________________
૬૮
મંત્રચિંતામણિ
ભય ટાળી શકાય ખરે?” તેને ઉત્તર અમે હકારમાં આપીએ છીએ. જેમ ઘેડા સૈનિકે એ સતત ચિંતન કરવાથી લીલુંછમ વડલે થોડા જ દિવસમાં તદ્દન સૂકાઈ ગયે, તેમ રાષ્ટ્રના અનેક માણસે પવિત્ર મનથી એક જ મંત્રની ઉપાસના કરતા હોય તે તેના પ્રબળ દેલને શત્રુપક્ષને અસર કરે છે, એટલે તે આમણને વિચાર એક યા બીજા કારણે માંડી વાળે છે અથવા આક્રમણ કરે છે, તે તેમાં ફાવતું નથી. ભૂતકાળમાં આવી કેટલીયે ઘટનાઓ ઈતિહાસના પાને નોંધાયેલી છે.
મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીનાં નામે આ દેશની મહાન રાષ્ટ્રીય વિભૂતિઓ તરીકે બહાર આવેલાં છે, પરંતુ મહારાણા પ્રતાપ એકલિંગજી મહાદેવના અનન્ય ઉપાસક હતા અને છત્રપતિ શિવાજી માતા ભવાનીના અનન્ય સેવક હતા, એ વાત ભૂલવા જેવી નથી. તાત્પર્ય કે તેમના હદયમાં રાષ્ટ્રરક્ષાને જે અદમ્ય ઉત્સાહ વ્યા, તેની પાછળ શિવ કે શક્તિ રૂપે કારની શક્તિ કામ કરતી હતી. ભારત પર અનેક આક્રમણ થવા છતાં તેની સંસ્કૃતિ ટકી રહી છે, તેનું ખરું કારણ તેના લેહીમાં રહેલે અધ્યાત્મવાદ છે, તેની ભવ્ય મિત્રો પાસના છે, એમ કહીએ તે અયુક્તિ નથી.
મંત્રનું અનન્ય ભાવે સ્મરણ કરવાથી ચેર-ડાકુ-લૂંટારુઓને ભય ટળે છે, એ અનુભવ ઘણાને થયે છે. તેને એક દાખલે હૈડાં વર્ષ પહેલાં દક્ષિણના પ્રવાસ દરમિયાન અમારા જાણવામાં આવ્યા હતા, તે અહીં રજૂ કરીએ છીએ.