउसंतेण (आउसं तेण) भगवया एवमक्खायं - इह खलु छजीवणिया नामज्ायणं, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिजिउं अज्झयणं धम्मपण्णत्ती । कयरा खलु सा छज्जीवणियानामज्झयणं समजेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिजिउं अज्झयणं धम्मपन्नत्ती ? । इमा खलु सा छज्जीवणिया नामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या सुअक्खाया सुपन्नत्ता सेयं मे अहिजिउं अज्झयणं धम्मपन्नत्ती ।।
શ્રી સુધર્માસ્વામી જંબૂ નામના પોતાના શિષ્યને ઉદ્દેશીને કહે છે કે - (મડાં તેનું પવિયા) હે આયુષ્યમાન ! જ્ઞાનાદિ ઐશ્વર્યથી યુક્ત એવા તે શ્રી વર્ધમાનસ્વામી ભગવાન પાસેથી મેં આ પ્રમાણે સાંભળ્યું છે કે (અથવા માવસંતે ગુરુચરણે રહેલા એવા મેં આ પ્રમાણે સાંભળ્યું છે કે) - આ શ્રી જિનેશ્વર ભગવંતના પ્રવચનમાં જવનિકા નામનું અધ્યયન, કાશ્યપગોત્રવાળા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પોતે જાતે કેવળજ્ઞાનથી જોઈને પ્રકર્ષે કરીને જણાવ્યું છે,
(૪૩)