________________
૩૦૬
મંચિંતામણિ
અનન્ય મને ઉપાસના કરનારને કદી પણું દ્રવ્ય સંબંધી ચિંતા રહેતી નથી. તે કઈ પણ રીતે તેને મળતું જ રહે છે અને તેને નિર્વાહ માન-આબરૂર સારી રીતે ચાલે છે.”
આમ છતાં જેને દ્રવ્યની જરૂર છે, તેણે ઉપર બતાવેલી વિધિ અનુસાર ગાયત્રીદેવીની ઉપાસના કરવી એગ્ય છે. તેથી પરિણામ સત્વર અને વધારે સુંદર આવવાને સંભવ છે. સુસંતતિ પ્રાપ્ત કરવાને પ્રયોગ
ગૃહસ્થજીવન સંતતિથી શેભે છે, એટલે સર્વે ગૃહસ્થને સ્વાભાવિક રીતે જ સંતતિની ઈચ્છા રહે છે, પણ બધાની એ ઈચ્છા પૂરી થતી નથી. કેટલાકને સંતાન થાય છે ખરાં, પણ તે મરેલાં જમે છે અથવા રેગી જન્મે છે અને થોડા વખતમાં જ મૃત્યુ પામે છે, વળી કેટલીક સ્ત્રીઓને ગર્ભપાત થવાથી પણ સંતતિને અભાવ હોય છે. આવા પ્રસંગે ગાયત્રીદેવીની નીચે પ્રમાણે ઉપાસના કરવાથી સુસંતતિની પ્રાપ્તિ થાય છે અને તેથી ગૃહસ્થજીવન શૈલી ઊઠે છે ઃ
પ્રાતઃકાલમાં નિત્યકર્મથી નિવૃત્ત થયા બાદ પૂર્વાભિમુખ બેસીને પુરુષે આ મંત્રનો જપ કરે. એ વખતે નેત્ર બંધ કરીને શ્વેત વસ્ત્રાલંકાર ધારણ કરેલી, કિશોર વયવાળી, કમલ પુષ્પોને હાથમાં ધારણ કરનારી એવી ગાયત્રી માતાનું પ્રારંભમાં ધ્યાન ધરવું. મંત્રના છેડે ય બીજને ત્રણ વાર સંપુટ કર. માલા સુખડની વાપરવી.
મંત્રજપ કરતાં પહેલાં ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામની