________________
રકારની ઉપાસના અને કિંચિત
મારવાડના એક ગામમાં કેટલાક સશસ્ત્ર ધાડપાડુઓ ચડી આવ્યા. તેમની સંખ્યા મોટી હતી, એટલે ગામલેકે સામનો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. ત્યાં એક જૈન શ્રીમંત વસતા હતા અને તેમના પર ધાડપાડુઓની ખાસ દષ્ટિ હતી. આ શેઠ આમ તે ધંધાર્થે બેંગલરમાં વસતા હતા, પણ આ વખતે તેઓ કેઈ વ્યાવહારિક પ્રસંગે ગામમાં આવ્યા હતા અને તેમની તિજોરીમાં આશરે એક લાખ રૂપિયાનું સપનું હતું.
તેમને સમાચાર મળ્યા કે ધાડપાડુઓ ચડી આવ્યા છે અને થોડી જ વારમાં અહીં આવી પહોંચશે, એટલે તેઓ પરિસ્થિતિની વિકટતા સમજી ગયા, પણ ગભરાયા નહિ. તેમણે ઘરની બહાર મોટું તાળું લગાવી દીધું અને કુટુંબની વ્યક્તિઓને પાછલા બારણેથી અહીંતહીં વિદાય કરી દીધી. પછી પિતે એ જ મકાનના એક ભાગમાં આસન જમાવી નમસ્કાર મહામંત્રની* ગણના કરવા લાગ્યા. તેમને નમસ્કાર મહામંત્ર પર અનન્ય શ્રદ્ધા હતી. તેની ગણનાથી આજસુધીમાં તેમનાં કેટલાએ વિકટ કાર્યો પાર પડ્યાં હતાં.
ધાડપાડુઓ ગામમાં દાખલ થતાં જ ગોળીબાર કરવા
+ વૈદિક પરંપરામાં જે સ્થાન કાર ગાયત્રી મંત્રનું છે, તે જ સ્થાન જૈન ધર્મમાં નમસ્કાર મહામંત્રનું છે. અમે “નમસ્કારમંત્રસિદ્ધિ નામને એક બહ૬ ગ્રથ લખેલે છે, તે મંત્રપ્રેમીઓએ અવશ્ય વાંચવા-વિચારવા જેવો છે. આ ગ્રંથના ત્રીજા ખંડમાં “નમસ્કાર મહામંત્ર” નામનું ખાસ પ્રકરણ આપેલું છે, તે પણ જિજ્ઞાસુએ ધ્યાનથી જોઈ લેવું.