________________
કારની ઉત્પત્તિ
પ
એક છોડ ઉગે છે, અનુક્રમે માટો થઈને ફૂલ તથા ફળ આપે છે અને છેવટે કરમાઈ જાય છે. એક મનુષ્ય જન્મે છે, કેટલાક વખત જીવે છે અને છેવટે મૃત્યુને આધીન થાય છે. અથવા એક નગર વસે છે, કેટલાક વખત જાહેાજલાલી ભાગવે છે અને છેવટે નાશ પામે છે. આમાં સર્જન, સ્થિતિ અને સહાર એ ત્રણેય ક્રિયાઓ ખરાખર નિહાળી શકાય છે. વાસ્તવમાં આ જગતની કોઈ પણ ઘટના આ ત્રિગુણાત્મક સત્તાની મર્યાદા બહાર નથી. સૃષ્ટિના પ્રય થતાં સુધી આ સત્તા ચાલુ રહેવાની.
'
નાદ, ધ્વનિ કે શબ્દની શક્તિ અગાધ છે. તેના આપણા પ્રાચીન ઋષિ-મુનિઓને પૂરેપૂરા ખ્યાલ હતા, તેથી જ તેમણે શબ્દને શબ્દબ્રહ્મ કહ્યો છે. ત્યાર પછી ચાગેન્દ્ર ગોરખનાથ આદિ જે શબ્દસાધક મહાત્મા થયા, તેમણે પણ શબ્દશક્તિના મહિમા મુક્ત કંઠે ગાયા છે. કબીરજીએ તા એટલે સુધી કહ્યું છે કે, શત્રુ વિના સાયૂ નહીં—જે શબ્દનુ સાધન કરતા નથી, તે સાચા અર્થમાં સાધુ નથી,’ તેમણે વિશેષમાં એ પણ કહ્યુ છે કે एक शब्द गुरुदेव का, जा का अनन्त विचार । पंडित थाके सुनि जना, वेद न पावे पार ॥ मैं कलि का कूतवाल हूँ, लेहुँ शब्द हमार । जो यह शब्द ही जानि है, सो उतरे भव पार ॥ शब्दे मार्या मर गया, शब्दे छोड्या राज । जिन जिन शब्द उच्चारिया, सरिया तिनका काज ||
-