________________
૩૦૨
મંચિંતામણિ
ગાયત્રી મંત્રનો જપ આગળ વધતાં સાધકની બુદ્ધિ સૂફમદશી થાય છે અને તેને પ્રણાને અપૂર્વ પ્રકાશ સાંપડે છે, એ અનુભવ ઘણાને થયેલું છે. એટલે ગાયત્રી મંત્ર એ સન્મતિદાયક શ્રેષ્ઠ મંત્ર છે અને એ રીતે તે મનુષ્યને સર્વતમુખી વિકાસ સાધવાનું અજબ સામર્થ્ય ધરાવે છે, એ એક નિઃસંદેહ હકીકત છે.
આપણને કેઈ એ પ્રશ્ન કરે કે “અલ બડી કે ભેંસ?' તેમાં કોઈ ભેંસ કહે તે આપણે તેની ખાઈ પર હસીએ છીએ, કારણ કે અક્કલ હેય તે ભેંસ લાવી શકાય છે, તેને સાચવી શકાય છે અને તેનું દૂધ પી શકાય છે, જ્યારે અક્કલ ન હોય તે આવેલી ભેંસ ચાલી જાય છે અને તેને કંઈપણું લાભ લઈ શકાતું નથી. પરંતુ સંસારમાં આપણી સ્થિતિ અલ કરતાં ભેંસને પસંદગી આપવા જેવી છે. આપણે પરમ કૃપાળુ પરમાત્મા પાસે ધન, ધાન્ય, સંપત્તિ, પત્ની, પુત્ર આદિ અનેકાનેક વસ્તુઓ માગીએ છીએ, પણ તે બધી વસ્તુઓ જેને આધીન છે, તે સન્મતિની દરકાર કરતા નથી, તેની માગણી કરતા નથી. તાત્પર્ય કે ધનધાન્યાદિ અનેક વસ્તુઓ માગવા કરતાં એક સન્મતિ માગવી, તે જ ડહાપણભરેલું છે. જે સન્મતિ આવશે, તે ધનધાન્યાદિ અનેક વસ્તુઓ તેની પાછળ આવવાની જ છે. ગાયત્રી -મંત્ર આપણને આ દિશા દર્શાવે છે અને તેથી તેને “સર્વ– -મંત્રશિરોમણિ માનીએ તે કંઈ હરકત નથી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ દેશની કુખદાયક