________________
૭પ
--
--
---
-
-
-
કારની ઉપાસના અગે કિંચિત એમાં કેઈને શંકા છે ખરી? તે પછી એની મિત્રતા અત્યારથી જ કેમ ન કરવી? રોગથી રીબાતાં, અનેક પ્રકારનાં કલ્પાંત કરતાં કે બેભાન અવસ્થામાં મૃત્યુને ભેટવું તેના કરતાં સ્વસ્થ–પ્રસન્ન ચિત્ત ૩૦કારના ધ્યાનપૂર્વક દેહને ત્યાગ કેમ ન કરે? એ સર્વથા શક્ય છે, પણ તે માટે અત્યારથી જ કારની ઉપાસના શરૂ કરી દેવી જોઈએ અને તેમાં મક્કમતાથી આગળ વધવું જોઈએ. જેનો નિર્ધાર મક્કમ છે, તેને વિજય અવશ્ય સાંપડે છે. • કારની ઉપાસના અંગે સ્વામી શ્રી મહેશાનંદગિરિજીનું ચરિત્ર જાણવા જેવું છે, તેથી તે અહીં સંક્ષેપમાં. રજૂ કરીએ છીએ.
કારના અનન્ય ઉપાસક - સ્વામી શ્રી મહેશાનંદગિરિજી
હરદ્વારકનખલમાં ગંગા નદીના તટ ઉપર સંન્યાસીઓને એક વિશાલ સુંદર મઠ છે. તે સુરતગિરિજી મહારાજના નામથી વિખ્યાત છે. સ્વામી સુરતગિરિજી મહારાજ સંન્યાસી-સમાજમાં એક ઘણું પ્રસિદ્ધ ગીશ્વર થઈ ગયા. તેમને એક શિષ્ય હતા, તેમનું નામ સ્વામી શ્રી મહેશાનંદગિરિજી. તેઓ ગુજરાતના નાગર બ્રાહ્મણના કુલમાં જન્મેલા હતા અને સુયોગ્ય વિદ્વાન હતા. પ્રથમ તેઓ ધર્મપ્રચાર માટે એક મંડલી સાથે ભારત–ભરમાં ભ્રમણ કરતા હતા.
તેમને મેટા મેટા પંડિતની ભેટ થતી હતી, પણ. તેમની સર્વગામી પ્રતિભાથી બધા પંડિત સ્તબ્ધ તથા...