________________
કારની ઉત્પત્તિ
૩૭
તેને બીજા સ્થાન પર બેઠેલી વ્યક્તિ ગ્રહણ કરી શકે છે. રેડિયે એ તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. વળી એ વાત પણ પ્રથી સિદ્ધ થઈ ચૂકી છે કે શબ્દનું જે પ્રકારનું સંચજન હોય, તે પ્રકારની આકૃતિ ઉત્પન્ન થાય છે અને તેમાં ભાવનું અનુસંધાન થાય તે તેનાથી ધાર્યું કાર્ય લઈ શકાય છે.
કેટલાક વર્ષો પૂર્વેની આ વાત છે કે જ્યારે કાંસ દેશમાં એક મહાવિદુષી સ્ત્રી રહેતી હતી. તેણે શબ્દવિજ્ઞાનને ઘણે અનુભવ લીધું હતું. તે જુદાં જુદાં પ્રકારનાં ગીતે ગાઈને બેડ પર જુદાં જુદાં પ્રકારનાં છાયાચિત્રે ઉત્પન્ન કરી શકતી હતી. તે વખતે એક બંગાલી છાત્ર પણ ત્યાં વિદ્યાભ્યાસ કરતે હતે. તે સંસ્કૃત જાણતું ન હતું, પણ તેને શ્રી શંકરાચાર્ય કૃત ભૈરવાષ્ટક યાદ હતું. તે છાત્ર એ અષકનું ગાન કર્યું અને વિદૂષી મહિલાએ વીણા વગાડી. તે જ વખતે બોર્ડ પર કૂતરાની સાથે એક ભયંકર મૂર્તિ દેખાવા લાગી. વારાણસીના કાલભૈરવ-મંદિરમાં જે મૂર્તિ છે, તેના જેવી જ એ મૂર્તિ હતી.
આ સમાચારે તે વખતના વર્તમાનપત્રોમાં પ્રકટ થયા હતા. ભારતીય સંગીતશાસ્ત્રમાં રાગ-રાગિણીના જે વિભિન્ન રંગ, રૂપ, વાહને આદિનું વર્ણન આવે છે, તેમાં જ તથ્ય છે. તે રાગના વિનિથી એવી જ મૂર્તિઓ નિમણુ થાય છે.
લલિતાસહસ્ત્રનામ પર સૌભાગ્યભાસ્કર નામની મંત્રમય ટીકા રચનાર શ્રી ભાસ્કરાચાર્ય મુખી જ્યારે વારાણસી ગયા,