________________
મંત્રચિંતામણિ કાર બધા વેદનું બીજ છે, તેથી તે વેદબીજ તરીકે સ્તવાય છે.
કારમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને પરબ્રહ્મ એ પાંચ દેવેનું તેજ હોવાથી તેને પચરરિમ” કહેવામાં -આવે છે.
કારમાં ત્રણ અક્ષરેને કૂટ અર્થાત્ સમુદાય છે, તેથી તેને ત્રિફટ' કહેવામાં આવે છે. અથવા કારમાં ત્રણ પ્રકારનું રહસ્ય છુપાયેલું છે, તેથી તેને “બ્રિટ' કહેવામાં આવે છે.
ઉષ્કારને ઉદ્ભવ ત્રણ માત્રાએથી થયેલ છે, તેથી તે ત્રિભવ કહેવાય છે.
સ્કાર તેના ઉપાસકેના ભવને-સંસારને નાશ કરનાર છે, તેથી “ભવનાશન” કહેવાય છે.
કાર ગાયત્રીનું મૂલ બીજ છે, તેથી તેને “ગાયત્રીબીજ કહેવામાં આવે છે.
૩ષ્કારમાં , , ૫, નાદ અને બિંદુ એવા પાંચ અશે છે, તેથી તેને “પંચાશ' કહેવામાં આવે છે.
સ્કાર સર્વત્ર અને વિદ્યાને ઉત્પન્ન કરનાર છે, તેથી તેને મંત્રવિદ્યાપ્રસ' કહેવામાં આવે છે.
કારને પ્રભાવ સમસ્ત વિશ્વમાં વિસ્તરી રહેલ છે, તેથી તેને “પ્રભુ કહેવામાં આવે છે.
સ્કારનું કદી ક્ષરણ થતું નથી, એટલે કે તે નાશ -પામતે નથી, માટે તેને “અક્ષર' કહેવામાં આવે છે.