________________
[૧૨] કન્યાને માટે ઈચ્છિત વરપ્રાપ્તિના પ્રયોગો
કન્યાને માટે મનપસંદ વર મેળવવાનું કાર્ય જેટલું અગત્યનું છે, તેટલું જ કઠિન પણ છે. ઘણી જ્ઞાતિઓમાં કન્યાઓ વિશેષ હોય છે અને સુરતિયાઓની સંખ્યા ઓછી હેય છે, ત્યાં આ પ્રશ્ન વધારે મુશ્કેલ બને છે. વળી આજકાલના વિશેષ ભણેલા યુવાનની કન્યાની પસંદગી ઘણી વિચિત્ર હોય છે અને તેમની માગણી સંતોષવાનું કાર્ય સહેલું હોતું નથી. ખાસ કરીને તેઓ દહેજ કે પહેરામણીમાં મેટી રકમ માગે છે, ત્યારે માતા–પિતાઓની મુશ્કેલી ઘણી વધી જાય છે. જે ઘરમાં ત્રણ-ચાર કન્યાઓ હેય તે તેમની બધી મૂડી સાફ થઈ જાય છે અને જમીનજાગીર વેચવાના પ્રસંગો પણ આવે છે. વિશેષમાં કન્યાઓની અનેક રીતે પરીક્ષા લેવાયા પછી, છેલ્લી ઘડીએ ના પાડી દેવામાં આવે ત્યારે તેમના કમલ હદય પર ઘણો આઘાત થાય છે અને કેટલાકને તે આ સંસાર પરથી વૈરાગ્ય આવી. જાય છે. એટલે કન્યા માટે ઈચ્છિત વર મેળવવાની સમસ્યા