________________
૩૧૬
મંચિંતામણિ હતું, તે તમે ઢાંકયું, તેથી તે હજી સુધી ખેદ પામે છે કે મારાથી આમ કેમ બની ગયું?'
આ ઉત્તર તદ્દન સાચે હતું, એટલે રાજા આશ્ચર્ય પામ્ય તથા ગુપ્તજીવનની આવી વાત પ્રકટ થવા પામી, તેથી કંઈક શરમિં પણ પડી ગયે. સભાજનો તે આ ઉત્તર સાંભળીને આભા જ બની ગયા અને સૂરિજીએ વિદ્વાનેની લાજ રાખી, તે માટે મને મન તેમની ભારે પ્રશંસા કરવા લાગ્યા.
બીજા એક પ્રસંગે રાજાએ વસ્ત્રથી હાંકેલી એક પેટી સભા સમક્ષ રજૂ કરીને કહ્યું કે “જો તમે આ પેટીની અંદર રહેલી વસ્તુનું વર્ણન કરે તે હું જાણું કે તમે સાચા સરસ્વતીપુત્ર છે. પરંતુ તેનું વર્ણન કરવાની કઈ વિદ્વાને હામ ભીડી નહિ. આખરે સૂરિજીએ એ આવાહન
સ્વીકારી લીધું અને જણાવ્યું કે હે રાજન! આ પેટીમાં કાળા રંગની એક વસ્તુ છે, તે આમ તે ઘણી લાંબી છે પણુ ગુંચળું વળીને પડેલી છે, એટલે તેમાં સમાઈ ગયેલી છે. તે કઈ જડ પદાર્થ નથી, પણ પ્રાણી છે. વળી તે પગના અભાવે ઉર પર ચાલનારું છે અને ક્રોધમાં આવીને દંશ મારે તે અન્ય પ્રાણુઓના પ્રાણને ડી જ વારમાં સંહાર કરનારું છે. તાત્પર્ય કે તેમાં તે એક કાળા સપને પૂરે છે કે જેને ગઈ કાલે બાજુના જંગલમાંથી પકડવામાં આવ્યો છે અને અમારી પરીક્ષા કરવા માટે તેને લાકડાની છિદ્રયુક્ત પેટીમાં પૂરીને અહીં રજૂ કરવામાં આવ્યું છે?