________________
ર
મંત્રચિંતામણિ
તેને સામ્યાવસ્થા સમજવાની છે. શબ્દ, રૂપ, રસ, ગધ આફ્રિ કોઈ ને કોઈ પ્રકારની ક્રિયાને આભારી છે, એટલે સામ્યાવસ્થામાં તેમાંનું કંઈ પણ હેતુ નથી. ઋગ્વેદના નાસદીય સૂક્તની ભાષામાં કહીએ તે એ વખતે પરમાત્મા નિરાકાર, નિČણુ, અવ્યક્ત, શબ્દરહિત તથા દ્વૈતની ગંધ વિનાના હાય છે.
આ પરમેશ્વર, પરમાત્મા કે શિવરૂપી સનાતન તત્ત્વમાંથી શક્તિ (Cosmic energy) જ્યારે વ્યક્ત થાય છે, પ્રકટ થાય છે, ત્યારે તેને સગુણુ કે સકલ અવસ્થા પ્રાપ્ત થઈ ગણાય છે. તેમાં ક્રિયાના પ્રારભ થાય છે અને સામ્યાવસ્થાને અંત આવે છે.
'
?
શાક્ત તત્રાની ભાષામાં કહીએ તે પરમાન વિભવશિવ માં જ્યારે નાનાત્વ વિસ્તારની ઈચ્છા થાય છે, ત્યારે તે સગુણ શિવ અને શક્તિનાં રૂપમાં પેાતાને દ્વિધા વિભક્ત કરી લે છે અને તે ખનેની અભિન્ન શક્તિ અદ્વૈતાપ્રધાન નાદ તથા ઈંતાપ્રધાન ‘ બિંદુમાં પ્રકાશિત થાય છે. આ મનેતે જ ચ્છિાશક્તિ અને ક્રિયાશક્તિ ' કહે છે. પરમ શિવની જ્ઞાનશક્તિ વડે તે અને એકી સાથે ઉઠે છે. વાસ્તવમાં શિવ અને શક્તિ એકબીજાથી અભિન્ન છે.
(
C
અહુંતા અને ઈદં'તા, નાદ અને બિંદુ, ઈચ્છા અને ક્રિયા, ગતિ અને સ્થિતિ, કાલ અને સ્થાન આ ખધાં એક જ (પરમ શિવની શક્તિનાં બેવડાં વિભાજિત રૂપે છે. જેમ ચંદ્ર અને ચદ્રિકામાં ભેદ હાતા નથી, તેમ આમાં પણ સમજવું.