________________
૭૪
મ`ત્રચિ'તામણિ
કાઈથી પરાભવ પામવાના વખત આવતા નથી અને જીવનના સ વ્યવહાર સુખપૂર્વક ચાલે છે. એટલું જ નહિ પણ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા હાય તા એનાથી પૂરી પડે છે.
એક મહિના સુધી ૐકારને વિધિસર જપ કરવાથી ખ્સો રૂપિયાના પગારદાર મહાશય માત્ર ખાર જ મહિનાની અંદર બે હજાર રૂપિયાના પગારવાળા મેનેજર બન્યા, તેના અમે સાક્ષી છીએ. તે મેનેજર અને એવી કોઈ શકયતા એ વખતે ન હતી. તેમાં અનેકવિધ અંતરાયે રહેલા હતા. પરંતુ ૐકારની ઉપાસનાના બળે એ બધા અંતરાયે અજા રીતે તૂટી ગયા અને તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી થઈ.
તાપ કે યુવાવસ્થામાં ૐકારની ઉપાસના અને તેટલી જરૂર કરવી જોઈએ. તે પ્રત્યે દુર્લક્ષ્ય કરવુ ચગ્ય નથી.
કોઈ કારણસર યુવાવસ્થામાં ૐકારની ઉપાસના થઈ ન શકી તા વાનપ્રસ્થ અવસ્થામાં (પચાશ વર્ષ પછીની ઉંમરમાં) તા જરૂર જ કરવી જોઈએ. વધારે સ્પષ્ટ કહીએ તે આ વખતે કારની ઉપાસનાને જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવવી. જોઈએ અને તેમાં બની શકે તેટલા વધારે સમય ગાળવા જોઈ એ, ગપસપ કે ટાળટિખળમાં ગાળેલે સમય વૃથા છે અને તાત્ત્વિક દૃષ્ટિએ તેા વ્યવહાર–વ્યાપારની ભાંજગડા પણ વૃથા જ છે, જ્યારે પરમેશ્વર કે પરબ્રહ્મરૂપ ૐકારની ઉપાસનામાં ગાળેલી પ્રત્યેક ક્ષણ ઘણી કિંમતી છે, કારણ કે તે અભ્યુદયને નજીક લાવનારી છે.
અંત સમયના સાથી તા કાર જ હાવા જોઈ એ.