________________
[૯] ઘારેલા પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયોગ
“ રાજન
સસ
તેથી તેને
મધ્યકાલિન યુગની આ વાત છે કે જ્યારે ગપગિરિમાં (આજના વાલિયરમાં) આમ રાજાનું શાસન પ્રવર્તતું હતું. આ રાજા ઘણે સમજુ હતું, તેમજ વિદ્યારસિક પણ હતું, તેથી તેના દરબારમાં અનેક વિદ્વાને હાજર રહેતા અને શ્રી અમ્પટ્ટિ નામના એક જૈનાચાર્ય પણ વારંવાર ત્યાં પધારતા.
એક વખત આમ રાજાએ સભાજનને ઉદેશીને પ્રશ્ન કર્યો કે “તે હજી સુધી કેમ ખેદ પામે છે?”
આગળ-પાછળને સંબંધ જાણ્યા વિના, માત્ર કલ્પનાથી આ પ્રશ્નને ઉત્તર આપી શકાય તેમ ન હતું, એટલે બધા વિદ્વાને ચૂપ રહ્યા. ત્યારે આમ રાજાએ શ્રી બમ્પટ્ટિસૂરિજી. સામે જોયું, એટલે સરસ્વતીનું વરદાન પામેલા તે સૂરિવયે કહ્યું: “હે રાજન! જે તમારે આ પ્રશ્નનો ઉત્તર જોઈને જ હિય તે હું જણાવું છું કે તમે પ્રભાતમાં રાણ કરતાં વહેલા જાગ્યા હતા, ત્યારે તેનું એક અંગ ઉઘાડું રહી ગયું