________________
[૧૩] પુત્રપ્રાપ્તિ માટે સિદ્ધ પ્રયોગો
સંસારમાં સર્વ પ્રકારનું સુખ હોય, પણ પુત્રની પ્રાપ્તિ ન થાય તે સુખને છેદ ઉડી જાય છે અને ખેદ કે વિષાદનું વાતાવરણ વ્યાપી જાય છે. નીતિકારેએ સ્પષ્ટ કહ્યું છે કે “પુત્ર ગુરૂન્યું જેને પુત્ર નથી, તેનું ઘર શૂન્ય સમજવું એટલે કે તેમાં આનંદ હેત નથી, આનંદનું વાતાવરણ જામતું નથી. વળી વાંઝિયામેણું પતિ-પત્નીના હૃદયને કેરી ખાય છે અને વધારે નહિ તે એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થાય, એવી પ્રબળ ઈચ્છા તેમને રહ્યા કરે છે. આવા દંપતિને માટે અહીં પુત્રપ્રાપ્તિકર સિદ્ધમંત્રની રજાઆત કરવામાં આવે છે. તેને પાઠ આ પ્રમાણે જાણ:--
देवकीसुन गोविन्द वासुदेव जगत्पते । देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः ॥
પુત્રહીન દંપતિ માટે ઉચિત એ છે કે તેઓ પ્રાતઃકાળમાં શૌચ સ્નાન-ઈષ્ટદેવાદિક પૂજન આદિથી ફારેગ થઈને