SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાથી ફરી નવું અપયશનામકર્મ બંધાય. ખુલાસો કરવાથી કદાચ અપયશ ટળે ને યશ મળે એવું બને પણ બીજાને ખરાબ ચીતરવાથી નવો અપયશ બંધાય છે. - એ તરફ નજર નથી ને ? એના બદલે શાંતિથી આપણાં કર્યો આપણે ભોગવીને પૂરાં કરી દેવાં છે. જે અશાતા ચૌદમા ગુણઠાણા સુધી ઉદયમાં રહે છે તેનો ઉદય ટાળવા રાતદિવસ મહેનત ચાલુ છે અને જે મોહનીય પહેલે, ચોથે, પાંચમે ગુણઠાણે ઉદયમાંથી ટળે એવું છે તેની તરફ નજર પણ માંડવી નથી : આ તે કેવી વિષમતા ?! આત્માનું સ્વરૂપ મોહનીયકર્મના કારણે વિકૃત થયું છે, એવું સમજાયું નથી અથવા સમજવા છતાં યાદ નથી રહ્યું - એમ માનવું પડે ને ? રોગ કોઈક દિવસ થાય છે, છતાં રોગ ન થાય - તેનું ધ્યાન રાતદિવસ હોય છે, જ્યારે કષાયો ચોવીસ કલાક સાથે હોવા છતાં તેનું ભાન ક્યારે હોય ? ‘આત્માને માનીએ છીએ’ - એમ બોલવાનું સહેલું છે, પણ તે વાસ્તવિક રીતે સ્વીકારવાનું સહેલું નથી. આપણી પાસે સત્ત્વ ગમે તેટલું હોય તોપણ આસક્તિ આગળ એ સર્વ સાવ નકામું બની જાય છે. આસક્તિ મંદ થયા વિના સર્વ કામ નહિ લાગે. આત્માની અનુભૂતિ થયા પછી પણ આ શરીરની મમતા આત્માના અસ્તિત્વને સ્વીકારવા દેતી નથી. શરીરની મમતા, આગળ ગયેલાને પણ પાછા પાડે છે. સાધુભગવંતો પણ જે સાધુપણાથી ભ્રષ્ટ થતા હોય કે સાધુપણામાં શિથિલ બનતા હોય તો તે આ શરીરની મમતાના કારણે. ચારિત્રધર પણ મિથ્યાત્વે પહોંચતા હોય કે સમર્થજ્ઞાની ભગવંતો અજ્ઞાનમૂલક પ્રવૃત્તિ કરતા હોય તો તે પ્રભાવ આ શરીરના મમત્વનો છે. જેટલા જેટલા માર્ગગામી પણ માર્ગ ભૂલ્યા તે અજ્ઞાનના કારણે નહિ, શરીરની મમતાના કારણે થાપ ખાઈ ગયા. આત્માને માન્યા પછી શરીરની મમતા ઉતારવી પડે. આસ્તિકતાની જરૂર શરીરની મમતા ઉતારવા માટે જ છે. શરીર સારું હોય તો ધર્મ સારો થાય - એવું નથી, શરીરનું મમત્વ ઊતરે તો ધર્મ સારો થાય. શ્રી ધર્મબિંદુમાં જણાવ્યું છે કે શ્રાવકે શરીરની દરકાર કરવી જોઈએ - તેનું કારણ તો એ છે કે શાસ્ત્રકારો જાણે છે કે – ‘અર્થ-કામ માટે ગૃહસ્થો શરીરને ગણકારતા નથી.' શ્રાવકને હજુ દીક્ષા લેવાની બાકી છે તેથી તેને શરીરની દરકાર કરવાનું જણાવ્યું છે. બાકી સાધના કરતી વખતે તો શરીરનો કસ કાઢી નાંખવાનો છે. લોકો અર્થકામ માટે શરીરને ગણકારતા નથી, જ્યારે આપણી દશા એ છે કે આપણે શરીર માટે ધર્મમોક્ષને ગણકારતા નથી. શરીરની (૨૮) = પલોજણમાં જ સમય પૂરો થાય તો સાધના કરે ક્યારે ? આપણે તો એ વિચારવું છે કે અર્થકામ માટે જો શરીરની પરવા કર્યા વિના જિવાતું હોય તો ધર્મમોક્ષની સાધના શરીરને ગણકાર્યા વિના કેમ ન થાય ? આજે તમે ઘરમાં રહ્યા છો અને સાધુપણામાં આવી નથી શકતા તે શરીરના મમત્વના કારણે જ ને ? શરીરનું મમત્વ જે અર્થકામમાં આડું ન આવે તો ધર્મમોક્ષમાં શા માટે આડું આવે ? અત્યારે ગૃહસ્થપણામાં તમે જેટલો પુરુષાર્થ કરો છો તેનાથી વધારે કયો પુરુષાર્થ સાધુપણામાં કરવાનો છે ? અને ગૃહસ્થપણામાં જેટલું દુ:ખ વેઠો છો તેનાથી વધુ કયું દુ:ખ સાધુપણામાં વેઠવું પડે છે ? : આ બે પ્રશ્નોનો જવાબ જો પ્રામાણિકપણે આપો તો આજે સાધુ થવા તૈયાર થવું પડે. અશક્તિ છે માટે સંસારમાં બેઠા છો કે આસક્તિ છે માટે બેઠા છો ? ધર્મ કરવા માટે બુદ્ધિની કે શક્તિની જરૂર નથી, વૈરાગ્યની જરૂર છે. ભગવાનની વાત માનવા માટે બુદ્ધિની જરૂર નથી, રાગ મારવાની જરૂર છે. એક વાર આસક્તિ મરે તો ભગવાનના પ્રત્યેક વચન મગજમાં બેસે એવાં અને હૈયામાં ઊતરે એવાં છે. જગતને સમજાવવાનું કામ સહેલું છે, જ્યારે જાતને સમજાવવાનું કામ કપરું છે. ‘મન કામ નથી કરતું માટે દીક્ષા નથી લેતા.' એમ કહેતા હો તો બરાબર છે. બાકી ‘શરીર કામ નથી આપતું માટે દીક્ષા નથી લેતા.’ - એમ કહો તો તે સાચું માની શકાય એવું નથી. શરીર કામ ન આપતું હોય તો અણસણ કરીને પણ આરાધના કરી શકાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કથા આવે છે. એક સાધુભગવંતને વિહાર કરતાં જંગલના રસ્તે કાંટો વાગ્યો. પગ મૂકી શકાય એમ ન હતું. આચાર્યભગવંત ‘શું કરવું એની ચિંતા કરે એ પહેલાં પેલા સાધુ મહાત્માએ કહ્યું કે હું અહીં અણસણ કરી લઈશ, આપ નિશ્ચિતપણે પધારો.” આપણે અહીં સુધી પહોંચવું છે. આપણે ધર્મ કરીએ છીએ ખરા, પણ આસક્તિને આંચ ન આવે એ રીતે કરીએ છીએ ને ? ‘દુ:ખ આવવું ન જોઈએ અને સુખ બાકી રહેવું ન જોઈએ.' - આ મુદ્રાલેખના કારણે આપણે ધર્મ કરી શકતા નથી અને કદાચ કરીએ તોપણ આજ્ઞા મુજબનો ધર્મ થતો નથી. આત્માનું સ્વરૂપ સમજવા માટે આપણે લક્ષણદ્વાર શરૂ કર્યું છે. સામાન્યથી અનુમાનપ્રમાણથી વસ્તુની સિદ્ધિ કરવી હોય ત્યારે લક્ષણની જરૂર પડે. જે વસ્તુ પ્રત્યક્ષપણે જણાતી ન હોય તેનાથી સંબંધિત એવી બીજી પ્રત્યક્ષભૂત વસ્તુના (૨૯)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy