SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કારને મહિમા “ એ જે અક્ષર છે, તે ત્રણે વેદસ્વરૂપ, ત્રણલેક સ્વરૂપ અને ત્રણ અગ્નિસ્વરૂપ છે.” શિવપુરાણ-વિઘેશ્વરસંહિતાના દશમા અધ્યાયમાં નીચેની મતલબને ઉલ્લેખ આવે છે: ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે “મેં પૂર્વકાલમાં પિતાના સ્વરૂપભૂત માત્રને ઉપદેશ આપે છે, જે સ્કારના રૂપમાં પ્રસિદ્ધ છે. તે મહા મંગલકારી છે. સૌથી પહેલાં મારા મુખથી આકારનું પ્રાકટય થયું છે, જે મારા સ્વરૂપને બંધ કરાવનારે છે. કાર વાચક છે અને હું વાચ છું. આ મંત્ર મારું સ્વરૂપ છે. નિત્ય નિરંતર કારનું સ્મરણ કરવાથી મારું જ સ્મરણ થાય છે.' જૈન ધર્મમાં પણ કારને પરમેષ્ઠીરૂપ માનવામાં આવ્યું છે અને તેને સેતુ તથા બીજ તરીકે વ્યાપાક ઉપગ થાય છે. તેને લગતી વધારે વિગતે “જૈન ધર્મમાં કાર ઉપાસના” નામના દશમા પ્રકરણમાં જોઈ શકાશે. બૌદ્ધ ધર્મો પણ કારને અતિ ઉન્નત સ્થાન આપેલું છે અને દરેક મંત્રની આદિમાં તેની પ્રતિષ્ઠા કરેલી છે. જેમકે, “જો ની વહુ –મારા હૃદયકમલમાં કારરૂપી મણિ વિરાજે છે. જગતની અન્ય ભાષાઓમાં પણું ઋાર જુદા જુદા. સ્વરૂપે દર્શન દે છે. ગ્રીક ભાષાને “શી ” ફારસી અને અરબી ભાષાને “શામીન' તથા હિબ્રુ અને ખ્રિસ્તીઓની. પ્રાર્થનામાં બોલાતે “મૈન' ૩ષ્કારનું જ એક સ્વરૂપ છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy