________________
૩૦૧.
ગાયત્રી મંત્રનું અજબ સામર્શ
વાસ્તવમાં આ એક પ્રકારને ધ્યાનમંત્ર છે અને તે જગતની મહાન શક્તિ આગળ આપણે શું માગવું? તેનું સૂચન કરે છે.
આપણુ સહુને હિતાહિતને વિવેક કરી શકે તેવી બુદ્ધિ સાંપડી છે, પણ વાસનાજન્ય સંસ્કારોથી તે બુદ્ધિ અસત્, તરફ દોડી જાય છે અને તેથી અસત્ વિચાર તથા અસત્ . કર્મોની પરંપરા જાગે છે. પરિણામે દુઃખ, શેક, ચિંતા તથા વિષાદનું વાતાવરણ ખડું થાય છે અને માનવજીવનમાં જે સુખ તથા શાંતિને અનુભવ થવા જોઈએ, તે થતા નથી. આ દુખદ પરિસ્થિતિને અંત તે જ આવી શકે કે જે, આપણી બુદ્ધિ સદા સત્ તરફ દોરાય અને સદ્દવિચાર તથા સત્યની પરંપરા જાગે.
હવે આપણું બુદ્ધિ સદા સત્ તરફ દોરાય, તે માટે આપણે ત્રણ લેકની રચના કરનાર શ્રી સવિતા નારાયણનું ધ્યાન ધરવાનું છે અને તેમાં તેમના અપ્રતિમ આનંદદાયક દિવ્ય તેજ સામે આંતરદષ્ટિ સ્થાપીને એક જ પ્રાર્થના કરવાની છે કે “હે પ્રભો મને સની પ્રેરણું કરે જેથી મારી બુદ્ધિ સદ્દવિચાર અને સત્ કર્મોમાં પ્રવતે અને હું અજ્ઞાનદશામાંથી જ્ઞાનદશામાં આવું તથા મૃત્યુની પરંપરામાંથી મુક્ત થઈને અમૃતાવસ્થાને અનુભવ કરી શકું?
આવું ધ્યાન અને આવી પ્રાર્થના અનન્ય ચિત્ત થવા. લાગે તે આપણું જીવનમાં જે અસત્ રહ્યું છે, જે ત્રુટિઓ રહી છે, જે દો રહેલા છે, તે દૂર થવા માંડે અને સર્વતે-- મુખી વિકાસની શરૂઆત થાય, એમાં કંઈ આશ્ચર્ય નથી.