________________
છકારની ઉપાસના અંગે કિંચિત
કોઈ કારણસર બાલ્યાવસ્થામાં કારની ઉપાસના ભણી પગલાં ન મંડાયાં તે યુવાવસ્થામાં માંડવા જોઈએ. શુભ કાર્ય તે જ્યારે પણ કરીએ, ત્યારે ફલદાયક થાય છે. જે કોઈ એમ માનતું હોય કે “યુવાવસ્થા તે ભેગને માટે નિમાયેલી છે, એટલે તેમાં વિવિધ પ્રકારના ભેગે ભેગવવા જોઈએ અને એ રીતે જીવનને આનંદ માણુ જોઈએ.’ તે એ માન્યતા ભૂલભરેલી છે. એ રીતે યુવાવસ્થાને ઉપયોગ કરનારા પસ્તાયા છે. છેવટે તેમના હાથમાં કંઈ આવ્યું નથી અને રેગ, શોક, ભય, ચિંતા આદિના ચકરાવે ચડવું પડ્યું છે.
જે જીવનનું મુખ્ય ધ્યેય મેક્ષ હાય, હેવું જ જોઈએ તે બાલ્યાવસ્થાથી જ એ દિશામાં પ્રયત્ન આરંભવા જોઈએ અને યુવાવસ્થામાં તેને વધારે જોરદાર બનાવવા જોઈએ. ઘડપણમાં ગોવિંદ ગુણ ગાઈશું” એમ કહેનારાઓ ઘડપણું સુધી પહોંચવાની કોઈ ખાતરી આપે છે ખરા? વાસ્તવમાં આપણું જીવન ક્ષણભંગુર છે અને આયુષ્યને દર કયારેકેવી રીતે તૂટી જશે, તે આપણે જાણતા નથી, તેથી આપણું કર્તવ્ય છે એ જ રહે છે કે જ્યારે પણ તક મળે ત્યારે શ્રેયસાધન કરી લેવું, તેમાં જરા પણ પ્રમાદ કરે નહિ.
અહીં પ્રસંગવશાત એ પણ કહી દઈએ કે જેઓ યુવાવસ્થામાં કારની નિયમિત ઉપાસના કરતા રહે છે, તેમનું શરીર નિરોગી રહે છે, મનની સ્મૃતિ વધે છે અને બુદ્ધિ નિર્મલ બનતાં કઈ પણ કાર્ય પરવે સાચે નિર્ણય થઈ શકે છે. વળી તેમને ધંધા કે નેકરીમાં યશ મળે છે,