________________
[ ૮ ]
ઋદ્ધિ-સિદ્ધિદાયક ગણપતિમંત્ર
શિવ અને પાવતીની જેમ તેમના પુત્ર ગણપતિજી પણ હિંદુધર્મ ના એક આરાધ્ય દેવ છે અને વિઘ્નર મોંગલમૂર્તિ તરીકે ઘણી ખ્યાતિ પામેલા છે. મહારાષ્ટ્ર આદિ દેશમાં તે દિવસો સુધી તેમના ઉત્સવ ઉજવાય છે અને સહુ ઈ તેમની નાનીમોટી મૂર્તિએ બનાવી તેમની ભક્તિ કરવામાં તથા તેમની આગળ નાટ્યપ્રયોગો આદિ કરવામાં જીવનની સાકતા માને છે. તેમના એ પરમ વિશ્વાસ છે કે હવે અમને કોઈ મુશ્કેલીઓ નડશે નહિ, અમારા જીવનવ્યવહાર સુખરૂપ ચાલી શકશે અને અમારી દિનપ્રતિદિન ઉન્નતિ થશે.
તર્કવાદીઓ આની સામે અનેક તાઁ ઊભા કરી શકે છે, પણ એ વાત નિશ્ચિત છે કે ગણપતિ ઉત્સવને વ્યાપક અનાવ્યા પછી મહારાષ્ટ્રની ક્રમશઃ ઉન્નતિ થઈ છે અને તે આજે ભારતના એક સબળ સમૃદ્ધ રાજ્યની ખ્યાતિ પામ્યું છે.
સામાન્ય રીતે કોઈ પણ શુભ કાર્ય કરવું હાય તા હિંદુઓ સહુથી પહેલાં શ્રી ગણપતિ કે શ્રી ગણેશની સ્થાપના