________________
ક્ષેત્ર, કાળ, પલ્યોપમ, સાગરોપમ.. આ બધાનું વર્ણન આવે ત્યારે અમે ઉપેક્ષાભાવે માથું ધુણાવીને ‘હા હા’ કરીએ. એ જોઈને એક વાર સાહેબે પુસ્તક નીચે મૂકીને બોલવાની શરૂઆત કરી કે - ‘આમાં શું કહ્યું તે સમજાયું ? આ પલ્યોપમ ને સાગરોપમ ગણતરી કરવા માટે નથી, આ પલ્યોપમનાં ને સાગરોપમનાં આયુષ્ય પૂરાં કરવાં પડે છે. તે પણ સુખમાં જ નહિ, દુ:ખમાં ય પૂરા કરવાં પડે છે. વર્તમાનમાં બે ઘડીનું દુ:ખ પણ અકળાવી મૂકે છે તો સાગરોપમોનાં દુ:ખ કઈ રીતે પૂરાં થાય ? નરકનાં દુ:ખો નજર સામે આવે અને તેથી પાપ કરાવનાર સુખની લાલચ ઉપર કાપ મુકાય તે માટે આ બધું ભણવાનું છે. કાળની ગણતરી તો બે મિનિટમાં પૂરી થઈ જાય, પણ એટલો કાળ પૂરો કરતાં દમ નીકળી જાય એવું છે... આ રીતે આચાર્યભગવંત દ્રવ્યાનુયોગમાંથી ચરણકરણાનુયોગમાં લઈ જવાનું કામ કરતા. ત્યાર પછી અમે ગંભીરતાથી ભણવાનું શરૂ કર્યું.
પ્રરૂપણાદ્વાર પછી લક્ષણદ્વારા જણાવ્યું છે. તમે સાધુસાધ્વી પાસે જાઓ તો માત્ર મળવા કે શાતા પૂછવા જાઓ ? કે ભણવા માટે ? નવતત્ત્વમાંનું પહેલું જીવતત્ત્વ સમજ્યા વગર, સ્વીકાર્યા વગર ધર્મ કર્યે રાખો તો શું ભલીવાર આવે ? આસ્તિકતા લાવ્યા વિના નિસ્તાર થવાનો નથી. આથી જ આપણે આત્માનું લક્ષણ વિચારવું છે. જેના કારણે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ અર્થાત્ પરોક્ષ એવા પદાર્થનું જ્ઞાન થાય તેને લક્ષણ કહેવાય. અપ્રત્યક્ષ એવી પણ વસ્તુનું અસ્તિત્વ લક્ષણના કારણે જાણી શકાય છે. રોગનાં લક્ષણના કારણે રોગનું જ્ઞાન થાય છે ને ? આત્મા દેખાતો નથી એવી દલીલ કરનારાએ રોગ દેખાતો નથી એવી દલીલ ક્યારેય કરી ખરી ? ડોકટર કહે કે ‘ડાયાબિટીસ થયો છે', તો કહેતા નથી કે - ‘દેખાતો નથી, માટે નહિ માનું.' અને આત્માની વાત કરીએ તો કહે કે ‘દેખાતો નથી, માટે નહિ માનું.'
સવ રોગનું વેદન થાય છે.
તો આત્માનું પણ વેદના થાય છે. રોગનું વેદન જ આત્માના અસ્તિત્વને પુરવાર કરે છે. આત્મા જ ન હોય તો શરીરના રોગનું વેદન કોણ કરવાનું હતું ? ‘આત્મા નથી’ એવું બોલનાર જ આત્માના અસ્તિત્વમાં પ્રમાણ છે. કારણ કે આત્મા ન હોય તો એકલું શરીર બોલવા, ચાલવા વગેરેની કોઈ ક્રિયા કરવા માટે
સમર્થ ન બને. અહીં આત્માના અસ્તિત્વને જણાવવા માટે વીસ લક્ષણ બતાવ્યાં છે : (૧) આદાન, (૨) પરિભોગ, (૩) યોગ, (૪) ઉપયોગ, (૫) કષાય, (૬) લેશ્યા, (૭) આણપાણ (શ્વાસોશ્વાસ), (૮) ઇન્દ્રિય, (૯) બંધ, (૧૦) ઉદય, (૧૧) નિર્જરા, (૧૨) ચિત્ત, (૧૩) ચેતના, (૧૪) સંજ્ઞા, (૧૫) વિજ્ઞાન, (૧૬) ધારણા, (૧૭) બુદ્ધિ, (૧૮) ઇહા, (૧૯) મતિ, (૨૦) વિતર્ક. આપણે આત્માને માનતા નથી માટે આટલાં લક્ષણો બતાવ્યાં છે. બાકી આટલાં લક્ષણ બતાવવાની જરૂર નથી. એકાદ લક્ષણથી પણ આત્માની પ્રતીતિ થઈ જાય તો બીજું બતાવવાની જરૂર નથી. છતાં ય ગમે તે ભોગે આપણે આત્માને માનતા થઈએ તેના માટેનો આ પ્રયાસ છે. આત્માને માનીએ તો દુ:ખી દુ:ખી થઈ જઈએ કે મુક્ત બનીએ ? આત્માને માનીશું તો આપણું સુખ જતું રહેશે અને આપણે દુ:ખી થઈ જઈશું : એવું ઊંડે ઊંડે આપણા મનમાં પડ્યું છે. પરંતુ અસલમાં તો, આત્માને માનતા થઈએ તો શરીરનું કે મનનું દુ:ખ દુ:ખરૂપ ન લાગે. રોગીઓ પણ છેલ્લે શાંતિ પામે છે તે આત્માને માનવાના કારણે પામે છે. આત્માને માનવાથી તો દુ:ખ ઓછું થાય કે - “આ રોગો મારા શરીરને પીડા પહોંચાડે છે, આત્માને નહિ.’ ‘શરીર રોગોનું ઘર છે, આત્મા નહિ.' : આ પરિણામ જ સમાધિ આપે છે. શ્રી યોગવિંશિકામાં પણ વિનજય નામના આશયનું વર્ણન કરતાં જ્વર વગેરે અત્યંતર કે શીતતાપાદિ આગંતુક વિદનના જય માટે એવો વિચાર કરવાનું જણાવ્યું કે - ‘આ પરિષહ-ઉપસર્ગો મારા શરીરને જ બાધા કરે છે, બાકી મારા આત્મસ્વરૂપના બાધક નથી.' આત્માને શરીરથી જુદો માની લઈએ તો શરીરનું દુ:ખ દુ:ખ ન લાગે. આજે આપણે શરીરના સુખ ખાતર અને શરીરનું દુ:ખ ટાળવા ખાતર આત્માને દુ:ખી બનાવવાનું શરૂ કર્યું છે. એના બદલે આત્માએ શરીરથી, આગળ વધીને શરીરના રાગથી બાંધેલાં પાપકર્મોના ઉદયથી આવેલાં દુ:ખોને શરીરથી ભોગવી લઈએ, આપણી જ ભૂલનું ફળ સમજીને સહન કરી લઈએ તો આત્મા સુખી બન્યા વિના, કર્મમુક્ત બન્યા વિના ન રહે. આપણને અશાતા, અપયશનામકર્મ, દુર્ભાગ્યનામકર્મ, લાભાંતરાયકર્મ વગેરે પાપકર્મોનો ઉદય ગમતો નથી, તેથી એ ઉદયને ટાળવા જતાં ઉપરથી નવાં કર્મો બાંધી બેસીએ છીએ. અશાતા ટાળવા જતાં બીજાને દુ:ખ આપવાથી નવી અશાતા બંધાય. અપયશતિરસ્કાર ખમાય નહિ - એટલે એનો ખુલાસો કરવા જતાં બીજાને અપયશ
(૨૭)