________________
પર
મચિંતામણિ
મંત્ર પરત્વે આપણી સ્થિતિ પણ આવી ન બની જાય, તેની ખાસ તકેદારી રાખવાની છે.
આજે એક વર્ગમાં એવી માન્યતા પ્રવર્તે છે કે મંત્ર જગ્યા કરીએ એટલે તેનું ફળ મળી જાય, પછી તેને અર્થ જાણવાની જરૂર શી? પણું આ માન્યતા યોગ્ય નથી. માનદ્ મજા' એ સૂત્ર અનુસાર મંત્રમાત્રનું નિર્માણ મનન કરવા માટે જ થયેલું છે. આ મનન માત્ર ઉચારણ, માત્ર રટણ કે માત્ર જપથી થઈ શકે નહિ. તેની સાથે અર્થને વિચાર પણ જરૂર જોઈએ, તેથી જ ચગદર્શન આદિ ગ્રંથમાં જપની સાથે અર્થભાવનાને નિર્દેશ કારાયેલે છે.
અહીં એ પણ વિચારવું ઘટે કે જે મંત્રને અર્થ જાણવાની જરૂર ન હોય તે શાસ્ત્રકારે મંત્રને અર્થ શા માટે લખે? અને તેને અર્થવિસ્તાર પણ શા માટે કરે? તાત્પર્ય કે મંત્રને અર્થ જાણ એ ઉપાસક્કા હિતમાં છે, તેથી જ શાસકારે મંત્રને અર્થ પ્રકાશ છે અને આવશ્યક્તા અનુસાર તેને વિસ્તાર પણ કરે છે. છતાં ઘડીભર માની લઈએ કે અમુક મંત્રને અર્થ કરવાની મનાઈ છે, તે મસેના એ વર્ગમાં કારને સમાવેશ થતો નથી. શારામાં
કારનો અર્થ વિવિધ રીતે કરવામાં આવ્યા છે અને તે આપણે લક્ષ્યમાં રાખવા જેવું છે.
ઉષ્કારને મુખ્ય અર્થ પરબ્રહ, પરમેશ્વર કે પરમાત્મા છે અને ઉપનિષદુકાએ તેને અર્થ આત્મા પણ કર્યો છે. પ્રથમ પ્રકરણમાં માંડૂકપનિષદુને જે ઉલ્લેખ રજૂ કરવામાં આ છે, તે આ વસ્તુનું સમર્થન કરનાર છે.